________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
સાક્ષાત્ ઉપલબ્ધ થાય છે કે ન તો પરંપરાથી ઉપલબ્ધ થાય છે. (કહેવાનો આશય એ છે પ્રતિપાદ્યવસ્તુ અનિયતદેશાદિવાળી હોતી જ નથી, તો અનિયતદેશાદિને બતાવતો શબ્દ કેવી રીતે પ્રાપક બની શકે ? અને જે પ્રાપક ન હોય તેમાં પ્રામાણ્ય પણ કેવી રીતે હોઈ શકે ? ન જ હોઈ શકે.)
૮૪
વળી બોધિસત્ત્વ (જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો વ્યક્તિ) વાસ્તવિક રીતે શૂન્યજ્ઞ (શૂન્યના સત્યસ્વરૂપને જાણવાવાળો) ત્યારે કહી શકાય કે, જ્યારે શૂન્યતાના ત્રિવિધ પ્રકારોને સારી રીતે પરિચિત હોય. તે ત્રણ પ્રકાર આ પ્રમાણે છે.
(ક) અભાવશૂન્યતા : અભાવનો અર્થ તે લક્ષણોથી હીન થવાનો છે. જેને આપણે સાધારણ કલ્પનામાં કોઈ વસ્તુની સાથે સમ્બદ્ધમાનીએ છીએ. (પરિકલ્પિત)
(ખ) તથાભાવશૂન્યતા : વસ્તુને જે સ્વરૂપે સાધારણતયા આપણે માનીએ છીએ, તે નિતાન્ત અસત્ય છે. જેને આપણે સાધારણભાષામાં ઘટથી ઓળખીએ છીએ, તેનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. (પરતંત્ર)
(ગ) પ્રકૃતિશૂન્યતા : સ્વભાવથી જ સમગ્ર પદાર્થ શૂન્યરૂપ છે. (પરિનિષ્પન્ન) મહાયાન સૂત્રાલંકારમાં આ જ વાત
કહી છે.
अभावशून्यतां ज्ञात्वा तथा भावस्य शून्यताम् । प्रकृत्या शून्यतां ज्ञात्वा शून्यज्ञ इति कथ्यते । । १४ / ३४ ।।
તુલના : માધ્યમિક
(૧) સંવૃત્તિસત્ય
યોગાચાર
પરિકલ્પિત
પરતંત્ર
પરિનિષ્પન્ન
(૨) ૫૨માર્થસત્ય
પરિકલ્પિતસત્ય એ છે કે જે પ્રત્યય-જન્ય હોય, કલ્પના દ્વારા જેનું સ્વરૂપ આરોપિત કરાયેલુંહોય તથા સત્યરૂપ આપણી દૃષ્ટિથી અગોચર હોય.
‘પરતંત્ર’ હેતુ-પ્રત્યયજન્ય હોવાથી બીજાઉપર આશ્રિત રહે છે. જેમકે લૌકિકપ્રત્યક્ષથી ગોચર ઘટાદિપદાર્થ કે જે મૃત્તિકા, કુંભકારાદિના સંયોગથી ઉત્પન્ન થાય છે. આથી તેનું સ્વવિશિષ્ટ સ્વરૂપથી નથી હોતું. ‘પરિનિષ્પન્ન' સત્ય અદ્વૈતવસ્તુનું જ્ઞાન છે.
(૪) માધ્યમિક (શૂન્યવાદ)ની માન્યતા :
યઃ પ્રતીત્યસમુત્કાર: શૂન્યતાં તાં પ્રવક્ષ્યામદે । સા પ્રજ્ઞપ્તિરુપમાવાય પ્રતિપત્ સૈવ મધ્યમા ।। માધ્યમિક કારિકા-૨૪/૧૮, નાગાર્જુન)
અખંડ તાપસજીવન તથા સૌમ્ય ભોગવિલાસ, જીવનના આ બંને છેડાઓને છોડીને બુદ્ધે મધ્યમમાર્ગ અપનાવેલો. તત્ત્વ વિવેચનમાં શાશ્વતવાદ તથા ઉચ્છેદવાદ બંને એકાંગીમતોનો પરિહાર કરીને ‘મધ્યમમત’ ગ્રહણ કર્યો, આ મતનો પક્ષપાત રાખનારા માધ્યમિકો કહેવાયા.
બુદ્ધના ‘પ્રતીત્યસમુત્પાદ'ના સિદ્ધાંત નો વિકાસ કરીને ‘શૂન્યવાદ’ની પ્રતિષ્ઠા માધ્યમિકોએ કરી. આથી તેઓ શૂન્યવાદિઓ પણ કહેવાય છે. તેઓ શૂન્યને ૫૨માર્થ માને છે. આ મતના મુખ્યસ્થાપક નાગાર્જુન મનાય છે.