________________
षड्दर्शन समुचय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१४९
યમત્ર માવા-કહેવાનું તાત્પર્ય એ છે કે અવ્યભિચારાદિ વિશેષણથી વિશિષ્ટ અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરનારી સમગ્ર સામગ્રી અથવા તેનો એકદેશ ચક્ષુ-પ્રદીપ-જ્ઞાનાદિ, કે જે બોધરૂપ (જ્ઞાનરૂપ) કે અબોધરૂપ (અચેતનરૂપ) છે. તે અર્થોપલબ્ધિનું) સાધકતમ (પ્રકૃષ્ટ ઉપકારક કારણો હોવાથી પ્રમાણ કહેવાય છે અને અર્થોપલબ્ધિનું જનકત્વ પ્રમાણમાં છે અને અર્થોપલબ્ધિ(પદાર્થનું જ્ઞાન) કરાવવું તે પ્રમાણમાં પ્રામાણ્ય છે અને પ્રમાણથી જન્ય અર્થોપલબ્ધિ (અર્થનું જ્ઞાન) પ્રમાણનું ફલ છે. તે અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયોદ્વારા ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રત્યક્ષ કહેવાય છે અને જ્યારે લિંગદ્વારા ઉત્પન્ન થાય છે, ત્યારે અનુમાન કહેવાય છે. આ રીતે વિશેષ પ્રમાણોનું લક્ષણ આગળ કહેવાશે.
માત્ર “અર્થોપસ્થિ'ના જે અવ્યભિચારિ, અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મિક એમ ત્રણ વિશેષણો પૂર્વે કહ્યા, તેમાં અવ્યપદેશ્ય વિશેષણનો શાબ્દ પ્રમાણમાં સંબંધ ન કરવો. કારણ કે શાબ્દપ્રમાણ શબ્દથી જન્ય હોવાના કારણે વ્યપદેશ્ય (શબ્દથી કહી શકાય તેવું) છે. અર્થાત્ શાબ્દ પ્રમાણથી થતી અર્થોપલબ્ધિ અવ્યપદેશ્ય હોતી નથી, વ્યપદેશ્ય જ હોય છે. પ્રમાણના ચાર પ્રકાર છે. I૧૪-૧૫-૧ડા.
अथ तचातुर्विध्यमेवाह । હવે પ્રમાણના ચાર પ્રકારને કહે છે. प्रत्यक्षमनुमानं चोपमानं शाब्दिकं तथा । तत्रेन्द्रियार्थसंपर्कोत्पन्नमव्यभिचारि च ।। १७ ।। व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम् । प्रत्यक्षमनुमानं तु तत्पूर्वं त्रिविधं भवेत् ।। १८ ।। पूर्ववच्छेषवचैव दृष्टं सामान्यतस्तथा । तत्राद्यं कारणात्कार्यानुमानमिह गीयते ।। १९ ।।
શ્લોકાર્થ પ્રત્યક્ષ અનુમાન,ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણ છે. ત્યાં ઇન્દ્રિય અને પદાર્થના સંયોગથી ઉત્પન્ન થતું, અવ્યભિચારિ, વ્યવસાયાત્મક અને વ્યપદેશરહિત (શબ્દપ્રયોગ રહિત) જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ (=વ્યાપ્તિજ્ઞાન) પૂર્વકનું જ્ઞાન અનુમાન છે. તે ત્રણ પ્રકારનું છે. (i) પૂર્વવતું અનુમાન, (ii) શૈષવનું અનુમાન અને (iii) સામાન્યતોદષ્ટ અનુમાન. તેમાં કારણથી કાર્યનું અનુમાન કરવું, તે પ્રથમ પૂર્વવતું અનુમાન કહેવાય છે. // ૧૭-૧૮-૧૯ ||
व्याख्या-प्रत्यक्षमध्यक्ष, अनुमानं लैङ्गिकं, चकारः समुचयार्थः, उपमानमुपमितिः, तथाशब्दस्य समुश्चयार्थत्वाच्छाब्दिकं च शब्दे भवं शाब्दिकमागम इत्यर्थः । अथ प्रत्यक्षस्य लक्षणं लक्षयति । “तत्रेन्द्रियार्थ" इत्यादि । तत्रेति तेषु प्रमाणेषु प्रथमं प्रत्यक्षमुच्यते । अत्रास्येदमक्षपादप्रणीतं सूत्रम् । “इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्” इति (१,१,४) । इन्द्रियं चक्षुरादिमनःपर्यन्तं, तस्यार्थः परिच्छेद्य