________________
१४०
षड्दर्शन समुचय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन
ભૂખૂધરફુધવારનિઝરમરવિરતિરું વુદ્ધિમજૂર્વવ, વાર્યત્વતિ | અર્થાતુ પૃથ્વી, પર્વત, ચંદ્ર, સૂર્ય અને સમુદ્રાદિમાં બુદ્ધિમપૂર્વકત્વ છે. કારણ કે તે પૃથ્વી આદિ કાર્ય છે. જેમકે ય વ ાથે તત્ તત્ વૃદ્ધિમજૂર્વ, યથા ધટ:- અર્થાત્ જેમ ઘટ કાર્ય છે. તેથી તેમાં બુદ્ધિમતુપૂર્વકત્વ છે. એટલે કે બુદ્ધિમાન દ્વારા બનેલ છે. (તેમ પૃથ્વી આદિ પણ કાર્ય હોવાથી બુદ્ધિમાન પુરૂષદ્વારા બનેલ છે તે અનુમાનથી સિદ્ધ થાય છે.) અને આ પૃથ્વી આદિ કાર્ય છે. તેથી તેમાં બુદ્ધિમપૂર્વકત્વ છે અને પૃથ્વી આદિનો જે બુદ્ધિમાનું સર્જનકાર છે, તે ઈશ્વર જ છે. આ અન્વયથી આ જગતના સર્જનકાર ઈશ્વર સિદ્ધ થાય છે.
વળી જે જે બુદ્ધિમપૂર્વક નથી, તે તે કાર્ય નથી. જેમકે આકાશ. આ વ્યતિરેકથી પણ સિદ્ધ થાય છે કે જે કાર્ય હોય છે, તે બુદ્ધિમાનકર્તાદ્વારા બનેલ હોય છે અને પૃથ્વી આદિમાં કર્તુત્વ આપણા જેવાનું સંભવતું નથી. તેથી પૃથ્વી આદિના કર્તાતરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે.
પૂર્વપક્ષ : મૂન્થરસુરિનિરમાર રવિ વૃદ્ધિપૂર્વષ્ઠ વાર્યત્વી | આ પ્રયોગમાં કાર્યત્વ હેતુ અસિદ્ધ છે. કારણકે પૃથ્વી આદિમાં કાર્યત્વ નથી. પક્ષમાં હેતુની અવૃત્તિ હોવાથી હેતુ અસિદ્ધ છે.
ઉત્તરપક્ષ (નૈયાયિક) તમારી વાત બરાબર નથી. કારણ કે કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી.) કેમકે જગતમાં પૃથ્વી, પર્વતઆદિ પોત-પોતાના કારણ-કલાપથી ઉત્પન્ન થતા અથવા અવયવિપણાથી કાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેથી પૃથ્વી આદિમાં કાર્યત્વ રહેલું છે. (અવયવના સમુહને અવયવી કહેવાય છે. જુદા જુદા અવયવો ભેગા મળીને અવયવી બને છે. તેથી અવયવી પૃથ્વી આદિ પણ કાર્ય છે. પણ આકાશ અવયવનો સમુહ ન હોવાના કારણે કાર્ય નથી). આથી છાર્યત્વ હેતુ “ભૂપૂધ:..” પક્ષમાં રહે છે. તેથી અસિદ્ધ નથી.
વળી છાર્યત્વ હેતુ વિરુદ્ધ કે અનેકાન્તિક પણ નથી. કારણકે વિપક્ષથી અત્યંત વ્યાવૃત્ત છે. એટલે કે વિપક્ષ એવા આકાશમાં કાર્યત્વ હેતુ રહેતો ન હોવાથી, કાર્યત્વ હેતુ વિરુદ્ધ કે અનૈકાન્તિક નથી. (વિપક્ષે સંન્સપક્ષે વાસ વિરુદ્ધ: અર્થાત્ જે હેતુ વિપક્ષમાં રહેતો હોય અને સપક્ષમાં ન રહેતો હોય (૨) ઈશ્વરનું જગત્કર્તુત્વ કેવી રીતે છે તે બતાવે છે. વ તત્વમશ્નારીનાં સંભવતીત્યસ્તત્કૃત્વેનેશ્વરસિદ્ધિઃ (ન્યાય.
સિ.યુ) અર્થાત્ (ઉપર જે અનુમાનદ્વારા સિદ્ધ કર્યું કે જે જે કાર્ય છે તે તે બુદ્ધિમપૂર્વક હોય છે. ત્યાં પૃથ્વી આદિનું કર્તુત્વ આપણા જેવાઓનું સંભવતું નથી કારણ કે આપણને તે તે કાર્યના ઉપાદાનકારણોનું જ્ઞાન નથી.) તેથી પૃથ્વી આદિના કર્તાતરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે. (કારણકે નિત્યજ્ઞાનવાળા ઇશ્વરને તે તે
કાર્યના ઉપાદાનકારણોનું જ્ઞાન હોય છે.) (૩) અહીં અસિદ્ધથી સ્વરુપાસિદ્ધ સમજવો. જો હેતુ: પક્ષે ન વર્તત વરુપતિ જે હેતુ પક્ષમાં ન રહેતો હોય તે
સ્વરૂપાસિદ્ધ કહેવાય છે.