________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
१३३
केचित्तु माध्यमिकाः स्वस्थं ज्ञानमाहुः । तदुक्तम्-“अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो नहि बाह्यवस्तुविस्तरः (विसरः) सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ।। १ ।।" [ ] इति । ज्ञानपारमिताद्या दशग्रन्थाः । तर्कभाषा हेतुबिन्दुस्तट्टीकार्चटतर्कनाम्नी प्रमाणवार्तिकं तत्त्वसंग्रहो न्यायबिन्दुः कमलशीलो न्यायप्रवेशकश्चेत्यादयस्तद्ग्रन्था इति ।।
एवं बौद्धमतमभिधाय तदेव संचिक्षिप्सुरुत्तरं चाभिसंधिसुराह
बौद्धराद्धान्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः । बौद्धाराद्धन्तस्य सौगतसिद्धान्तस्य यद्वाच्यं तस्य संक्षेपोऽयमनन्तरोदितो निवेदितोऽभिहितः । इति श्रीतपागणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिक्रमकमलोपजीविशिष्यश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां बौद्धमतप्रकटनो नाम प्रथमोऽधिकारः ।। ટીકાનો ભાવાનુવાદ
યોગાચારમત આ પ્રકારે છે – આ સંસારમાત્ર વિજ્ઞાનસ્વરૂપ જ છે. બાહ્ય અર્થની સત્તા નથી. કારણ કે જ્ઞાનાદ્વૈત જ તાત્ત્વિક છે. જ્ઞાનસંતાન અનેક છે. સાકારબોધ પ્રમાણ છે. અનાદિકાલીન વાસનાના પરિપાકથી જ જ્ઞાનમાં નીલ, પીતાદિ અનેક આકારોનો પ્રતિભાસ થાય છે. આલયવિજ્ઞાન (અહંરૂપે ભાસતું જ્ઞાન) જ સર્વ વાસનાઓનો આધાર છે. આલયવિજ્ઞાનની વિશુદ્ધિને જ મોક્ષ કહેવાય છે.
માધ્યમિકમત આ પ્રકારે છે – આ જગત શૂન્ય છે. પ્રમાણ અને પ્રમેયનો વિભાગ સ્વપ્ન જેવો જ છે. શૂન્યતાના દર્શનથી મુક્તિ થાય છે અને ક્ષણિકત્વાદિ શેષભાવનાઓ શૂન્યતાના પોષણ માટે જ છે. કોઈક માધ્યમિકો જ્ઞાનને સાકાર માને છે. (કોઈ બાહ્ય પદાર્થ આલંબન નથી હોતો, તે નિરાલંબન જ હોય છે.) કહ્યું છે કે- “મતિમાનું વૈભાષિક જ્ઞાન અને અર્થનો સ્વીકાર કરે છે. સૌત્રાન્તિક બાહ્યવસ્તુના આ વિસ્તારને પ્રત્યક્ષ માનતો નથી. યોગાચાર સાકારબુદ્ધિને જ પરમતત્ત્વ માને છે અને માધ્યમિકો કાર નિરાલંબન જ્ઞાનને જ પરમતત્ત્વ માને છે” બૌદ્ધોના જ્ઞાનપારમિતા વગેરે દસ ગ્રંથો છે. તર્કભાષા, હેતુબિંદુ, અર્ચટકૃત હેતુબિંદુની