________________
१३२
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
અથવા વૈભાષિક સૌત્રાન્તિક, યોગાચાર, માધ્યમિકના ભેદથી ચાર પ્રકારે બૌદ્ધો છે. તેમાં આર્યસમિતીય જેનું બીજું નામ છે તે ભાષિકનો મત આ છે – વસ્તુ ચાર ક્ષણસ્થાયી હોય છે. અર્થાત્ ચારણ પર્યન્ત રહે છે. જન્મ (ક્ષણને) ઉત્પન્ન કરે છે. સ્થિતિ સ્થાપન કરે છે. જરા જર્જરીત કરે છે અને વિનાશ નાશ કરે છે. આત્મા પણ ચારક્ષણ સ્થાયી છે અને તેવા પ્રકારના આત્માને જ પુદ્ગલ કહેવાય છે.
અર્થની સાથે ઉત્પન્નથનાર તથા એકસામગ્રીને આધીન છે, એવો નિરાકારબોધ અર્થમાં પ્રમાણ છે. (અહીં યાદ રાખવું કે – જેમ પૂર્વ-અર્થક્ષણથી ઉત્તર-અર્થક્ષણ ઉત્પન્ન થાય છે, તે જ રીતે તેનાથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. પૂર્વ-અર્થક્ષણ ઉત્તર-અર્થક્ષણમાં ઉપાદાનકારણ હોય છે અને જ્ઞાનમાં નિમિત્તકારણ હોય છે.)
સૌત્રાન્તિક મત આ છે – સર્વ જીવોના રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર, આ પાંચ સ્કન્ધો હોય છે, પરંતુ આત્મા નથી. તે જ સ્કન્ધો પરલોકમાં જાય છે. તેઓને તે (સ્પષ્ટ) સિદ્ધાંત છે કે... હે ભિક્ષુઓ એ પાંચે વસ્તુઓ સંજ્ઞા માત્ર છે, પ્રતિજ્ઞામાત્ર છે, સંવૃત્તિમાત્ર છે અને વ્યવહારમાત્ર છે. તે પાંચ વસ્તુઓ કઈ છે ? (૧) અતીતકાલ (૨) અનાગતકાલ, (૩) સહેતુક વિનાશ, (૪) આકાશ, (૫) પુદ્ગલ.
અહીં પુગલ શબ્દથી નૈયાયિઆદિ પરપરિકલ્પિત નિત્ય-વ્યાપક ધર્મવાળા આત્મા અર્થનો અભિપ્રાય છે. અર્થાત્ નૈયાયિક આદિદ્વારા મનાયેલો નિત્ય-વ્યાપક ધર્મવાળો આત્મા છે, તે જ બૌદ્ધાએ માનેલ પુદ્ગલ છે. બાહ્યાર્થ હંમેશ અપ્રત્યક્ષ જ રહે છે. તે બાહ્યર્થની સત્તાનું જ્ઞાન તો જ્ઞાનમાં પ્રતિબિંબિત આકારથી જ કરાય છે. અર્થાત્ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતો આકાર અન્યથા અનુત્પન્ન રહે છે. તેથી બાહ્યર્થની સત્તાનું અનુમાન કરાય છે. સાકારબોધ જ પ્રમાણ છે. તથા સર્વ સંસ્કારો ક્ષણિક છે. સ્વલક્ષણ જ વાસ્તવિક અર્થ છે. પ્રતિક્ષણ વિનાશ પામતા રૂપ, રસ, ગંધ, તથા સ્પર્શના પરમાણુઓ તથા જ્ઞાન જ તત્ત્વ છે. શબ્દનો અર્થ (વા) (વિધિરૂપ હોતો નથી. પરંતુ) અન્યાપોહરૂપ હોય છે. જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને તથા પદાર્થના આકારને ગ્રહણ કરીને અર્થનું પરિચ્છેદક બને છે. નૈરામ્યભાવનાથી જ્ઞાનની સંતાનનો સર્વથા ઉચ્છેદ થાય છે અને તે જ મોક્ષ છે.
योगाचारमतं त्विदम्-विज्ञानमात्रमिदं भुवनम्, नास्ति बाह्योऽर्थः, ज्ञानाद्वैतस्यैव तात्त्विकत्वात् । अनेके ज्ञानसंतानाः । साकारो बोधः प्रमाणम् । वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासाः । आलयविज्ञानं हि सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेवापवर्ग इति । माध्यमिकदर्शने तु-शून्यमिदं, स्वप्नोपमः प्रमाणप्रमेययोः વિમ: | “પુસ્તુિ શૂન્યતા., તવર્ય શેષમાવના” [પ્રવા) ૧/ર૦૬] રૂતિ /