________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
થઈ જાય છે. આથી અનુમાનમાં પણ પ્રાપ્યવિષયની અપેક્ષાથી સ્વવિષયોપદર્શનરૂપ પ્રાપકતા અને પ્રાપકતામૂલક પ્રામાણ્ય પણ સિદ્ધ થાય છે. તેથી અનુમાન પણ અવિસંવાદિ હોવાથી પ્રમાણ છે.) તેથી કહ્યું છે કે.
ઐતિહાસિક દૃષ્ટિથી યોગાચારની ઉત્પત્તિ માધ્યમિકોના પ્રતિવાદના સ્વરૂપમાં થઈ. માધ્યમિક લોકો જગતુના સર્વપદાર્થોને શૂન્ય માને છે. એના પ્રતિવાદમાં યોગાચાર સંપ્રદાયની ઉત્પત્તિ થઈ. યોગાચારમતવાળા કહે છે કે જે બુદ્ધિ દ્વારા જગતના પદાર્થો અસત્ય પ્રતીત થઈ રહ્યા છે.(તેથી) કમસે કમ બુદ્ધિને તો સત્ય માનવી પડશે. તેથી આ સંપ્રદાય વિજ્ઞાન (બુદ્ધિ, ચિત્ત, મન)ને એકમાત્ર સત્ય પદાર્થ માને છે. આ મતની સ્થાપના મૈત્રેયનાથે કરેલી મનાય છે. વસુબંધુ, દિનાગ, ધર્મકીર્તિ આ મતના આચાર્યો હતો. (આગળ) સૌત્રાન્તિકમતની પર્યાલોચના અવસરે, તેનો દાર્શનિક દૃષ્ટિથી પરિચય કર્યો. તેના મતમાં બાહ્ય અર્થની સત્તા જ્ઞાનદ્વારા અનુમેય છે. આપણને બાહ્યર્થની પ્રતીતિ થાય છે. આથી આપણને બાહ્યર્થની સત્તાનું અનુમાન થાય છે. એટલા માટે જ્ઞાનદ્વારા જ બાહ્યપદાર્થોના અસ્તિત્વનો પરિચય થાય છે. વિજ્ઞાનવાદિ (યોગાચાર) તેનાથી આગળ વધીને કહે છે કે, જો બાધાર્થની સત્તા જ્ઞાનપર અવલંબિત છે, તો જ્ઞાન જ વાસ્તવિક સત્તા છે. વિજ્ઞાન અર્થાત્ વિજ્ઞપ્તિ જ એકમાત્ર પરમાર્થ છે. જગતના પદાર્થો તો વસ્તુતઃ માયા-મરીચિકાના સમાન નિઃસ્વભાવ તથા સ્વપ્નસમાન નિરૂપાખ્યા છે. જેને આપણે બાહ્યપદાર્થ કહીએ છીએ તેનું વિશ્લેષણ કરીએ તો ત્યાં આંખથી જોવાયેલા રંગઆકાર, હાથથી અડકેલ રૂક્ષતા-ચિકાશ આદિ ગુણો મળે છે. તેનાથી અતિરિક્ત કોઈ વસ્તુસ્વભાવનો પરિચય આપણને થતો નથી. પ્રત્યેક વસ્તુને જોઈને આપણને નીલો-પીળો-રંગ તથા લંબાઈ, પહોળાઈ, મોટાઈ આદિને છોડીને કેવલ રૂપ-ભૌતિક તત્ત્વ દેખાતું નથી.બાહ્યપદાર્થનું જ્ઞાન આપણને કોઈપણ પ્રકારે થતું નથી. જો બાહ્યપદાર્થ અણુરૂપ છે, તો તેનું જ્ઞાન નહીં થઈ શકે અને જો પ્રચય-રૂપ છે. (અર્થાતુ અનેક પરમાણુઓને સંઘાતથી બનેલ હોય) તો પણ તેનું જ્ઞાન સંભવ નથી. કારણકે પ્રચયરૂપ પદાર્થોના પ્રત્યેક અંગ-પ્રત્યંગનું એકકાલિકશાન સંભવ નથી. આવી અવસ્થામાં અમે બાહ્યપદાર્થની સત્તા કેવી રીતે માની શકીએ ? સત્તા કેવલ એક જ પદાર્થની છે. તે પદાર્થ વિજ્ઞાન છે. વિજ્ઞાનવાદિ વિશદ્ધપ્રત્યયવાદિ છે. તેની દૃષ્ટિમાં ભૌતિકપદાર્થ નિતરાં અસિદ્ધ છે. વિજ્ઞાન જ બાહ્યપદાર્થોના અભાવમાં પણ સત્યપદાર્થ છે. વિજ્ઞાનને પોતાની સત્તા માટે કોઈ અવલંબનની આવશ્યક્તા નથી. તે અવલંબન વિના જ સિદ્ધ છે. આ કારણથી વિજ્ઞાનવાદિને નિરાલંબાવાદિની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. માધ્યમિકોનો શૂન્યવાદ વિજ્ઞાનવાદિઓની દૃષ્ટિએ નિતાન્ત હેય સિદ્ધાંત છે. માધ્યમિકોને લક્ષ્ય બનાવીને તેઓનું કથન છે કે... “જો તમારો સર્વશૂન્યતાનો સિદ્ધાંત માન્ય કરાવવામાં આવે, તો શૂન્ય જ તમારા માટે સત્યતાના માપની કસોટી થશે. તેથી બીજાવાદિની સાથે વાદ કરવાનો તમને અધિકાર ક્યારેય પણ પ્રાપ્ત નહિ થાય.” (તેથી કહ્યું છે કે – ત્રયો સર્વશૂન્યત્વે પ્રમાને શૂન્યમેવ તે અતો વાધિકારસ્તે પરોપદ્યતે || સર્વ સિદ્ધાંત સંપ્રદ). પ્રમાણ ભાવાત્મક હોય તો જ વાદ-વિવાદનો અવકાશ છે. શૂન્યને પ્રમાણમાનવાથી શાસ્ત્રાર્થની કસોટી જ કેવી રીતે માનવી કે જેનાથી હાર કે જીતની વ્યવસ્થા થઈ શકે ? આવી દશામાં તમે કયા પ્રકારે પોતાના પક્ષની સ્થાપના કરશો અને બીજાના પક્ષમાં દૂષણ આપી શકશો. આ વિજ્ઞાનની સત્તા શૂન્યવાદિઓએ પણ માનવી પડશે, નહિ. તો તર્કશાસ્ત્ર અસિદ્ધ થઈ જશે. વિજ્ઞાનની સત્તામાટે લંકાવતાર સૂત્રમાં કહ્યું છે કે “ચિત્ત પ્રવર્તત વિત્ત ચિત્તમેવ વિકૃધ્યત્વે ચિત્ત દિનાથને નાશ્ચિત્તમેવ નિરંધ્યત્વે ૧૪૯Tો અર્થાત્ ચિત્ત-વિજ્ઞાનની જ પ્રવૃત્તિ હોય છે. વિજ્ઞાન