________________
षड्दर्शन समुचय भाग - १९, श्लोक - ९, बोद्धदर्शन
‘વ’ કાર કમળમાં નીલત્વના અત્યંત અયોગનો વ્યવચ્છેદ કરીને કમલ પૂર્ણરૂપથી નીલ હોય છે. આવું ક્રિયાનું અવધારણ કરે છે.
વિષયો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના હોવાથી સમ્યજ્ઞાન પણ બે પ્રકા૨નું જાણવું. અહીં પ્રત્યક્ષવિષયથી અન્ય સર્વ પણ પરોક્ષવિષય જાણવો. તેથી (પ્રત્યક્ષ અને પરોક્ષ, એમ) બે પ્રકારના વિષયો હોવાથી, તે બે પ્રકારના વિષયોનું ગ્રાહક સભ્યજ્ઞાન પણ બે પ્રકારનું છે. પણ ન્યૂનાધિક
१०५
છે. જેના નાના પ્રકારના આભાસને આપણે જગતથી ઓળખીએ છીએ. ચિત્તને જ વિજ્ઞાન કહેવાય છે. આ મત વિજ્ઞાનવાદિ-યોગાચારોનો છે.
સત્તાવિષયક ચોથો મત એ છે કે જે ચિત્તની પણ સત્તા સ્વતંત્ર માનતો નથી. જે પ્રકારે બાહ્યાર્થ અસત્ છે. એ પ્રકારે વિજ્ઞાન પણ અસત્ છે. શૂન્ય જ પરમાર્થ છે. જગતની સત્તા વ્યાવહારિક છે. શૂન્યતી સત્તા પારમાર્થિક છે. આ મતના અનુયાયી શૂન્યવાદિ કે માધ્યમિક કહેવાય છે. આ રીતે ચારે સંપ્રદાયોની સત્તાના વિષયમાં સૈદ્ધાંતિકમાન્યતા આ પ્રમાણે છે.
(૧) વૈભાષિક - બાહ્યાર્થપ્રત્યક્ષવાદ (૩) યોગાચાર-વિજ્ઞાનવાદ (૨) સૌત્રાન્તિક - બાહ્યાર્થીનુમેયવાદ (૪) માધ્યમિક-શૂન્યવાદ
ઉપરોક્ત ચારેય સંપ્રદાયોમાં વૈભાષિકનો સંબંધ હીનયાનથી છે તથા અંતિમ ત્રણ સંપ્રદાયનો સંબંધ મહાયાનથી છે. આ ત્રણે મતોનો સત્તાના વિષયમાં વિભિન્નમત છે. છતાં મહાયાનના સામાન્યમતનો સ્વીકાર કરે છે.
તત્ત્વમીમાંસાની દૃષ્ટિથી વૈભાષિક એક છેડા પર છે. તો યોગાચાર અને માધ્યમિક એક છેડા પર છે. સૌત્રાન્તિક બંનેની વચ્ચે છે. કેટલાક અંશોમાં તે વૈભાષિકનો સમર્થક છે. પરંતુ અન્યસિદ્ધાંત યોગાચારની તરફ ઝૂકે છે.
હીનયાન અને મહાયાનની નિર્વાણ અંગે માન્યતા :
(૧) હીનયાન : હીનયાન મતાનુયાયી પોતાને ત્રણ પ્રકારના દુ:ખોથી પીડિત માને છે.
(i) દુ:ખ-દુઃખતા અર્થાત્ ભૌતિક અને માનસિકકારણોથી ઉત્પન્નથવાવાળો ફ્લેશ,
(ii) સંસ્કાર-દુ:ખતા : ઉત્પત્તિ-વિનાશશાલી જગતની વસ્તુઓથી ઉત્પન્ન થવાવાળો ફ્લેશ.
(iii) વિપરિણામ દુ:ખતા : સુખ દુ:ખ રૂપે પરિણત થવાથી ઉત્પન્ન ક્લેશ. આગળ બતાવેલ અષ્ટાગિક માર્ગના અનુશીલનથી તથા જગતના પદાર્થોમાં આત્માનું અસ્તિત્વ નથી, સાંસારિકપદાર્થોની અનિત્યતા, આર્યસત્ય તથા અનાત્મતત્ત્વનું જ્ઞાન ઇત્યાદિ જ્ઞાનનું વારંવાર પરિશીલન કરવાથી ક્લેશોથી સદાને માટે મુક્તિ પ્રાપ્ત કરે છે.
હીનયાનિઓની માન્યતા છે કે નિર્વાણ ક્લેશાભાવરૂપ છે. જ્યારે ક્લેશના આવરણનો સર્વથા પરિહાર થાય છે, ત્યારે નિર્વાણની અવસ્થાનો જન્મ થાય છે. નિર્વાણને સુખરૂપ પણ બતાવેલ છે, પણ અધિકતર બૌદ્ધનિકાય નિર્વાણને અભાવત્મક જ માને છે.
વૈભાષિકોના મતમાં નિર્વાણ ક્લેશાભાવરૂપ મનાય છે. પરંતુ અભાવ હોવા છતાં પણ તે સત્તાત્મક પદાર્થ છે. વૈભાષિકો નિર્વાણને સ્વતઃ સત્તાવાન્ પદાર્થ માનતા નથી. નિર્વાણની પ્રાપ્તિની અનંતર સુક્ષ્મ ચેતના વિદ્યમાન રહે છે, કે જે ચરમ શાંતિમાં ડૂબેલી રહે છે.
(૨) મહાયાન : હીનયાનના મતાનુસાર નિર્વાણનું સ્વરૂપ બતાવાયું, પણ તે સ્વરૂપ મહાયાનવાળા માનવા માટે
*"