________________
११०
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
મહાનસીય ધૂમથી પર્વતીયવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. પર્વતીયધૂમથી ગોષ્ઠીયવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે ધર્મિ સાથે અસંબદ્ધલિંગથી પણ ધર્મિનું જ્ઞાન અનુમાન થાય તેમ માનવામાં પ્રત્યાત્તિના નિયમનનો અભાવ થઈ જાય છે. અર્થાતુ પર્વતીયધૂમ-પર્વતીયવનિ પ્રયાસત્તિ (નિકટતા)નો નિયમ રહેશે નહિ. નિયમના અભાવથી મહાનસીયધૂમથી પણ પર્વતીયવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. વળી નિયત પ્રયાસત્તિના નિયમવિના એક મહાનાયધૂમથી જ પર્વતીયવહિન, ચત્વરીયવનિ, ગૌષ્ઠીયવનિ વગેરે તમામવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. અર્થાત્ એક જ લિંગ સર્વત્ર સાધ્યના જ્ઞાનમાં કારણ બની જવાની આપત્તિ આવશે.
આથી પોતાના સાધ્યની સાથે સંબદ્ધ (અર્થાતુ અવિનાભાવ રાખવાવાળું) તથા નિયતધર્મીમાં વિદ્યમાનલિંગથી થવાવાળા જેટલા પણ સમ્યગુવિકલ્પો છે, તેમનો અનુમાનમાં અંતર્ભાવ થાય છે. કારણકે “અવિનાભાવિલિંગથી લિંગી (સાધ્ય)નું જ્ઞાન થાય તે અનુમાન કહેવાય છે આ અનુમાનનું લક્ષણ છે. તથા પ્રયોગ આ પ્રમાણે છે- ૨-૩પ્રત્યક્ષ તલનુમાનાન્તર્ખત, યથા ઢિાવ૮માવેિ | અર્થાત્ જે અપ્રત્યક્ષ છે, તેનો અનુમાનમાં સમાવેશ થાય છે. જેમકે લિંગના બલથી થનારું અપ્રત્યક્ષલિંગીનું જ્ઞાન અનુમાન ગણાય છે. (તેમ અપ્રત્યક્ષજ્ઞાનનો અનુમાનમાં સમાવેશ થાય છે.).
વળી અપ્રત્યક્ષ એવા શબ્દાદિપ્રમાણોનો પણ અનુમાનમાં સમાવેશ થઈ જાય છે. કારણ કે શબ્દાદિરૂપ આગમજ્ઞાન પણ અપ્રત્યક્ષ હોય છે અને પ્રત્યક્ષથી ભિન્ન પ્રમાણ અનુમાન હોવાથી શબ્દાદિરૂપ આગમજ્ઞાનનો પણ અનુમાનમાં સમાવેશ થઈ જાય છે. આ શબ્દાદિપ્રમાણને અનુમાનમાં અંતર્ભાવ માનવામાં) સ્વભાવહેતુ છે. વળી જેનો જેમાં અંતર્ભાવ થાય, તેનો તેનાથી બહિર્ભાવ ન હોય. જેમકે પ્રસિદ્ધ એવા અપ્રત્યક્ષજ્ઞાનનો અનુમાનમાં અંતર્ભાવ થાય છે, તેથી અપ્રત્યક્ષ એવા શબ્દાદિપ્રમાણોનો પણ અનુમાનમાં અંતર્ભાવ થાય. પરંતુ બહિર્ભાવ ન થાય.
આમ અંતર્ભાવ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ સ્વરૂપ છે. અર્થાત્ પ્રત્યક્ષથી અન્ય પ્રમાણ અનુમાન છે. એ રીતે સ્વભાવવિરુદ્ધ ઉપલબ્ધિથી પ્રત્યક્ષસિવાયના અપ્રત્યક્ષ શબ્દાદિજ્ઞાનોનો અનુમાનમાં અંતર્ભાવ થઈ જાય છે. કારણ કે અંતર્ભાવ અને બહિર્ભાવ એકબીજાનો પરિહાર કરવાવાળા હોવાથી બંને વિરોધી છે. (અર્થાતુ પ્રત્યક્ષપદાર્થવિષયક જ્ઞાન અને પરોક્ષપદાર્થ વિષયક જ્ઞાન પરસ્પરનો પરિહાર કરે છે, માટે વિરોધી છે. તેથી તે બંનેનો એકબીજામાં અંતર્ભાવ ન થાય. તેમ શબ્દાદિપ્રમાણો, અપ્રત્યક્ષપદાર્થવિષયક હોવાના કારણે તેમનો સમાવેશ પ્રત્યક્ષમાં ન થાય, પણ અપ્રત્યક્ષવિષયક અનુમાનમાં થાય. આથી શબ્દાદિપ્રમાણોનો અંતર્ભાવ અનુમાનમાં છે. પરંતુ પ્રત્યક્ષમાં બહિર્ભાવ છે.)