________________
१२०
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
શંકા : જો ક્ષણિક (ક્ષણસ્થાયી) પરમાણુઓ જ તાત્ત્વિક હોય છે, તો ઘટ, પટ, સાદડી, કુટાદિ સ્થૂલપદાર્થોના પ્રતિભાસમાં નિમિત્ત કોણ છે ?
સમાધાન ઃ નિરાલંબન એવી અનાદિકાલીનમિથ્યાવાસનાના બલથી ઘટાદિ પૂલપદાર્થો છે, એવો પ્રતિભાસ પ્રવર્તેલો છે. અર્થાત્ જેમ આકાશમાં કેશ અને સ્વપ્નનું જ્ઞાન નિર્વિષયક હોવાથી મિથ્યા છે. તેમ નિરાલંબન અનાદિકાલીનવાસનાથી પ્રતિભાસિત ઘટાદિ પદાર્થો પણ નિર્વિષયક હોવાથી મિથ્યા છે, તાત્ત્વિક નથી. તાત્ત્વિક તો માત્ર પરમાણુઓ જ છે. જેથી પ્રમાણવાર્તિકમાં કહ્યું છે કે.
“જેમ બાળકો વડે બાહ્યપદાર્થોનો વિકલ્પ કરાય છે, છતાં તે બાહ્યપદાર્થ વિદ્યમાન હોય તેવું બનતું નથી. (તેમ) વાસનાયુક્ત ચિત્તમાં (જે બાહ્યઅર્થો વાસ્તવિક નથી તેનો પણ) અવભાસ પ્રવર્તે છે. (અર્થાત્ મિથ્યાવાસનાથી કલુષિત અજ્ઞાન લોક જે જે સ્થિર-સ્થૂલ આદિ સ્વરૂપથી પદાર્થોની કલ્પના કરે છે, વસ્તુત: તે અર્થો તે સ્વરૂપથી કોઈપણરીતે બાહ્યમાં પોતાની સત્તા રાખતા નથી, પરંતુ મિથ્યાવાસનાથી લૂષિત ચિત્ત તે તે અર્થોના આકારમાં પ્રતિભાસિત થાય છે.) I/૧ી” તથા.
બુદ્ધિથી અનુભાવ્ય = અનુભવ કરવા યોગ્ય બીજો પદાર્થ નથી કે બુદ્ધિને ગ્રહણ કરનાર બીજો કોઈ ગ્રાહક અનુભવ નથી. (આથી) આ બુદ્ધિ ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત બનીને સ્વયં જ પ્રકાશમાન થાય છે. રા”
શંકા : પ્રત્યક્ષથી ક્ષણિકપરમાણુરૂપ સ્વલક્ષણનો અનુભવ કેવી રીતે થાય છે ?
સમાધાન : પ્રત્યક્ષપ્રમાણ સન્નિહિત (નજીક) એવી વર્તમાન ક્ષણરૂપ વસ્તુના સ્વરૂપને પ્રગટ કરે છે. પરંતુ વસ્તુની ભૂત અને ભાવિક્ષણો સન્નિહિત નહિ હોવાથી તેના સ્વરૂપને પ્રગટ કરતું નથી. આમ પ્રત્યક્ષપ્રમાણ વડે વર્તમાનક્ષણરૂપ વસ્તુના સ્વરૂપનું સંવેદન કરાય છે.
શંકા : જો પ્રત્યક્ષથી ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણનો અનુભવ થાય છે. અર્થાત્ પ્રત્યક્ષથી ક્ષણિકતાનું જ્ઞાન થાય છે, તો જેમ નલ પ્રત્યક્ષથી નીરુપતા નો નિર્ણય કરાવનાર “આ નીલ છે' આવું વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ પ્રત્યક્ષની પછી વસ્તુની ક્ષણિકતાનો નિર્ણય કરવાવાળું “આ ક્ષણિક છે” આવું જ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? (અર્થાતું પ્રત્યક્ષ પછી પણ “આ વસ્તુ સ્થિર છે આવું જણાય છે, પરંતુ “આ ક્ષણિક છે' આવું કેમ જણાતું નથી ?).
સમાધાનઃ (આવા ક્ષણિકતાનો નિર્ણય પ્રત્યક્ષથી થતો નથી. કારણ કે વસ્તુનું પ્રત્યક્ષ થાય ત્યારે) વસ્તુની પૂર્વ દેશ, કાલ, દશાની સંબંધિતાનો અધ્યવસાય કરતી સ્મૃતિ થાય છે. તે સ્મૃતિ વસ્તુની ક્ષણિકતાનો નિર્ણય થવા દેતી નથી. કહેવાનો આશય એ છે કે નિર્વિકલ્પકદર્શન દ્વારા જે સમયે પદાર્થની ક્ષણિકતાનો અનુભવ થાય છે. તે જ સમયે તે પદાર્થની પૂર્વેદેશસંબંધિતા,