________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ८, बोद्धदर्शन
-
७७
જે કાલે, જે આકારવાળી વસ્તુનો પ્રતિભાસ થયો હોય, તે જ્યારે તે દેશ, તે કાળ અને આકા૨માં ઉપલબ્ધ થાય તો જ યથાર્થ અર્થપ્રાપકતા કહી શકાય છે. આ રીતે યથાર્થવસ્તુના પ્રદર્શક પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણકોટીમાં આવે છે. અર્થાત્ પ્રત્યક્ષ અને અનુમાન બે માં જ પ્રામાણ્ય
વિમાનો દિ મુયાત્મા વિષસિતવર્ણનઃ । પ્રાહ્યાહસંવિત્તિમેવાનિવ રુક્ષ્યતે ।। સર્વસિદ્ધાંતસંગ્રહ ||
વિજ્ઞાનનું સ્વરૂપ એક જ છે. ભિન્ન-ભિન્ન નથી. યોગાચાર વિજ્ઞાનાદ્વૈતવાદિ છે. તેઓની દૃષ્ટિ અદ્વૈતવાદની છે. પરંતુ પ્રતિભાન પ્રતિભાસિત થવાવાળાપદાર્થોની ભિન્નતા તથા બહુલતાના કા૨ણે એકાકારબુદ્ધિ બહુલથી પ્રતીત થાય છે. વિજ્ઞાનમાં પ્રતિભાનના કા૨ણે કોઈ પ્રકા૨નો ભેદ ઉત્પન્ન થતો નથી. કહ્યું છે કે.....
યુદ્ધિસ્વરુપમે ં દિ વસ્તિ પરમાર્થતઃ પ્રતિમાનસ્ય નાનાત્વાન્ન ચૈત્યું વિહન્યતે ।। સર્વસિદ્ધાંતસંગ્રહ ૪રાફી
આ વિષયમાં યોગાચાર વિદ્વાનપ્રમદા (સ્વરૂપવાન સ્ત્રી)નું ઉદાહ૨ણ આપે છે. એક જ પ્રમદાના શરીરને સંન્યાસી શબ સમજે છે. કામુક કામિની માને છે. તથા કૂતરો તેને ભક્ષ્ય માને છે. પરંતુ સ્ત્રી તો એક જ છે. કેવલ કલ્પનાઓના કારણે તે સ્ત્રી ભિન્ન-ભિન્ન વ્યક્તિઓને ભિન્ન-ભિન્ન પ્રતીત થાય છે. પ્રમદાની સમાન જ બુદ્ધિની દશા છે. એક હોવા છતાં નાના (ભિન્ન-ભિન્ન) પ્રતિભાસિત થાય છે કર્તા-કર્મ, વિષય-વિષયી સર્વ સ્પર્વ બુદ્ધિ છે. વિજ્ઞાનના પ્રભેદ : વિજ્ઞાનનું સ્વરૂપ એક અભિન્ન પ્રકારનું છે. પરંતુ અવસ્થાભેદના કારણે તેના આઠ પ્રકાર માનવામાં આવે છે. (૧) ચક્ષુર્વિજ્ઞાન, (૨) શ્રોત્ર-વિજ્ઞાન, (૩) ઘ્રાણ-વિજ્ઞાન, (૪) જિહ્વા-વિજ્ઞાન, (૫) કાયવિજ્ઞાન, (૬) મનોવિજ્ઞાન, (૭) ક્લિષ્ટમનોવિજ્ઞાન (૮) આલયવિજ્ઞાન.
(૧) ચક્ષુર્વિજ્ઞાન : ચક્ષુનાસહારે જે વિજ્ઞાન પ્રાપ્તથાય છે, તે ચક્ષુર્વિજ્ઞાન કહેવાય છે. આ વિજ્ઞાનના ત્રણ આશ્રય છે.
(અ) ચક્ષુ કે જે વિજ્ઞાનની સાથે-સાથે અસ્તિત્વમાં આવે છે. અને સાથે-સાથે વિલીન થાય છે. આથી સદા સંબદ્ધ હોવાના કા૨ણે ચક્ષુ ‘સહભૂ’ આશ્રય છે.
(બ) મન કે જે આ વિજ્ઞાનની સંતતિની પાછળ આશ્રય બને છે આથી મન સમનન્તરઆશ્રય છે.
(ક) રૂપ, ઇન્દ્રિય, મન તથા સમગ્રવિશ્વનું બીજ જેમાં સદા વિદ્યમાન રહે છે તે સર્વબીજક આશ્રય આલય વિજ્ઞાન છે. આ ત્રણ આશ્રયોમાં ચક્ષુ રૂપ(ભૌતિક) હોવાથી રૂપીઆશ્રય છે તથા અન્ય બંને અરૂપીઆશ્રય છે. ચક્ષુર્વિજ્ઞાનના આલંબન અર્થાત્ વિષય ત્રણ છે :
:
(૧) વર્ણ : નીલાદિ, (૨) સંસ્થાન (આકૃતિ) : હ્રસ્વ, દીર્ધ, વૃત્ત, પરિમRsલાદિ, (૩) વિજ્ઞપ્તિ (ક્રિયા) : લેવું, ફેકવું, મુકવું વિ.
ચક્ષુર્વિજ્ઞાન આ વિષયોને લક્ષિતકરીને ઉત્પન્ન થાય છે.
ચક્ષુર્વિજ્ઞાનના કર્મ છ પ્રકારે છે :
(૧) સ્વવિષયાવલમ્બી, (૨) સ્વલક્ષણ, (૩) વર્તમાનકાળ, (૪) એકક્ષણ, (૫) ઇષ્ટ અથવા અનિષ્ટનું ગ્રહણ, (૬) શુદ્ધ અથવા અશુદ્ધ મનના વિજ્ઞાનકર્મનું ઉત્થાન.
ચક્ષુર્વિજ્ઞાનની માફક જ બાકીની ચારઇન્દ્રિયોના પણ આશ્રય, આલંબન, કર્મ આદિ ભિન્ન-ભિન્ન હોય છે.
(૬) મનોવિજ્ઞાન : ચિત્ત, મન અને વિજ્ઞાન મનોવિજ્ઞાનનું સ્વરૂપ છે.
*સંપૂર્ણ બીજોને ધારણકરવાવાળું જે આલયવિજ્ઞાન છે તે જ ચિત્ત છે.