________________
૭૮
षड्दर्शन समुझय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन
છે. બીજા જ્ઞાનોમાં પ્રમાણ્યું નથી. તેથી (પ્રત્યક્ષ અને અનુમાન સિવાયના બીજા મિથ્યાજ્ઞાનો વડે અથવા રોગથી અભિભૂત આંખદ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન વડે) પીતશંખાદિને ગ્રહણ કરનાર જ્ઞાનોમાં પ્રાપકત્વ હોવા છતાં પણ તે જ્ઞાનોમાં પ્રામાણ્ય નથી, કારણ કે તે પીતશંખાદિને ગ્રહણ
* મન તે છે કે જે અવિદ્યા, અભિમાન, પોતાને કર્તા માનવો તથા વિષયની તૃષ્ણા આ ચારક્લેશોથી યુક્ત રહે
વિજ્ઞાન તે છે કે જે આલંબનની ક્રિયામાં ઉપસ્થિત રહે છે. મનોવિજ્ઞાનનો આશ્રય સ્વયં મન છે. અને તે સમનત્તરઆશ્રય છે. કારણ કે શ્રોત્રાદિ ઇન્દ્રિયોદ્વારા ઉત્પન્ન થતા વિજ્ઞાનની અનન્તર જ વિજ્ઞાનોનો આશ્રય બને છે. આથી મનને સમનત્તરઆશ્રય કહેવાય છે. બીજ આશ્રય તો સ્વયં આલયવિજ્ઞાન જ છે. આ વિજ્ઞાનનો વિષય પાંચે ઇન્દ્રિયોના પાંચ વિજ્ઞાન છે. જેને સાધારણભાષામાં ધર્મ કહેવાય છે. મનના સહાયકોમાં મનસ્કાર, વેદના, સંજ્ઞા, સ્મૃતિ, પ્રજ્ઞા, શ્રદ્ધા, રાગ-દ્વેષ, ઇર્ષ્યા આદિ ચરિકધર્મો છે. મનના વૈશેષિકકર્મ નાના પ્રકારના છે. જેમાં વિષયની કલ્પના, વિષયનું ચિંતન, ઉન્માદ, નિદ્રા, જાગવું, મૂર્શિત થવું,
કાયિક-વાચિક કર્મોનું કરવું, શરીર છોડવું, શરીરમાં આવવું, આદિ છે. (૭) ક્લિષ્ટવિજ્ઞાન: આ વિજ્ઞાન અને આલયવિજ્ઞાન બંને વિજ્ઞાનવાદિ દાર્શનિકોનું સુક્ષ્મમનસ્તત્ત્વના વિવેચનનું
પરિણામ છે. સર્વાસ્તિવાદિઓને વિજ્ઞાનના ભેદ છ જ માન્ય છે. પરંતુ યોગાચારમતાનુયાયી પંડિતોએ બે નવીન વિજ્ઞાનોને જોડીને વિજ્ઞાનની સંખ્યા આઠ માનેલ છે. મનોવિજ્ઞાન તથા ક્લિષ્ટવિજ્ઞાન, મનોવિજ્ઞાનનું અભિન્ન નામ ધારણ કરે છે. પરંતુ તેના સ્વરૂપ તથા કાર્યમાં પર્યાપ્ત વિભિન્નતા છે. મનોવિજ્ઞાન' મનનની સાધારણ પ્રક્રિયાનો નિર્વાહક છે. પાંચ ઇન્દ્રિય વિજ્ઞાનોનીદ્વારા જે વિચાર અર્થાત્ પ્રત્યય તેની સામે ઉપસ્થિત કરવામાં આવે છે તેનું તે મનન કરે છે. પરંતુ તે ભેદ નથી કરી શકતો કે કયા પ્રત્યય આત્માથી સંબંધ રાખે છે. અને કયા પ્રત્યય અનાત્મા સાથે સંબંધ રાખે છે. પરિચ્છેદ (વિવેચન)નો આ સમગ્રવ્યાપાર સાતમા વિજ્ઞાન (ક્લિષ્ટવિજ્ઞાન)નું પોતાનું વિશિષ્ટ કાર્ય છે. આ વિજ્ઞાન હંમેશાં આ કાર્યમાં વ્યાપ્ત રહે છે. પ્રાણી નિદ્રિત હોય અથવા કોઈ કારણે ચેતનાહીન હોય તો પણ આ સાતમું વિજ્ઞાન સદા કાર્યમાં વ્યાપૃત રહે છે. મનોવિજ્ઞાન સાંખ્યોના અહંકારનો જ પ્રતિનિધિ છે. (અર્થાતુ સાંખ્યો આ મનોવિજ્ઞાનને જ અહંકાર માને છે). આઠમું વિજ્ઞાન (આલય)ની સાથે એવી પ્રકારે આ સંબદ્ધ હોય છે કે, જેવી રીતે એંજીન સાથે તેના જુદા-જુદા અવયવો. મનોવિજ્ઞાનનો વિષય આલયવિજ્ઞાનનું સ્વરૂપ છે. મનોવિજ્ઞાન પોતાની ભ્રાન્ત કલ્પનાના સહારે આલયવિજ્ઞાનને અપરિવર્તનશીલ જીવ સમજી બેસે છે. આલયવિજ્ઞાન સતત પરિવર્તનશીલ હોવાથી જીવથી ભિન્ન છે. પરંતુ અહંકારયુક્ત આ સાતમું વિજ્ઞાન તેને આત્મા માનવામાટે આગ્રહ કરે છે અને તેના સહાયકોમાં નીચે લખેલ ચૈત્તસિકધર્મોની ગણના કરવામાં આવે છે. ૫ સાધારણ ચિત્તધર્મ, પ્રજ્ઞા, લોભ, મોહ, માન, સમ્યગુદૃષ્ટિ સ્થાન, ઔદ્ધત્વ, કૌસીદ્ય (આલસ્ય), મુષિતસ્મૃતિ (વિસ્મરણ), અસંપ્રજ્ઞા (અજ્ઞાન) તથા વિક્ષેપ. મનોવિજ્ઞાનની પ્રધાનવૃત્તિ ઉપેક્ષાની હોય છે. ઉપેક્ષાનો અર્થ એ છે કે ન કુશલ -નઅકુશલ = તટસ્થતાની વૃતિ.