________________
९४
षड्दर्शन समुचय भाग -१, श्लोक - ९, बोद्धदर्शन
અને અનુમાન, આ બે પ્રમાણો છે. પ્રશ્ન : કયા કારણથી બે જ પ્રમાણો છે. ઉત્તરઃ સમ્યગુ એટલે કે અવિપરીત = વિસંવાદરહિત જ્ઞાન બે હોવાથી, પ્રમાણો પણ બે પ્રકારે જ છે.
“સર્વવાક્યો સાવધારણ અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે.” આ ન્યાયથી પ્રમાણો બે જ છે. ન તો એક પ્રકારે કે ન તો ત્રણ પ્રકારે.
આથી તેનું દૃષ્ટાંત જોઈને ચક્ષુના દર્શનની ઘટના પુષ્ટ નથી થઈ શકતી. કારણ કે “દર્શન' ક્રિયા પણ ગતિ, સ્થિતિની સમાન નિર્મુલ કલ્પનામાત્ર છે. જે વસ્તુ દૃષ્ટ છે, તેના માટે તે દેખાય છે” (કુ) આવો વર્તમાનકાલીક પ્રયોગ કરી શકાતો નથી અને જે વસ્તુ અદષ્ટ છે, તેના માટે પણ દશ્યતે” નો પ્રયોગ અનુપયુક્ત છે. વસ્તુ બે જ પ્રકારની હોઈ શકે છે. - દષ્ટ અને અદૃષ્ટ. આ બંનેથી અતિરિક્ત દશ્યમાનવસ્તુની સત્તા હોઈ જ શકતી નથી. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે न दृष्टं दृश्यते तावत् अदृष्टं नैव दृश्यते । दृष्टादृष्टविनिर्मुक्तं दृश्यमानं न दृश्यते ।। આ રીતે દર્શનક્રિયાના અભાવમાં તેનો કોઈ પણ કર્તા સિદ્ધ થઈ શકતો નથી. જો કર્તા વિદ્યમાન પણ રહે, તો પણ તે પોતાનું દર્શન કરી શકતો નથી, તો તે અન્યવસ્તુઓનું દર્શન કયા પ્રકારે કરી શકાશે ? દર્શનની અપેક્ષા કરીને કે નિરપેક્ષભાવથી દ્રષ્ટાની સત્તા સિદ્ધ કરી શકતા નથી. જો દ્રષ્ટા સિદ્ધ છે તો તેને દર્શનક્રિયાની અપેક્ષા જ કોના માટે હોય ? અને જો દ્રા અસિદ્ધ છે, તો પણ વધ્યાપુત્રની સમાન તે દર્શનની અપેક્ષા નહીં કરે. દ્રષ્ટા અને દર્શન પરસ્પર સાપેક્ષિકકલ્પનાઓ છે. આથી દ્રષ્ટાને દર્શનથી નિરપેક્ષભાવથી સ્થિત માનવો તે પણ ન્યાયસંગત નથી. આથી દ્રષ્ટાનું અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું. આથી દ્રષ્ટાના અભાવમાં દ્રષ્ટવ્ય (વિષય) તથા દર્શનનો અભાવ સુતરાં સિદ્ધ છે. સત્ય તો એ છે કે રૂપની સત્તા ઉપર ચક્ષુ અવલંબિત છે અને ચક્ષુની સત્તા પર રૂપ નીલ-પીતાદિ રંગોની કલ્પનાથી આપણે ચક્ષુનું અનુમાન કરીએ છીએ. અને ચક્ષુની સ્થિતિ નીલાદિ રંગોનું ધ્યાન કરે છે. “જે પ્રકારે માતા-પિતાના કારણે પુત્રનો જન્મ થાય છે. તે પ્રકારે ચક્ષુ અને રૂપને નિમિત્ત માનીને ચક્ષુર્વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કેप्रतीत्य मातापितरौ यथोक्तः पुत्रसंभवः । चक्षुरुपे प्रतीत्यैवमुक्त विज्ञानसम्भवः ।। ३/७ ।। આથી દ્રષ્ટાના અભાવમાં દ્રષ્ટવ્ય તથા દર્શન વિદ્યમાન નથી. તો વિજ્ઞાનની કલ્પના કેવીરીતે સિદ્ધ થાય? જેમકે આપણે કોઈ વસ્તુને દેખી રહ્યા છીએ, તે તેવી જ છે તેનું ચોક્કસ જ્ઞાન આપણને કેવી રીતે થશે ? એક જ વસ્તુને ભિન્ન-ભિન્ન લોક ભિન્ન-ભિન્ન આકારને જોઈને બતાવે છે. દર્શનની સમાન જ અન્ય પ્રત્યક્ષજ્ઞાનની દશા છે. એટલા માટે જ્ઞાનની ધારણા જ સર્વથા ભ્રાન્ત છે. નાગાર્જુનના તર્કનો એ નિષ્કર્ષ છે કે જગત આભાસપાત્ર છે. જગતના પદાર્થોમાં અસ્તિત્વ માનવું તે સ્વપ્નના મોદકથી સુધા શાંત કરવા બરાબર છે. મરીચિકાના જલથી તરસ છીપાવવા બરાબર છે. પ્રાત:કાલે ઘાસ ઉપર પડેલા ઝાકળનું બિંદુ જોવામાં મોતી સમાન ચમકે પરંતુ સૂર્યના ઉગ્રકિરણોના પડવાથી તે તરત જ વિલીન થઈ જાય છે. જગતના પદાર્થોની દશા પણ આ પ્રકારની છે.
અસાધારણ દૃષ્ટિથી જોવામાં સત્ય તથા અભિરામ (આનંદ આપનાર) પ્રતીત થાય છે. પરંતુ તર્કનો પ્રયોગ કરતાંની સાથે