________________
षड्दर्शन समुचय भाग-१, श्लोक -८, बोद्धदर्शन
८७
પ્રત્યક્ષ અર્થક્રિયાવાળા સતુપદાર્થથી ઉત્પન્ન થાય છે. અને નિર્વિકલ્પ જે અર્થથી ઉત્પન્ન થાય છે, ઉત્તરકાલમાં તેને અનુરૂપ વિકલ્પને પણ ઉત્પન્ન કરે છે. રક્તનિર્વિકલ્પમાં રક્તઘટથી (અર્થથી) ઉત્પન્નથવાનો નિશ્ચય રક્તનિર્વિકલ્પકથી ઉત્પન્ન થવાવાળા “મિદમ્' આ અર્થાનુસારી
આથી ઉત્પત્તિ અને વિનાશની કલ્પના પ્રમાણત: સિદ્ધ થતી નથી. આ કારણે નાગાર્જુનના મતમાં “પરિણામ” નામની કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. તેની ચર્ચા કરતાં કહે છે કે – સાધારણ ભાષામાં આપણે કહીએ છીએ કે, યુવક વૃદ્ધ થાય છે તથા દૂધ દહીં બને છે. પરંતુ વસ્તુત: આ બની શકે છે ? યુવાન જીર્ણ (વૃદ્ધ) થઈ શકતો નથી, કારણ કે યુવાનીમાં એક સાથે યૌવન તથા જીર્ણ (વૃદ્ધતા) વિરોધીધર્મો રહી શકતા નથી. કોઈ પુરૂષને આપણે યૌવનને કારણે યુવાન કહીએ છીએ, ત્યારે યુવાન વૃદ્ધ કેવી રીતે થાય ? જીર્ણને જરાયુક્ત બતાવવો તે ઠીક નથી. જે સ્વયં વૃદ્ધ છે, તે પુન: કેવી રીતે જીર્ણ થાય ? આથી ઉપર જે યુવક વૃદ્ધ થાય છે તે સાધારણ ભાષામાં કરેલ કલ્પના જ અનાવશ્યક હોવાથી વ્યર્થ છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે.. तस्यैव नान्यथाभावो नाप्यन्यस्यैव युज्यते । युवा न जीर्यते यस्माद् यस्मान्जीर्णो न जीर्यते ।।१३/५।।
આ જ રીતે દહીં દૂધમાંથી બની જાય છે, તે સાધારણકલ્પના પણ અનાવશ્યક હોવાથી વ્યર્થ છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે -
तस्य चेदन्यथाभावः क्षीरमेव भवेद् दधि । क्षीरादन्यस्य कस्यचिद् दधिभावो भविष्यति ।।१३/६।। આથી જો વસ્તુનો કોઈ પોતાનો સ્વભાવ હોય તો તો પરિવર્તિત ન થાય. પરંતુ માધ્યમિકમતમાં સઘળી વસ્તુ નિ:સ્વભાવ છે. આથી કાર્ય-કારણભાવ, ઉત્પાદ-વિનાશ, પરિણામ આદિ પરસ્પર ધારણાઓનું વાસ્તવિકતાની દૃષ્ટિએ કોઈ મૂલ્ય નથી.
સ્વભાવ-પરીક્ષા : જગતના પદાર્થોની વિશેષતા એ છે કે તે કોઈ હેતુથી ઉત્પન્ન થાય છે, એવી દશામાં તે પદાર્થોની સ્વતંત્ર સત્તા કેવી રીતે માની શકાય ? જે હેતુઓની ઉપર કોઈપણ પદાર્થની સ્થિતિ અવલંબિત છે અને તે હટતાંની સાથે પદાર્થ નષ્ટ થઈ જાય છે, એવી વિષમસ્થિતિમાં વસ્તુઓને પ્રતિબિંબ સમાન માનવી એ જ ન્યાયસંગત છે. માધ્યમિકવૃત્તિમાં આ જ વાત કરી છે. हेतुतः संभवो येषां तदभावान्न सन्ति ते । कथं नाम ते स्पष्टं प्रतिबिम्बसमा मताः ।। યુક્તિષષ્ટિક નામના ગ્રંથમાં નાગાર્જુને સ્પષ્ટ કહ્યું છે કે - हेतुतः सम्भवो यस्य स्थितिर्न प्रत्ययैर्विना । विगमः प्रत्ययाभावात् सोऽस्तीत्यवगतः कथम् ।। આશય એ છે કે જેની ઉત્પત્તિ કારણથી થાય છે, જેની સ્થિતિ પ્રત્યયો (સહાયકકારણો) વિના હોતી નથી. પ્રત્યયના અભાવમાં જેનો નાશ થાય છે, તે પદાર્થ ‘ત્તિ વિદ્યમાન છે, તે કેવી રીતે જણાય ? અર્થાત્ પદાર્થની ત્રણ અવસ્થાઓ ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પરાશ્રિત છે. જે બીજા ઉપર અવલંબિત રહે છે તે કોઈપણ રીતે સત્તાધારી થઈ શકતો નથી. જગતના સર્વપદાર્થોમાં આ વિશિષ્ટતા જોઈ શકાય છે કે, તે બીજા પર અવલંબિત રહે છે. આથી તે પદાર્થોને ક્યારેય પણ સત્તાત્મક માની શકાતા નથી. જગતના સર્વપદાર્થો ગન્ધર્વનગર, મૃગમરીચિકા, પ્રતિબિંબકલ્પ હોવાથી નિતરાં માયિક છે. લોકમાં તેને “સ્વભાવ' કહે છે કે, જે કૃતક ન હોય, જેની ઉત્પત્તિ કોઈપણ કારણથી ન હોય. જેમકે અગ્નિની ઉષ્ણતા. જે ઉષ્ણતા ધર્મ છે, તે અગ્નિ માટે સ્વાભાવિકધર્મ છે. પરંતુ જલના માટે કૃતક છે. આથી ઉષ્ણતા