________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक -८, बोद्धदर्शन
પ્રમાણ સ્વયં અર્થથી ઉત્પન્ન થાય છે અને અર્થનું પ્રદર્શક બને છે. અને આ વિષયમાં) પોતાનો નિશ્ચય પોતાને અનુરૂપ વિકલ્પની ઉત્પત્તિદ્વારા કરી લે છે. અને આ જ તેના પ્રામાણ્યનો સ્વત: નિશ્ચય છે. (પ્રત્યક્ષમાં પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થાય છે.) કારણ કે કોઈપણ જ્ઞાનમાં પ્રાપણશક્તિ જ પ્રામાણ્યની નિમિત્ત બને છે. અને તે પ્રાપણશક્તિ પણ ત્યારે જ હોય છે, કે
જ્યારે જ્ઞાનનો અર્થની સાથે અવિનાભાવ હોય. અર્થાત્ જ્ઞાન અર્થથી સાક્ષાત્ કે પરંપરાથી ઉત્પન્ન થયેલ હોય. (કહેવાનો આશય એ છે કે નિર્વિકલ્પકદર્શન પ્રત્યક્ષ કહેવાય છે. તે નિર્વિકલ્પક
“દીપક પ્રકાશિત થાય છે.' - તેનો ખ્યાલ આપણને જ્ઞાનથી થાય છે. તે પ્રકારે બુદ્ધિ પ્રકાશિત થાય છે તેનો ખ્યાલ કયા પ્રકારે થાય છે? બુદ્ધિ પ્રકાશરૂપ હોય કે અપ્રકાશરૂપ હોય, (પણ) જો કોઈ તેનું દર્શન કરે તો તેની સત્તા માન્ય થાય. પરંતુ તેનું દર્શન ન થતું હોવાથી તેની સંજ્ઞા કેવી રીતે અંગીકાર કરાય? વળ્યાનો પુત્ર જ અસિદ્ધ છે, તો તેની લીલા કેવી રીતે ઘટે ? સુતરો ન ઘટે. તે પ્રકારે બુદ્ધિની સત્તા જ અસિદ્ધ છે, તો તેના સ્વપ્રકાશ કે પરપ્રકાશની કલ્પના નિતરાં અસિદ્ધ છે. કહ્યું છે કે પ્રારા વાાિશા વા થતાલુદાન નવિ દિgટીવ અસ્થમાનપિસા મુધા બોધિ ચર્યાવતાર -૯ર૩|| આથી વિજ્ઞાનની કલ્પના પ્રમાણો દ્વારા સિદ્ધ થઈ શકતી નથી. જગતના સમસ્તપદાર્થો નિ:સ્વભાવ છે. વિજ્ઞાન પણ એ પ્રકારે નિ:સ્વભાવ છે. શુન્ય જ પરમતત્ત્વ છે. આથી વિજ્ઞાનની સત્તા કોઈપણ રીતે માન્ય નથી. કારણવાદ : જગત કાર્ય-કારણના નિમય ઉપર ચાલે છે. અને દાર્શનિકોને તેની સત્તામાં દઢ વિશ્વાસ છે. પરંતુ નાગાર્જુનની સમીક્ષા કાર્ય-કારણની કલ્પનાને ખંડિત કરે છે. (તે માને છે કે, કાર્ય-કારણની સ્વતંત્રકલ્પના આપણે કરી શકતા નથી. કોઈપણ પદાર્થ કારણને છોડીને રહી શકતો નથી. અને કારણ પણ કાર્યથી પૃથકુ ક્યારેય પણ દૃષ્ટિગોચર થતું નથી. કાર્યવિના કારણની સત્તા અને કારણવિના કાર્યની સત્તા માની શકાતી નથી. કાર્ય-કારણની કલ્પના સાપેક્ષિક છે. આથી અસત્ય છે તથા નિરાધાર છે. નાગાર્જુન કહે છે કે પદાર્થ ન તો સ્વત: ઉત્પન્ન થાય છે, ન તો બીજાની સહાયથી (પરત:) ઉત્પન્ન થાય છે. અને ન તો બંનેથી અને અહેતુથી પણ ઉત્પન્ન થતો નથી. આમ આ બધામાંથી કોઈપણ પ્રકારથી ભાવોની-પદાર્થોની ઉત્પત્તિ પ્રમાણો દ્વારા સિદ્ધ થતી નથી. માધ્યમિકકારિકામાં આ જ વાત કરી છેરસ્વતો નર પરતો દામ્યાં નાથદેતુતઃ ઉત્પન્ના નાતુ વિદત્તે માવા થિન ચિત્ પૃષ્ઠ - ૧૨ // ઉત્પાદના અભાવમાં વિનાશ સિદ્ધ થતો નથી. જો વિભવ (વિનાશ) તથા સંભવ (ઉત્પત્તિ) આ જગતમાં હોય તો, તે એકબીજાની સાથે રહી શકે કે એકબીજાની વિના પણ વિદ્યમાન રહી શકે. વિભવ(વિનાશ) સંભવ વિના કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? જ્યાં સુધી પદાર્થનો જન્મ જ નથી થયો, ત્યાં સુધી તેના વિનાશની ચર્ચા કરવી બિલકુલ અયોગ્ય છે. માધ્યમિકકારિકામાં આ જ વાત કરી છે. મવતિ હયં નામ વિવઃ સંભવં વિના વિર્નવ जन्ममरणं विभवो नोद्भवं विना ।।२१/२।। આથી વિભવ સંભવવિના રહી શકતો નથી. સંભવની સાથે પણ વિભવ રહી શકતો નથી. કારણકે ભાવનાઓ પરસ્પરવિરુદ્ધ છે. એવી દશામાં જે પ્રકારે જન્મ અને મૃત્યુ એકસમયમાં સાથે રહી શકતા નથી, તે પ્રકારે ઉત્પત્તિ અને વિનાશ કે જે વિરુદ્ધપદાર્થ છે, તે પણ તુલ્યસમયમાં સાથે રહી શકતા નથી. માધ્યમિકકારિકામાં આ જ વાત કરી છેसम्भवेनैव विभवः कथं सह भविष्यति । न जन्ममरणं चैवं तुल्यकालं हि विद्यते ।।२१/३।।