________________
१२८
षड्दर्शन समुश्यय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
કહેવાય છે. તે વિપક્ષમાં હેતનું એકાંતથી અસત્ત્વ તે વિપક્ષાસત્ત્વ. (જેમકે-અયોગોલક સાધ્ય વનિ કે સાધન ધૂમ બંનેથીરહિત હોવાથી વિપક્ષ છે. તે વિપક્ષમાં ધૂમ હેતુ એકાંતથી નથી. તે વિપક્ષાસત્ત.) આ ત્રીજું રૂપ છે અને તેનું બીજું નામ વ્યતિરેક પણ છે.
(૧) પક્ષધર્મત્વ, (૨) સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષાસત્ત્વ. આ ત્રણ હેતુ=લિંગના રૂપો છે. શ્લોકમાં પુર્વ' શબ્દ “તિ’ શબ્દાર્થક છે તથા વિમવ્યતા- એટલે હૃદયથી સમ્યગુ જાણવું.
तत्र हेतोर्यदि पक्षधर्मत्वं रूपं न स्यात्, तदा महानसादौ दृष्टो धूमोऽन्यत्र पर्वतादौ वह्नि गमयेत्, न चैवं गमयति, ततः पक्षधर्मत्वं रूपम् । तथा यदि सपक्षसत्त्वं रूपं न स्यात, तदा साध्यसाधनयोरगृहीतप्रतिबन्धस्यापि पुंसो धूमो दृष्टमात्रो धनंजयं ज्ञापयेत्, न चैवं ज्ञापयति, अतः सपक्षसत्त्वं रूपम् । तथा यदि विपक्षासत्त्वं रूपं न स्यात्, तदा धूमः साध्यरहिते विपक्षे जलादावपि वह्निमनुमापयेत्, न चैवमनुमापयति, तेन विपक्षासत्त्वं रूपम् । अथवाऽनित्यः शब्दः, काकस्य काात्, अत्र न पक्षधर्मः । अनित्यः शब्दः, श्रावणत्वात्, अत्र सपक्षविपक्षाभावादेव न सपक्षसत्त्वविपक्षासत्त्वे । अनित्यः शब्दः प्रमेयत्वात्, पटवत् । लोहलेख्यं वज्रं पार्थिवत्वात्, द्रुमादिवत् । सलोमा मण्डूकः, उत्प्लुत्योत्प्लुत्यगमनात्, हरिणवत् । निर्लोमा वा हरिणः उत्प्लुत्योत्प्लुत्यगमनात्, मण्डूकवत् । एष्वनित्यत्वादिसाध्यविपर्ययेऽपि हेतूनां वर्तनान्न विपक्षासत्त्वम् । तत एतानि त्रीणि समुदितानि रूपाणि यस्य हेतोर्भवन्ति, स एव हेतुः स्वसाध्यस्य गमको भवति, नापरः । ટીકાનો ભાવાનુવાદ:
જો પક્ષધર્મત્વ હેતુનું સ્વરૂપ ન માનીએ તો મહાનસ (રસોડા)માં જોયેલા ધૂમથી અન્યત્ર પવર્તાદિમાં પણ અગ્નિનું અનુમાન થવું જોઈએ. પણ તેવું નથી. તેથી (નિયતધર્મીમાં જ સાધ્યના અનુમાનની વ્યવસ્થા માટે) પક્ષધર્મત્વ હેતુનું સ્વરૂપ અવશ્ય માનવું જોઈએ. તેમજ જો સપક્ષસત્ત્વ હેતુનું સ્વરૂપ ન માનીએ, તો જે વ્યક્તિએ સાધ્ય અને સાધનનો અવિનાભાવસ્વરૂપસંબંધ ગ્રહણ કર્યો નથી, તેને (પ્રથમવાર) માત્ર ધૂમને જોઈને અગ્નિનું અનુમાન થઈ જવું જોઈએ. પરંતુ એવું અનુમાન થતું જણાતું નથી. તેથી સપક્ષસત્ત્વને પણ હેતુનું સ્વરૂપ માનવું જોઈએ. (જે વ્યક્તિએ સાધ્ય-સાધનના નિયતસાહચર્યસ્વરૂપ વ્યાપ્તિને જાણી નથી, તેને ધૂમ અગ્નિનું અનુમાન કરાવી શકતો નથી. તેથી સપક્ષસત્ત્વને પણ હેતુનું સ્વરૂપ માનવું જોઈએ.) તે પ્રમાણે જો હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નહિ માનો તો, ધૂમ હેતુ સાધ્યરહિત અર્થાત્