________________
१२६
षड्दर्शन समुचय भाग-१, श्लोक - ११, बोद्धदर्शन
અવિનાભાવનો નિશ્ચય થાય છે. તેમાં પ્રથમ વિરુદ્ધોપલબ્ધિ, અંતિમ સ્વભાવાનુપલબ્ધિ તથા સ્વભાવહેતુનો તાદાભ્યસંબંધ છે. મધ્યના વિરુદ્ધ કાર્યોપલબ્ધિ, કારણાનુપલબ્ધિ તથા કાર્ય હેતુનો તદુત્પત્તિસંબંધ છે. આ અવિનાભાવ તાદામ્ય અને તદુત્પત્તિથી જ વ્યાપ્ત છે તથા તાદાભ્ય અને તદુત્પત્તિ અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્યમાં જ વિદ્યમાન છે. તેથી તે ત્રણ જ લિંગો છે. તે સિવાયના નહિ. તેથી તાદાભ્ય અને તદુત્પત્તિના સંબંધથી વિકલએવા અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્યથી અતિરિક્ત સર્વે અર્થોની હેત્વાભાસતા જાણવી. તેથી સંયોગિ, સમવાય વગેરે વૈશેષિકાદિ દ્વારા કલ્પિત(હેતુઓ વાસ્તવમાં)હેતુઓ નથી, કારણકે તેમાં વ્યભિચારનો સંભવ છે.
વળી કારણથી કાર્યના અનુમાનમાં વ્યભિચાર હોવાથી (બૌદ્ધો) માનતા નથી. (કારણકે કારણ હોવા છતાં પણ કાર્ય દેખાતું નથી.) વળી બૌદ્ધો વડે રસથી સમાનકાલિન (અર્થાત્ રસ ચાખીને તેને સમાનકાલિન) રૂપનું અનુમાન તથા સમગ્રહેતુથી કાર્યોત્પાદક અનુમાન સ્વીકારાયું છે. તે બંનેનો સમાવેશ પણ સ્વભાવહેતુ અનુમાનમાં જ થઈ જાય છે. જેમકે.. પૂર્વે રૂપક્ષણ રૂપાંતરને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. કારણ કે તેને એવોરસ ઉત્પન્ન કર્યો છે, જેમકે પહેલાં ઉપલબ્ધ રૂપ. આ રીતે પૂર્વરૂપથી રૂપાંતરને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું અનુમાન સ્વભાવહેતુથી જ કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધકોથી રહિત બીજાદિ સામગ્રી પોતાનું કાર્ય ઉત્પન્ન કરવામાં યોગ્યતાથી યુક્ત છે. કારણકે સમગ્ર છે. જેમકે પહેલા જોવાયેલી બીજાદિ સામગ્રી પોતાના કાર્યને ઉત્પન્ન કરતી હતી. આ રીતે અહીં પણ સ્વભાવહેતુથી જ યોગ્યતાનું અનુમાન કરાયું છે. આમ કહેલા અનુમાનોની સ્વભાવહેતુથી જ ઉત્પત્તિ માનવી જોઈએ. પરંતુ કારણથી થનારા કાર્યાનુમાનરૂપ નહિ. /૧૦ll
अथानुपलब्ध्यादिभेदेन त्रिविधस्यापि लिङ्गस्य यानि त्रीणि रूपाणि भवन्ति, तान्येवाहહવે અનુપલબ્ધિ આદિ ભેદથી ત્રણ પ્રકારના હેતુઓના જે ત્રણરૂપો થાય છે. તેને જ કહે છે.
रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता ।
विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ।।११।। શ્લોકાર્થ : (૧) પક્ષધર્મત્વ, (૨) સપક્ષમાં વિદ્યમાનતા (=સપક્ષસત્ત્વ), (૩) વિપક્ષમાં અવિદ્યમાનતા (=વિપક્ષાસત્ત્વ), આ પ્રમાણે ત્રણરૂપો હેતુના જાણવા.
व्याख्या साध्यधर्मविशिष्टो धर्मी पक्षः, तस्य धर्मः पक्षधर्मः, तद्भावः पक्षधर्मत्वम् । Bपक्षशब्देन चात्र केवलो धर्म्यवाभिधीयतेऽवयवे समुदायोपचारात् । यदि पुनर्मुख्य A "त्रैरुप्यं पुनर्लिङ्गस्यानुमेये सत्त्वमेव, सपक्ष एव सत्वम्, असपक्षे चासत्त्वमेव निश्चितम् ।।" न्यायबि० २/५ ।। B “પક્ષો ઘર્મી, અવયવે સમુદાયોપવારા" - (હેતુ વિ૦ - મૃ. ૧૨)