________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
१०३
ફલવાળા હોય છે. (અર્થાત્ સર્વ વાક્ય વ્યવચ્છેદ કરવાવાળું હોય છે.) (જેમકે) (૧) ચૈત્રો ધનુર્ધર:' માં “ કાર પ્રયોગ ન હોવા છતાં વિવક્ષાથી “ધનુર્ધર” વિશેષણ સાથે જોડાયેલ જ છે. તેનાથી અયોગનો વ્યવચ્છેદ થાય છે. (અર્થાત્ અહીં ચૈત્રમાં ધનુર્ધરત્વના અભાવ (અયોગ)નો વ્યવચ્છેદ એ ‘વ’ “કારનું ફલ છે. (૨) “ર્થો ધનુર્ધર' પ્રયોગમાં “ઈવ' કાર ન હોવા છતાં વિવક્ષાથી “પાર્થ વિશેષ્ય સાથે જોડાયેલો જ છે. તેનાથી અન્યયોગનો વ્યવચ્છેદ થાય છે. (અર્થાત્ “પાર્થ જ ધનુર્ધર છે.” પ્રયોગમાં માં પાર્થ (અર્જુન) સિવાયના અન્યમાં ધનુર્ધરત્વનો
સ્વરૂપ કોઈ નથી. કોઈ વસ્તુને આદિમાનું માનવી જે પ્રકારે કાલ્પનિક છે, તે પ્રકારે અન્ય વસ્તુને આદિહીનમાનવી પણ કાલ્પનિક છે. આદિ અને અંત બંને પરસ્પર-વિરુદ્ધ ધારણાઓ છે. આ
ધારણાઓની શૂન્યતા બતાવવી તે આ પ્રભેદનો અભિપ્રાય છે. (૧૧) અનવકાર - શુન્યતા : અનવકાર' નો અભિપ્રાય “અનુપધિશેષ નિર્વાણ થી છે. જેનું અપાકરણ કોઈપણ પ્રકારે
કરી શકાતું નથી તે “અનુપધિશેષ નિર્વાણ' છે. આ કલ્પના પણ શૂન્યરૂપ છે. કારણકે “અપાકરણ' ક્રિયારૂપ હોવાથી “અનાપકરણ'ની ભાવના પર અવલંબિત છે. “અપાકરણ” પોતાનાથી વિરોધી
કલ્પનાની પર આશ્રિત છે. આથી સાપેક્ષ હોવાનાકારણે શૂન્યરૂપ છે. (૧૨) પ્રકત શન્યતા: કોઈ વસ્તુની પ્રકતિ અથવા સ્વભાવ સર્વ વિદ્વાનોદ્વારા મળીને પણ ઉત્પન્ન કરી શકાતો નથી. તેનું
પોતાનું કોઈ વિશિષ્ટરૂપ નથી. તે સંસ્કૃતરૂ૫ હોય કે અસંસ્કૃતરૂપ હોય, પણ તેમાં કોઈ પ્રકારની
પરિવર્તન અને અપરિવર્તન ક્રિયા કરી શકાતી નથી. (૧૩) સર્વધર્મ શૂન્યતા : જગતના સમસ્તધર્મ (પદાર્થ) સ્વભાવથી વિહીન છે. કારણ કે સંસ્કૃત અને અસંસ્કૃત બંને
પ્રકારોથી સંબંધ રાખવાવાળા ધર્મ પરસ્પર અવલંબિત હોય છે. આથી તે પરમાર્થસત્તાથી વિહીન છે. (૧૪) લક્ષણ શૂન્યતાઃ લક્ષણ પણ વસ્તુતઃ શૂન્ય છે, કારણકે હેતુ પ્રત્યયથી ઉત્પન્ન થવાના કારણે તેની પણ કોઈ સ્વતંત્ર
સત્તા નથી. આથી વસ્તુઓનું સામાન્ય તથા વિશેષલક્ષણ (જેનાથી વસ્તુનું સ્વરૂપ બતાવાય છે તે
લક્ષણ) નામમાત્ર (વિજ્ઞપ્તિમાત્ર) છે. (૧૫) ઉપલક્ષ્મ શૂન્યતાઃ ભૂત, વર્તમાન, ભવિષ્ય - આ ત્રિવિધ કાલની કલ્પના દિશાની કલ્પના સમાન બિલકુલ
નિરાધાર છે. મનુષ્ય પોતાના વ્યવહાર માટે કાલની કલ્પના ઊભી કરે છે. કાલ એવો કોઈ સ્વતંત્ર
પદાર્થ નથી કે જેની સત્તા સ્વતંત્રપ્રમાણોથી સિદ્ધ કરી શકાય. (૧૭) અભાવ-સ્વભાવ શૂન્યતા: અનેકધર્મોના સંયોગથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેનું પણ કોઈ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ
નથી હોતું, કારણકે પરસ્પર સાપેક્ષ હોવાના કારણે એવી વસ્તુની સ્વતંત્ર સત્તા હતી જ નથી. (૧૭) ભાવ શૂન્યતા: પંચસ્કન્ધના સમુદાયને સાધારણતયા આપણે આત્મા નામથી ઓળખીએ છે. પરંતુ તે પંચસ્કન્ધો
પણ સ્વરૂપથી હીન છે. સ્કન્ધ શબ્દનો અર્થ છે રાશિ કે સમુદાય. જે વસ્તુ સમુદાયાત્મક હોય છે તે સ્વત: સિદ્ધ હોતી નથી. એટલા માટે તે (રાશિ) જગતના પદાર્થોની કોઈપણ પ્રકારે પણ નિમિત્ત નથી
બનતી. સ્કન્ધની સત્તાનો નિષેધ આ વિભાગનું તાત્પર્ય છે. (૧૮) અભાવ શૂન્યતા : આકાશ અને બંને પ્રકારનો નિરોધ (પ્રતિસંખ્યાનિરોધ અને અપ્રતિસંખ્યા નિરોધ)
સ્વભાવરહિત છે. તે કેવલ સંજ્ઞામાત્ર છે. તે વસ્તુત: સાંસારિક સત્યતાના અભાવરૂપ હોવાથી સ્વયં સત્તાહીન છે.