________________
१३८
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
આ લિંગ, વેષ, દેવાદિનું સ્વરૂપ છે. તે સર્વ વૈશેષિકમતમાં પણ જાણવું, કારણકે નૈયાયિકો અને વૈશેષિકોને પરસ્પર પ્રમાણ અને તત્ત્વોની સંખ્યામાં ભેદ હોવા છતાં પણ અન્યોન્ય તત્ત્વોનો અંતર્ભાવ થતો હોવાથી ખૂબ અલ્પ જ ભેદ (ભિન્નતા) છે. તેથી નૈયાયિકો અને વૈશેષિકોના મતની પ્રાય: તુલ્યતા છે. બંને પણ તપસ્વીઓ કહેવાય છે. તે શૈવાદિના ભેદથી ચાર પ્રકારના છે. તેથી કહ્યું છે કે
આધાર (રહેવાનું સ્થાન, આસન આદિ ) ભસ્મ, લંગોટી, જટા અને જનોઈને ધારણ કરનારા તપસ્વિઓ પોત-પોતાના આચારાદિની ભિન્નતાના કારણે ચાર પ્રકારના છે. /// આ તપસ્વિઓના શૈવ, પાશુપત, મહાવ્રતધર તથા ચોથા કાલમુખ (એમ) મુખ્ય ચાર ભેદો છે. રા”
તેઓના આંતભેદો ભરટ, ભક્ત, લેગિક, તાપસાદિ છે. ભરટાદિ નિયમ-વ્રતગ્રહણમાં બ્રાહ્મણાદિવર્ણનો નિયમ નથી. પણ જેની શિવમાં ભક્તિ છે, તે વ્રત લઇને ભરટાદિ થાય છે.
પરંતુ તૈયાયિકો હંમેશાં શિવના ભક્ત હોવાથી શાસ્ત્રોમાં તેમને “શૈવ” કહેવાય છે, પણ વૈશેષિકો “પાશુપત' કહેવાય છે. તેથી તૈયાયિકશાસન “શૈવશાસન' કહેવાય છે અને વૈશેષિકદર્શન પાશુપત શાસન” કહેવાય છે. આ મારા વડે જે પ્રમાણે પરંપરાથી સંભળાયું અને જે પ્રમાણે જોવાયું છે, તે પ્રમાણે કહેવાયું છે. પણ તે તે વિષયમાં વિશેષ જાણવું હોય, તેને તે તે ગ્રંથોથી જાણવું. ll૧રી ___ अथ पूर्वप्रतिज्ञातं नैयायिकमतसंक्षेपमेवाह । હવે પૂર્વેની પ્રતિજ્ઞાનુસાર નૈયાયિકમતના સંક્ષેપને ગ્રંથકારશ્રી કહે છે.
अक्षपादमते देवः सृष्टिसंहारकृच्छिवः ।
વિમુર્નિચેવ સર્વજ્ઞો નિત્યવૃદ્ધિસમાયઃ | 93 / - શ્લોકાર્થ : અક્ષપાદ (નૈયાયિક)મતમાં વિભુ, નિત્ય, એક, સર્વજ્ઞ, નિત્યબુદ્ધિના આશ્રય (નિત્યજ્ઞાનવાળા), જગતનું સર્જન અને વિસર્જનકરનારા દેવ શિવ છે.
व्याख्या-अक्षपादेनाद्येन गुरुणा यतः प्रणीतं नैयायिकमतस्य मूलसूत्रं, तेन नैयायिका आक्षपादा अभिधीयन्ते, तन्मतं चाक्षपादमतमिति । तस्मिन्नाक्षपादमते शिवो महेश्वरः, सृष्टिश्चराचरस्य जगतो निर्माणं, संहारस्तद्विनाशः, द्वन्द्वे सृष्टिसंहारौ, तावसावचिन्त्यशक्तिमाहात्म्येन करोतीति सृष्टिसंहारकृत् । केवलायाः सृष्टेः करणे निरन्तरोत्पाद्यमानोऽसंख्यः प्राणिगणो भुवनत्रयेऽपि न मायादिति सृष्टिवत्संहारस्यापि करणम् । अत्र