________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
પ્રત્યક્ષ અને અનુમાનસ્વરૂપ બે જ પ્રમાણ છે. તે આ પ્રમાણે છે-પરોક્ષપદાર્થ પ્રમાણ વડે સાક્ષાત્ પ્રતીત થતો નથી. (જો પરોક્ષપદાર્થ પણ પ્રમાણ વડે સાક્ષાત્ પ્રતીત થાય છે, તેમ માનશો તો) પરોક્ષપદાર્થ અપરોક્ષ(પ્રત્યક્ષ) બની જવાની આપત્તિ આવશે. (કારણ કે પ્રમાણ વડે સાક્ષાત્ પ્રતીત ન થાય તે જ પ્રમાણનું લક્ષણ છે.)
१०९
(અનુમાન એક વિકલ્પજ્ઞાન છે. છતાં વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પથી ઉત્પન્ન થવાના બદલે) માત્ર સ્વતંત્રવાસનાથી ઉત્પન્ન થતુંહોય તો તે રાજ્યાદિ - વિકલ્પની જેમ અપ્રમાણ જ છે. અર્થાત્ “હું રાજા છું” આવું વિકલ્પજ્ઞાન કોઈ ‘રાજ્ય’ જેવા પદાર્થનો સાક્ષાત્કાર કરવાવાળા પ્રત્યક્ષથી ઉત્પન્ન નથી થયું, પરંતુ પોતાની સ્વતંત્રકલ્પના (વાસના) માત્રથી ઉત્પન્ન થયું છે અને તેથી અપ્રમાણ છે. (અર્થાત્ કહેવાનો આશય એ છે કે ‘પર્વતો દેિમાન્' આવું વિકલ્પજ્ઞાન થાય છે, ત્યારે તે વિકલ્પજ્ઞાન ‘અગ્નિ’ પદાર્થનો સાક્ષાત્કાર કરવાવાળા ધૂમપદાર્થના પ્રત્યક્ષથી ઉત્પન્ન થયું છે. પરંતુ સ્વતંત્રકલ્પનામાત્રથી નહિ. જ્યારે અહીં ‘હું રાજા છું' આ વિકલ્પજ્ઞાન ‘રાજ્ય' જેવા પદાર્થના પ્રત્યક્ષથી ઉત્પન્ન નથી થયું, માત્ર સ્વતંત્રકલ્પના(વાસના)માત્રથી થયું છે.) ટુંકમાં સ્વતંત્રવિકલ્પથી થતું જ્ઞાન પ્રમાણરૂપ નથી. કારણકે (પૂર્વે કહ્યું તેમ) પરોક્ષ અર્થની સાથે અવિનાભાવસંબંધ નહિ રાખનારો વિકલ્પ અવશ્ય પરોક્ષઅર્થને વ્યભિચારી હોય છે. એટલે કે.. જે વિકલ્પ પરોક્ષઅર્થની સાથે અવિનાભાવ રાખતો નથી, તે વિકલ્પ નિયમથી અવિસંવાદિ થઈ શકતો નથી. વળી જે લિંગભૂત અર્થ, પોતાના સાધ્યવિના પણ થઈ જાય છે તે લિંગભૂત અર્થથી પોતાના સાધ્યનું (પરોક્ષાર્થનું) નિયમપૂર્વક જ્ઞાન થતું નથી.
જો લિંગભૂત અર્થનો સાધ્ય સાથે સંબંધ ન હોય તો પણ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે, તેમ માનશો તો અતિવ્યાપ્તિ આવશે. અર્થાત્ અસંબદ્ધલિંગથી પરોક્ષાર્થનું (સાધ્યનું) અનુમાન માનશો તો કોઈપણ લિંગથી કોઈપણસાધ્યનું અનુમાન થઈજવાની આપત્તિ આવશે. જેમકે
આથી સમ્મિતીયોએ એક છઠ્ઠા માનસવ્યાપારની સત્તા માની છે. તે માનસ-વ્યાપારનું નામ પુદ્ગલ છે. તે પુદ્દગલ સ્કન્ધોની સાથે જ રહે છે.
આથી નિર્વાણમાં જ્યારે સ્કન્ધોનો નિરોધ થઈ જાય છે, ત્યારે પુદ્ગલનો પણ ઉપશમ અવશ્ય થાય છે. આ પુદ્ગલ ન તો સંસ્કૃત કહેવાય છે કે ન તો અસંસ્કૃત. પુદ્ગલ સ્કન્ધોની સમાન ક્ષણિક નથી. આથી તેમાં સંસ્કૃત ધર્મોના ગુણો વિદ્યમાન નથી રહેતા. પુદ્ગલ નિર્વાણની સમાન ન તો અપરિવર્તનીય છે, ન તો નિત્યસ્થાયી છે. તેથી તેને અસંસ્કૃત પણ નહીં કહી શકાય.
સમ્મિતીયસંપ્રદાયના અન્ય સિદ્ધાંતો : (૧) પંચવિજ્ઞાન ન તો રાગ ઉત્પન્ન કરે છે, ન તો વિ રાગ. (૨) વિરાગને ઉત્પન્ન કરવા માટે સાધકને સંયોજનો - બંધનો તોડવા પડે છે. (૩) દર્શનમાર્ગમાં રહેવાથી સંયોજનોનો નાશ નથી થતો. પરંતુ ભાવના-માર્ગમાં ૨હેવાથી તે સંયોજનોનો નાશ અવશ્ય થાય છે.