________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
“अयोगं योगमपरैरत्यन्तायोगमेव च । व्यवच्छिनत्ति धर्मस्य निपातो व्यतिरेचकः ।।१।।" निपात एवकारः, व्यतिरेचको निवर्तकः“विशेषणविशेष्याभ्यां क्रियया यः सहोदितः । विवक्षातोऽप्रयोगेऽपि तस्यार्थोऽयं प्रतीयते ।।२।।
न सन् नासन् न सदसन्न चाप्यनुभयात्मकम् । चतुष्कोटिविनिर्मुक्तं तत्त्वं माध्यमिका विदुः ।।१/७।। શૂન્યનો પ્રયોગ એક વિશેષસિદ્ધાંતનો સૂચિત છે. હીનયાનો (બુદ્ધના) મધ્યમમાર્ગને આ ચારના જ વિષયમાં અંગીકાર છે. પરંતુ માધ્યમિક લોકો તત્ત્વમીમાંસાના વિષયમાં પણ મધ્યમમાર્ગને અપનાવે છે. તેમના મતાનુસાર વસ્તુ ન એકાંતિક સતું છે કે ન એકાન્તિક અસતું છે. પ્રત્યુત તે વસ્તુનું સ્વરૂપ આ બંનેની મધ્યબિંદુ પર જ નિર્ણાત હોઈ શકે છે. જે શૂન્યરૂપથી થાય છે. સમાધિરાજસૂત્રમાં કહ્યું છે કેअस्तीति नास्तीति उभेऽपि अन्ता शुद्धी अशुद्धीति उभेऽपि अन्ता । तस्मादुभे अन्त विवर्जयित्वा मध्ये हि स्थानं प्रकरोति પતિઃ | શૂન્ય “અભાવ' નથી. કારણકે અભાવની કલ્પના સાપેક્ષકલ્પના છે. અભાવને ભાવની અપેક્ષા છે. પરંતુ શૂન્ય પરમાર્થનો સૂચક હોવાથી સ્વયં નિરપેક્ષ છે. આથી નિરપેક્ષ હોવાના કારણે શૂન્યનો અભાવ માની શકાતો નથી. આ આધ્યાત્મિક મધ્યમમાર્ગનો પ્રતિષ્ઠાપક હોવાથી આ દર્શનનું નામ માધ્યમિક આપવામાં આવેલ છે. આ શુન્ય જ સર્વશ્રેષ્ઠ અપરોક્ષતત્ત્વ છે. આ પ્રકારે માધ્યમિક આચાર્ય “શૂન્યાદ્વૈતવાદના સમર્થક છે. આ સમસ્ત નાનાત્મક પ્રપંચ આ “શૂન્ય'નો જ વિવર્ત છે શૂન્યતાનો ઉપયોગ : જગતના સમસ્તપદાર્થોની પાછળ કોઈ નિત્યવસ્તુ (જેમકે આત્મા, દ્રવ્ય) વિદ્યમાન નથી. પ્રત્યુત તે નિરાલંબન તથા નિ:સ્વભાવ છે.- આ જ્ઞાન શૂન્યતાનું જ્ઞાન છે. માનવજીવનમાં આ તથ્યનું જ્ઞાન અત્યંત ઉપયોગી છે. મોક્ષ કર્મ તથા ફલેશના ક્ષયથી થાય છે. કર્મ અને ફ્લેશોની સત્તા સંકલ્પોના કારણે છે. શુભસંકલ્પથી રાગનો, અશુભસંકલ્પથી દ્રષનો અને વિપર્યાસના સંકલ્પથી મોહનો ઉદય થાય છે. અને સંકલ્પનું કારણ પ્રપંચ છે.પ્રપંચનો અર્થ છે જ્ઞાન-શેય, વાચ્ય-વાચક, ઘટ-પટ, સ્ત્રી-પુરૂષ, લાભાલાભ, સુખ-દુ:ખ આદિ વિચાર. એ પ્રપંચનો નિરોધ શૂન્યતા-સર્વ નરામ્યજ્ઞાનમાં છે. અત: શૂન્યતા મોક્ષોપયોગિની છે. વસ્તુની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થવાથી પ્રપંચનો જન્મ થાય છે અને સંકલ્પોદ્વારા તે કર્મ-ક્લેશોને ઉત્પન્ન કરે છે. જેનાથી પ્રાણી સંસારના આવાગમનમાં ભટકતો રહે છે. અને વસ્તુની પ્રાપ્તિ નહીં થવાથી પ્રપંચનો જન્મ ન થાય. તેનાથી સંકલ્પોદ્વારા ક્લેશાદિ ઉત્પન્ન નહીં થાય. આથી જીવે આ પ્રકારે શૂન્યતાના જ્ઞાનથી પ્રપંચનો જન્મ અટકાવવો. તેથી બીજી કોઈ અનર્થની પરંપરા ન ચાલે. આથી સર્વ પ્રપંચોથી નિવૃત્તિ ઉત્પન્ન થવાના કારણે શૂન્યતા જ નિર્વાણ છે. અને નિર્વાણ પછી પણ કશું જ શેષ રહેતું નથી, માટે નિર્વાણ અસત્ય છે. નાગાર્જુને આ કારણથી શૂન્યતાને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્ત્વ પ્રદાન કરેલ છે - વર્મક્ષયાન્મોસ: વર્મશા વિહત્ત્વતઃ તે પ્રજ્ઞા પ્રપૌતુ શૂન્યતા નિયત | ૧૮ મા.કા..