________________
११२
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
"न प्रत्यक्षपरोक्षाभ्यां मेयस्यान्यस्य संभवः । तस्मात्प्रमेयद्वित्वेन प्रमाणद्वित्वमिष्यते T9 II” [s.વાવ ૨૬૩]રૂતિ |
अत्र शाब्दोपमानार्थापत्त्यभावादिप्रमाणान्तराणां निराकरणं प्रत्यक्षानुमानयोरन्तर्भावनं वा यथा भवति, तथा प्रमाणसमुच्चयादिबौद्धग्रन्थेभ्यः संमत्यादिग्रन्थेभ्यो वावगन्तव्यम् । ग्रन्थगौरवभयात्तु नोच्यते । ततः स्थितमेतत्, प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे રૂતિ સાઉI ટીકાનો ભાવાનુવાદ :
શંકા પરોક્ષવિષયક પ્રમાણનો અનુમાનમાં અંતર્ભાવ ભલે થાઓ, પરંતુ અર્થાન્તરવિષયક શબ્દાદિપ્રામાણોનો અનુમાનમાં અંતર્ભાવકરવો યોગ્ય નથી. અર્થાત્ આગમાદિપ્રમાણો ભિન્ન પ્રકારના પદાર્થોને વિષય બનાવે છે. આથી તેમનો સમાવેશ અનુમાનમાં કરવો ઉચિત નથી.
સમાધાન : (જગતમાં) પ્રત્યક્ષ અને પરોક્ષથી ભિન્ન કોઈ અન્ય પ્રમેય નથી અને પ્રમેયરહિત પ્રમાણનું પ્રામાણ્ય સંભવતું નથી. તથા “જેના વડે અર્થ (પ્રમેય) જણાય = જ્ઞાન કરાય છે, તે પ્રમાણ કહેવાય છે.” આ વ્યુત્પત્તિથી પ્રમેયસહિતના પ્રમાણમાં જ પ્રમાણતા રહે છે, એમ સિદ્ધ થાય છે. આ વાત ને વધુ સ્પષ્ટ કરવા ઉદાહરણસહિત પ્રયોગ બતાવે છે. ત્
વિદ્યમાન પ્રમેયં ન ત–મા, યથા જેશીંડુદ્ધિજ્ઞાનમ્ | અર્થાત્ “જે જ્ઞાનનું પ્રમેય (જગતમાં) વિદ્યમાન નથી, તે જ્ઞાન પ્રમાણ નથી.” જેમકે સ્વચ્છ આકાશમાં (ધૂપના કારણે) દેખાતાવાળ અને મચ્છરના આકારવાળું જ્ઞાન.
(કહેવાનો આશય એ છે કે યોગ્ય તિ પ્રમેય તથા પ્રમીયતેગનેનાર્થ તિ પ્રHIVF - અર્થાત્ જે પ્રમાને (જ્ઞાન કરવાને યોગ્ય) હોય તે પ્રમેય કહેવાય છે તથા જેનાવડે અર્થ (પ્રમેય) જણાય (પ્રતીત થાય) છે તે પ્રમાણ કહેવાય છે. આ વ્યુત્પત્તિથી સપ્રમેય પ્રમાણનું પ્રામાણ્ય સ્થિત થાય છે. પ્રમેયરહિત પ્રમાણનું પ્રામાણ્ય નથી. તેથી આકાશમાં વાળ અને મચ્છરરૂપ પ્રમેય ન હોવા છતાં વાળ-મચ્છરવાળા આકાશનું જ્ઞાન થાય તે અપ્રમાણરૂપ છે.) તથા પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત આગમાદિપ્રમાણોનો પ્રમેય(વિષય)વિદ્યમાન નથી. (આથી તે પ્રમાણ થઈ શકતા નથી.) આ હેતુ કારણાનુલબ્ધિ છે. અર્થાત્ પ્રમેય (વિષય) રહિત (પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત)પ્રમાણો ઉપલબ્ધિ(જ્ઞાન)ના કારણ બનતા નથી.
કારણ કે પ્રમેય સાક્ષાતુ કે પરંપરાએ પ્રમાણનું કારણ છે. (તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ સિવાયના પ્રમેય જગતમાં વિદ્યમાન ન હોવાથી આગમાદિપ્રમાણોનો વિષય (પ્રમેય)