________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन
१२५
છે. અહીં શ્લોકમાં છેલ્લા પાદમાં નવ અક્ષરો હોવા છતાં પણ શ્લોક ઋષીપ્રણીત હોવાથી દોષ નથી. (ટુંકમાં) કહેવાનો આશય એ છે કે જેમ લોકમાં છત્રાદિ લિંગોને જોવા દ્વારા લિંગી એવા રાજાનો નિશ્ચય કરાય છે, તેમ ત્રણ સ્વરૂપવાળા ક્યાંક પ્રાપ્ત થયેલ ધૂમાદિ લિંગ વડે પરોક્ષપદાર્થ એવા લિંગી વહુન્યાદિની સત્તાનું ત્યાં જ્ઞાન થાય છે. આ લિંગથી થતા લિંગિના જ્ઞાનને અનુમાન કહેવાય છે. તે અનુમાન બે પ્રકારે છે. (૧) સ્વાર્થનુમાન, (૨) પરાર્થનુમાન. તેમાં જ્યારે ત્રણરૂપવાળા લિંગથી સ્વયં લિંગિ એવા સાધ્યનું જ્ઞાન થાય છે, તે સ્વાર્થાનુમાન કહેવાય છે. પરંતુ જ્યારે બીજાને સાધ્યનું જ્ઞાન કરાવવા માટે ત્રણરૂપવાળા હેતુનું કથન કરવામાં આવે, ત્યારે તે પરાર્થાનુમાન કહેવાય છે. શ્લોકમાં “ફ્રિજ્ઞાને તુ’ કહ્યું, તેમાં તુ શબ્દ લિંગના ભેદોને સૂચિત કરે છે.
અહીં શ્લોકમાં જે ત્રણરૂપવાળા લિંગને લિંગિ(સાધ્ય)નો ગમક કહ્યો છે, તે લિંગ ત્રણ પ્રકારનું છે. (૧) અનુપલબ્ધિહેતુ (૨) સ્વભાવ, (૩) કાર્યક્ષેતુ. તેમાં અનુપલબ્ધિના મૂલભેદની અપેક્ષાએ ચાર પ્રકાર છે. (૧) વિરુદ્ધોપલબ્ધિ (૨) વિરુદ્ધ કાર્યોપલબ્ધિ, (૩) કારણાનુપલબ્ધિ, (૪) સ્વભાવાનુપલબ્ધિ. (ચારે પ્રકારોને ઉદાહરણ સાથે સમજાવે છે.)
(૧) વિરુદ્ધોપલબ્ધિ યથા નાત્ર શીતસ્પs: અહીં શીતસ્પર્શ નથી. કારણકે તેનો વિરોધી અગ્નિ ઉપલબ્ધ છે.
(૨) વિરુદ્ધ કાર્યોપલબ્ધિ યથા નાત્ર શીતસ્પર્શી ઘૂમર્ ! અહીં શીત સ્પર્શ નથી. કારણકે તેના વિરોધી અગ્નિનું કાર્ય ધૂમ ઉપલબ્ધ છે.
(૩) કારણાનુપલબ્ધિ ઃ યથા નાત્ર ધૂમોડમાવત્ | અહીં ધૂમ નથી. કારણ કે (ધૂમરૂપ કાર્યનું) કારણ અગ્નિ ઉપલબ્ધ નથી.
(૪) સ્વભાવાનુપલબ્ધિ : યથા નાત્ર ધૂમ ઉપસ્થિઋક્ષTIVITHચ-અનુપબ્ધિઃ | અહીં ધૂમ નથી. કારણકે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત થવા છતાં પણ તેની ઉપલબ્ધિ નથી અથવા દશ્ય હોવા છતાં પણ તેની ઉપલબ્ધિ થતી નથી. (ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તનો અર્થ છે - ધૂમની ઉપલબ્ધિની યાવતું સામગ્રીનું સમવધાન હોવું.)
વળી શેષયાત અનુપલબ્ધિ પણ ધર્મબિંદુ વગેરે શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલી છે. તે સાતનો (ઉપરોક્ત) ચારમાં અંતર્ભાવ થઈ જાય છે. કારણકે તે સાત, આ ચારના પ્રતિભેદરૂપ છે. તેથી અહીં પૃથફ કહી નથી.
સ્વભાવ હેતુઃ યથા વૃક્ષોનાં શિશપાત્વાન્ ! આ વૃક્ષ છે. કારણકે શિશપા છે. કાર્યહેતુઃ યથા શરત્ર ઘૂમતું ! અહીં અગ્નિ છે. કારણકે (અગ્નિનું) કાર્ય ધૂમ છે. આ અનુપલબ્ધિવગેરે ત્રણહેતુઓમાં તાદાત્મ અને તદુત્પત્તિસંબંધના કારણે