________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
१२७
एव साध्यधर्मविशिष्टो धर्मी पक्षो गृह्येत, तदानुमानं व्यर्थमेव स्यात्, साध्यस्यापि धर्मिवत्सिद्धत्वात् । ततश्च पक्षधर्मत्वं पक्षे धर्मिणि हेतोः सद्भावः । स च प्रत्यक्षतोऽनुमानतो वा प्रतीयते । तत्र प्रत्यक्षतः कस्मिंश्चित्प्रदेशे धूमस्य दर्शनम् । अनुमानतश्च शब्दे कृतकत्वस्य निश्चयः । इदमेकं रूपम् । तथा समानः पक्षः सपक्षः, तस्मिन्सपक्षे दृष्टान्ते विद्यमानता हेतोरस्तित्वं सामान्येन भाव इत्यर्थः । इदं द्वितीयं रूपं, अस्य च ‘अन्वयः' इति द्वितीयमभिधानम् । तथा विरुद्धः पक्षो विपक्षः साध्यसाधनरहितः, तस्मिन्विपक्षे नास्तिता हेतोरेकान्तेनासत्त्वम् । इदं तृतीयं रूपम्, अस्य च 'व्यतिरेक' इति द्वितीयमभिधानम् । एतानि पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वलक्षणानि हेतोर्लिङ्गस्य त्रीणि रूपाणि । एवंशब्दस्य इतिशब्दार्थत्वादिति विभाव्यतां हृदयेन सम्यगवगम्यताम् ।
ટીકાનો ભાવાનુવાદ: સાધ્યધર્મથી યુક્ત ધર્મીને પક્ષ કહેવાય છે. તે પક્ષના ધર્મને પક્ષધર્મ કહેવાય છે. અર્થાત્ હેતુનું પક્ષમાં રહેવું તે પક્ષધર્મc.) પક્ષ શબ્દ જોકે સાધ્યધર્મથી યુક્ત ધર્મીમાં રુઢ છે. છતાં પણ અહીં પક્ષ શબ્દથી કેવલ ધર્માનું જ ગ્રહણ કરવું. અહીં અવયવભૂતશુદ્ધધર્મીમાં સમુદાયવાચી પક્ષનો ઉપચાર કરીને પણ શબ્દથી શુદ્ધધર્મનું કથન કર્યું છે.
જો સાધ્યધર્મથી વિશિષ્ટધર્મી જ મુખ્યપણે પક્ષ શબ્દદ્વારા વિવલિત કરાય તો અનુમાન જ વ્યર્થ થઈ જશે. કારણ કે (પક્ષના ગ્રહણ સમયે) ધર્મિની જેમ ધર્મ સાધ્ય પણ સિદ્ધ જ હોય છે. તેથી પક્ષધર્મત્વનો અર્થ છે – પક્ષમાં અર્થાત્ ધર્મીમાં હેતુનો સદ્ભાવ હોવો. હેતુની પક્ષધર્મતાનું જ્ઞાન પ્રત્યક્ષથી કે અનુમાનથી થાય છે. તેમાં પ્રત્યક્ષથી કોઈ પ્રદેશમાં (જ્યાં અગ્નિની સિદ્ધિ કરવી ઇષ્ટ છે, ત્યાં) ધૂમનું દર્શન કરવાથી પક્ષધર્મતાનું ગ્રહણ થઈ જાય છે. (અનિયત્વને સિદ્ધ કરવા પ્રયોજાયેલા) કૃતકત્વ હેતુનું શબ્દરૂપ પક્ષમાં રહેવું, તે અનુમાનદ્વારા જણાય છે. આ રીતે પક્ષધર્મત્વ એકરૂપ છે.
સમાન પક્ષને સપક્ષ કહેવાય છે. તે સપક્ષમાં અર્થાત્ દૃષ્ટાંતમાં હેતુની વિદ્યમાનતા=અસ્તિત્વ (તે સામાન્યથી) સપક્ષસત્ત્વ કહેવાય છે. (પર્વતો વહિનામનું ધૂમ, સ્થળ પર્વતરૂપ પક્ષમાં હેતુ=ધૂમનું રહેવું તે પક્ષધર્મત્વ અને સપક્ષ એવા મહાનસમાં હેતુ ધૂમનું રહેવું તે સપક્ષસત્ત.) આ સપક્ષસત્ત્વ બીજું રૂપ છે અને તેનું બીજું નામ અન્વય છે.
તથા વિરુદ્ધ પક્ષને વિપક્ષ કહેવાય છે. અર્થાત્ સાબ-સાધનરહિત જે હોય તે વિપક્ષ c “तत्र पक्षधर्मस्य साध्यधर्मिणि प्रत्यक्षतोऽनुमानतो वा प्रसिद्धिः । यथा प्रदेशे धूमस्य शब्देवा कृतकत्वस्य” (हेतु वि० पृ-५३)