________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
જેમ અર્થક્રિયાથીયુક્ત અર્થનો નિશ્ચય નિર્વિકલ્પકપ્રત્યક્ષ સ્વયં કરે છે, અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. તેમ તેની પ્રમાણતાનો નિશ્ચય પણ સ્વયં જ કરે છે. બીજાજ્ઞાનોની અપેક્ષા કરતો
નથી.
વાત છે કે ગુણ-રંગ, આકાર આદિ કોઈ મૂલભૂત આધારને છોડીને બીજાસ્થાન ઉપર રહી શકતા નથી. આ રીતે નાગાર્જુને દ્રવ્યના પારમાર્થિકરૂપનો નિષેધ કરવા છતાં વ્યાવહારિકરૂપનો અપલાપ કર્યો નથી. જાતિ : જેને આપણે “જાતિ'ના નામથી કહીએ છે. તેનું સ્વરૂપ શું છે ? શું જાતિ તે પદાર્થોથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? નાગાર્જુને જાતિની નિતાન્ત અસત્તા સિદ્ધ કરી છે. જગતનું જ્ઞાન વસ્તુના સામાન્યરૂપને લઈને પ્રવૃત્ત થતું નથી. પ્રત્યુત બીજી વસ્તુથી તેની વિશિષ્ટતાનો સ્વીકાર કરીને જ આગળ વધે છે. ગાય કોને કહેવાય છે ? જે ઘોડો ન હોય કે હાથી ન હોય. ગાયનું પોતાનું જે રૂપ છે, તે તો જ્ઞાનથી અતીતવસ્તુ છે. તેને આપણે કોઈપણ રીતે જાણી શકતા નથી. ગાયના વિષયમાં આપણે એટલું જ જાણીએ છીએ કે તે પશુવિશેષ છે અને તે ઘોડા અને હાથીથી ભિન્ન છે. શબ્દાર્થનો વિચાર કરવાના સમયે પાછળના કાળમાં બૌદ્ધ પંડિતોએ તેને અપોહની સંજ્ઞા આપેલ છે. જેનું શાસ્ત્રીય લક્ષણ છે - તરિતરત્વ અર્થાત્ તે પદાર્થથી ભિન્ન વસ્તુથી ભિન્નતાનું જ્ઞાન. જેમકે ગાય જે છે તેનાથી ભિન્ન હાથી આદિ અને હાથી આદિથી ભિન્ન ગાય છે. જગત સ્વયં અસત્તાત્મક છે. તો ગોત્ત્વ પણ અસત્ ધર્મ ઠરે છે. તે ધર્મ દ્વારા આપણે કોઈ પદાર્થનું જ્ઞાન કરી શકતા નથી. આથી સામાન્યનું જ્ઞાન અસિદ્ધ છે. કોઈપણ વસ્તુના સ્વરૂપથી આપણે પરિચિત થઈ જ શકતા નથી. આથી નિષ્કર્ષ એ નીકળે છે કે સમસ્તદ્રવ્યોનું સામાન્ય તથા વિશિષ્ટરૂપ જ્ઞાનના માટે અગોચર છે. સંસર્ગવિચાર : આ જગત સંસર્ગ-સંબંધનો સમુદાયમાત્ર છે. પરંતુ પરીક્ષા કરવાથી તે સંસર્ગ પણ બિલકુલ અસત્ય પ્રતીત થાય છે. ઇન્દ્રિયો તથા વિષયોની સાથે સંસર્ગ થવાથી તત્ તત્ વિશિષ્ટવિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ચક્ષુનો રૂપની સાથે સંબંધ થવાથી ચક્ષુર્વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ આ સંસર્ગ સિદ્ધ થતો નથી. સંસર્ગ એ વસ્તુઓનો થાય કે જે એકબીજાથી પૃથફ હોય. પટથી ઘટનો સંબંધ ત્યારે જ પ્રમાણ બને છે, જ્યારે તે બંને પૃથફ હોય, પરંતુ પૃથફ તો નથી. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે
अन्यदन्यत् प्रतीत्यान्यन्नान्यदन्यदृतेऽन्यतः ।
यत्प्रतीत्य च यत् तस्मात्तदन्यन्नोपपद्यते ।।१४/५ ।। ઘટને નિમિત્ત માનીને (પ્રતીત્ય) પટ પૃથક છે. અને પટની અપેક્ષાથી ઘટ અલગ વસ્તુ પ્રતીત થાય છે. સર્વસામાન્ય નિયમ એ છે કે જે વસ્તુ જે નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે તેનાથી પૃથક હોઈ શકતી નથી. જેમ કે બીજા અને અંકુર. આ નિયમાનુસાર પટ ઘટથી પૃથફ નથી. તો બંનેનો સંસર્ગ પણ કેવી રીતે થઈ શકે ? આ રીતે સંસર્ગની કલ્પના અસિદ્ધ હોવાથી જગતની ધારણા પણ સર્વથા નિર્મુલ સિદ્ધ થાય છે. ગતિ પરીક્ષા : નાગાર્જુને લોકસિદ્ધ ગમનાગમન ક્રિયાની ખૂબ આલોચના કરી છે. લોકમાં આપણને પ્રતીત થાય છે કે દેવદત્ત “” જગ્યાએથી ચાલીને ‘વ’ જગ્યાએ પહોંચ્યો. પરંતુ વિચાર કરવાથી આ વાસ્તવિક સિદ્ધ થતું નથી. કોઈપણ વ્યક્તિ એકસમયમાં બે સ્થાનોમાં વિદ્યમાન રહી શકતો નથી. ‘ક’ થી ‘વ’ સ્થાન સુધી ચાલ્યો, એનો અર્થ એ થયો કે એકકાલમાં બંને સ્થાનો પર વિદ્યમાન રહે છે, જે સાધારણ રીતે અસંભવ છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે.