________________
१४४
षड्दर्शन समुचय भाग-१, श्लोक-१३, नैयायिक दर्शन
જગતના કર્તા છે એમ સ્વીકારશો તો, તે ઘણા ઈશ્વરોની પરસ્પર ભિન્ન-ભિન્ન એકબીજાથી વિસદશમતિના વ્યાપારથી એકે-એક પદાર્થોનું નિર્માણ વિસદશ થશે અને તેથી ઈશ્વરનું “” વિશેષણ યુક્ત જ છે.
એક ઈશ્વર પણ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞ એવા ઈશ્વર સર્વપદાર્થોના સમગ્રપણાના જ્ઞાતા છે. (અર્થાતુ ક્યો પદાર્થ કયા પરમાણુઓના સમુહથી બને છે. ઇત્યાદિ સર્વપદાર્થોના ઉપાદાન કારણને જાણતા હોવાથી સમગ્રતાને જાણે છે અને જો ઈશ્વરને સર્વજ્ઞ નહીં માનો તો) સર્વજ્ઞત્વના અભાવમાં નિર્માણ કરવામાટે ઇચ્છિતપદાર્થને માટે ઉપયોગી એવા જગતના પ્રવાહમાં વહેતા છૂટા-છુટા પરમાણુઓના કણોને ભેગા કરીને સારી રીતે તે પદાર્થ પ્રાયોગ્ય સામગ્રી ભેગી કરવાની ક્ષમતા હોતી નથી. અને તેથી જે પ્રમાણે (પદાર્થ બનવો જોઈએ) તે પ્રમાણે નહીં બનવા વડે પદાર્થોનું નિર્માણ દુર્ઘટ થઈ જશે. (સર્વજ્ઞ હોય તો જ ક્યા પદાર્થના માટે કયા કયા પરમાણુઓ ઉપયોગી છે તે જાણી શકે અને તે પરમાણુઓને ભેગા કરીને ઇચ્છિતપદાર્થ બનાવી શકે.)
તથા તેમના ભક્તો વડે કહેવાય છે કે- “અપ્રતિઘ (અવ્યાહત-સર્વવ્યાપી) જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચાર જગતપતિને એક સાથે સિદ્ધ છે. /// આત્માના સુખ-દુ:ખનો અન્ય અજ્ઞ જીવ અસમર્થ છે. ઈશ્વરથી પ્રેરિત જીવ જ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. રા”
અથવા નિત્યે સર્વજ્ઞ' એ પ્રમાણે એક જ વિશેષણની વ્યાખ્યા કરવી જોઈએ. નિત્ય: = સા = દ્વિતીયઃ સર્વજ્ઞો - નિત્યે સર્વજ્ઞ: અર્થાત્ સદા એક સર્વજ્ઞ છે તે (ઈશ્વર એમ અન્વય કરવો.)
આ(વિશેષણ)વડે અનાદિકાળથી સર્વજ્ઞ એકઈશ્વર છે અને તે ઈશ્વરને છોડીને અન્ય કોઈપણ સર્વજ્ઞ ક્યારે પણ થતા નથી. (એમ સૂચિત થાય છે.) કારણકે ઇશ્વરથી અન્ય યોગીઓનું જ્ઞાન બીજા સર્વ અતીન્દ્રિય પદાર્થોને જાણતું હોવા છતાં પોતાના આત્માને જાણતું નથી. તેથી તે યોગિઓ કેવી રીતે સર્વજ્ઞ હોય.? (આથી સિદ્ધ થાય છે કે ઈશ્વરને છોડીને બીજા કોઈ સર્વજ્ઞ નથી.)
તથા નિત્યબુદ્ધિના આશ્રય ઈશ્વર છે. અર્થાતુ નિત્યજ્ઞાનનું સ્થાન ઈશ્વર છે. (જો ઈશ્વરને ક્ષણિક બુદ્ધિવાળા માનશો તો) ક્ષણિકબુદ્ધિવાળાને કાર્યમાં બીજાની અપેક્ષા હોવાથી મુખ્યકર્તુત્વનો અભાવ થશે. તેથી અનીશ્વરત્વની આપત્તિ આવશે.
નૈયાયિકમતમાં નિત્ય, એક, સર્વજ્ઞ, નિત્યજ્ઞાનના આશ્રય, આવા વિશેષણથી વિશિષ્ટ શિવ=મહેશ્વર દેવ છે. ૧૩
अथ तन्मते तत्त्वानि विवरिषुः प्रथमं तेषां संख्यां नामानि च समाख्याति ।
હવે તૈયાયિકમતમાં તત્ત્વોનું વિવરણકરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તે તત્ત્વોની સંખ્યા અને તત્ત્વોના નામ કહે છે.