________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
વિકલ્પથી ઉત્પન્ન થાય છે. આ રીતે નિર્વિકલ્પકપ્રત્યક્ષ ઉત્તરમાં થનારા અર્થાનુસા૨ી વિકલ્પદ્વારા પોતાનો અર્થની સાથે અવિનાભાવપણાનો નિશ્ચય કરે છે. આ જ રીતે સ્વની પ્રાપણશક્તિ અને તેનાથી પ્રાપ્ત થયેલી પ્રમાણતાનો નિશ્ચય પણ કરી લે છે.
८८
અગ્નિનો સ્વભાવ છે. જલનો નહીં.
આ યુક્તિથી સાધારણજન વસ્તુઓના સ્વભાવમાં પરમશ્રદ્ધા રાખે છે. પરંતુ નાગાર્જુનનું કહેવું છે કે અગ્નિની ઉષ્ણતા છે તે શું કારણનિરપેક્ષ છે ? તે તો મણિ, ઇન્ધન, આદિત્યના સમાગમથી તથા અરણિના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. ઉષ્ણતા અગ્નિને છોડી પૃથક્રૂપથી અવસ્થિત નથી રહેતી. આથી અગ્નિની ઉષ્ણતા હેતુપ્રત્યયજન્ય છે. આથી કૃતક અનિત્ય છે. ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ બતાવવો, તે તર્કની અવલેહના ક૨વા બરાબર છે. જ્યારે વસ્તુનો સ્વભાવ નથી, ત્યારે તેમાં પરભાવની કલ્પના ન્યાયી નથી. સ્વભાવ તથા પરભાવના અભાવમાં ભાવની પણ સત્તા નથી. અને અભાવની પણ સત્તા નથી. આથી માધ્યમિકોના મતમાં જે વિદ્વાન સ્વભાવ, પરભાવ, ભાવ તથા અભાવની કલ્પના વસ્તુઓના વિષયમાં કરે છે, તે પરમાર્થના જ્ઞાનથી દૂર છે. માધ્યમિકવૃત્તિમાં કહ્યું છે કે....
स्वभावं परभावं च भावं चाभावमेव च । ये पश्यन्ति न पश्यन्ति ते तत्त्वं बुद्धशासने ।।१५ / ६ ।। દ્રવ્યપરીક્ષા : સાધારણથી જગતમાં દ્રવ્યોની સત્તા માનવામાં આવે છે, પરંતુ પરીક્ષાકરવાથી દ્રવ્યની કલ્પના પણ અન્યની કલ્પનાની સમાન અમને કોઈ પરિણામ ઉપર પહોંચાડતી નથી.
જેને આપણે દ્રવ્ય કહીએ છીએ તે વસ્તુત: છે શું ? રંગ, આકાર આદિ ગુણોનો સમુદાયમાત્ર છે. કારણકે નીલરંગ, વિશિષ્ટ આકાર તથા ખરબચડા સ્પર્શ, આનાથી અતિરિક્ત ઘટની સ્થિતિ શું છે ? ઘટનું વિશ્લેષણ કરતાં આ જ ગુણો આપણી સમક્ષ આવે છે.
આથી દ્રવ્યની પરીક્ષાકરવાથી આપણે ગુણો ઉપર આવી પહોંચીએ છીએ અને ગુણોનીપરીક્ષા આપણને દ્રવ્ય સુધી લાવીને રાખે છે. આપણને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો કે દ્રવ્ય અને ગુણમાં મુખ્ય કોણ અને અમુખ્ય કોણ ? બંને એકાકાર થાય છે કે ભિન્ન ?
નાગાર્જુને સમીક્ષાબુદ્ધિથી બંનેની કલ્પનાને સાપેક્ષિક બતાવેલ છે. રંગ, ચિકાશ, રૂક્ષતા, ગંધ આદિ આભ્યન્તરપદાર્થ છે. તેની સ્થિતિ એટલા માટે છે કે આપણી ઇન્દ્રિયોની સત્તા છે. આંખવિના ન રંગ છે અને કાનવિના શબ્દ નથી. આથી આપણાથી ભિન્ન તથા બહારના હેતુઓઉપર અવલંબિત છે. આથી તેની સ્વતંત્ર સત્તા નથી. (કારણકે) ઇન્દ્રિયો પર અવલંબિત રહે છે.
આ પ્રકારે ગુણ પ્રતીત કે આભાસમાત્ર છે. આથી જે પદાર્થોમાં આ ગુણ વિદ્યમાન રહે છે, તે પદાર્થો પણ
આભાસમાત્ર છે.
આપણે સમજીએ છીએ કે અમે દ્રવ્યનું જ્ઞાન સંપાદન કરેલ છે, પરંતુ વસ્તુત: આપણે ગુણોના સમુદાય પર સંતોષ કરીએ છીએ. વાસ્તવમાં દ્રવ્યના સ્વભાવથી આપણે ક્યારેય પણ પરિચિત નથી અને થઈ પણ શકતા નથી. કારણ કે વસ્તુઓ જે સ્વયં સત્ય પરમાર્થ છે, તે જ્ઞાન તથા વચન બંનેથી અતીત વસ્તુ છે, એનું જ્ઞાન તો પ્રાતિભચક્ષુના સહારે જ ભાગ્યશાલિ યોગીઓને થઈ શકે છે.
આ દ્રવ્ય એક સંબંધમાત્ર છે, અન્ય કંઈ નથી. દ્રવ્યગુણોનો એક અમૂર્ત સંબંધ છે અને જેટલા સંસર્ગ છે, તે સર્વે અનિત્ય અને અસિદ્ધ છે. આથી દ્રવ્ય પ્રમાણતઃ સુતરાં સિદ્ધ નથી થઈ શકતું. આ પારમાર્થિક વિવેચના થઈ. વ્યવહારની સિદ્ધિ માટે આપણે દ્રવ્યોની કલ્પના ગુણોના સંચયરૂપમાં માની શકીએ છીએ. કારણકે એ નિશ્ચિત