________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१५३
ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રાસન, સ્પર્શન અને મન એ છે ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયોનો અર્થ તે ઇન્દ્રિયાર્થ અર્થાત્ ઇન્દ્રિયોના વિષયો. “રુપયસ્તવઃ' એ વચનથી રૂપાદિ ઇન્દ્રિયોના અર્થ(વિષય) છે. તે રૂપાદિની સાથે ઇન્દ્રિયોનો સનિકર્ષ-સંબંધ થવો તે ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષ કહેવાય છે. તે સકિર્ષ છ પ્રકારનો છે. (૧) સંયોગ : ઇન્દ્રિયની સાથે દ્રવ્યનો સંયોગ. (૨) સંયુક્ત સમવાય : રૂપાદિ ગુણો સંયુક્તસમવાય સંબંધથી જ દ્રવ્યમાં સમવેત છે. અર્થાત્ સંયુક્ત સમવાયસન્નિકર્ષથી રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થાય છે. (૩) સંયુક્ત સમવેત સમવાય? રૂપાદિ ગુણોમાં સમવાય સંબંધથી રહેલ રૂપસ્વાદિ, દ્રવ્યમાં સંયુક્તસમવેતસમવાય સંબંધથી રહે છે. અર્થાત્ સંયુક્તસમવેતસમવાયસગ્નિકર્ષથી ગુણત્વાદિ, રૂપસ્વાદિ જાતિનું પ્રત્યક્ષ થાય છે. (૪) સમવાય : શબ્દનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિય દ્વારા થાય છે અને શ્રવણેન્દ્રિય આકાશ સ્વરૂપ છે. શબ્દ આકાશનો ગુણ છે તથા શબ્દ આકાશમાં સમવાય સંબંધથી રહે છે. તેથી શબ્દની સાથે શ્રવણેન્દ્રિયનો સમવાય સંબંધ છે. આ સમવાયસન્નિકર્ષથી શબ્દનું પ્રત્યક્ષ થાય છે. (૫) સમવેત સમવાય ? આકાશમાં શબ્દ સમવાયસંબંધથી રહે છે. અને શબ્દમાં શબ્દત્વ સમવાયસંબંધથી રહે છે. આકાશ શ્રોત્રેન્દ્રિયસ્વરૂપ છે. આથી જેમ શબ્દનું પ્રત્યક્ષ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. તેમ શબ્દત્વજાતિનું પ્રત્યક્ષ પણ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. તેમાં કારણ સમવેતસમવાયસન્નિકર્ષ બને છે. અર્થાત્ સમવેતસમવાયસન્નિકર્ષથી શબ્દત્વનું પ્રત્યક્ષ થાય છે.
(૯) વિશેષણ - વિશેષ્યભાવ : સમવાય અને અભાવના પ્રત્યક્ષમાં વિશેષણવિશેષ્યભાવ સકિર્ષ કારણ બને છે.
(ઉપરોક્ત) કહેલા પાંચ પ્રકારના સંબંધ (સગ્નિકર્ષ)થી સંબદ્ધ વસ્તુમાં સમવાય અને ઘટાદિ દશ્યાભાવ (ઘટાઘભાવ)નું વિશેષણત્વ અને વિશેષ્યત્વ થાય છે, તે આ પ્રમાણે-(૧) તંતુઓમાં પટ સમવાય સંબંધથી રહે છે. એટલે તત્તવ: પટસમવયવન્તઃ કે તન્તપુ પટસમવાય:. અહીં
સમવાયવન્તઃ વિશેષણ છે અને તન્તવઃ વિશેષ છે. તેથી વિશેષણ-વિશેષ્યભાવ સંબંધથી સમવાયનું પ્રત્યક્ષ થાય છે.
(૨) ઘટશૂન્ય મૂતમ્ રૂઢ ભૂતત્વે ઘટો નાસ્તિ | અર્થાત્ ઘટમાવવભૂત—અહીં “ઘટમાવ' વિશેષણ અને મૂતમ્ વિશેષ્ય છે. આ વિશેષણ-વિશેષ્યભાવ સંબંધથી અભાવનું પ્રત્યક્ષ થાય છે.
આમ વિશેષણ-વિશેષ્યભાવ સન્નિકર્ષથી સમવાય અને અભાવનું પ્રત્યક્ષ થાય છે. આ પ્રમાણે છ પ્રકારના સન્નિક છે.