________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
અનુમાન વિકલ્પનો વિષય તો સામાન્યપદાર્થ અર્થાત્ વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિંબિત સ્વાકાર હોય છે. પરંતુ પ્રાપ્યવિષય તો બાહ્ય-સ્વલક્ષણરૂપ જ હોય છે અને આ પ્રાપ્યએવા બાહ્ય સ્વલક્ષણનો આલંબનભૂત સ્વાકારની સાથે “મેં જેનું અનુમાન કર્યું હતું તેને જ પ્રાપ્ત કરીરહ્યો છું” આવો અભેદઅધ્યવસાય થાય છે. આ અભેદનો અધ્યવસાયકરીને પ્રવૃત્તિક૨વાથી અર્થ પ્રાપકતા સિદ્ધ
૭૪
(૭) પ્રત્યેકવસ્તુ દુ:ખ ઉત્પન્ન કરવાવાળી છે. સુખ પણ દુ:ખ ઉત્પન્ન કરે છે. એટલા માટે સૌત્રાન્તિકમતવાળા સમસ્ત પદાર્થોને દુ:ખમય માને છે.
(૮) સૌત્રાન્તિકમતમાં અતીત (ભૂત) તથા અનાગત (ભવિષ્ય) બંને શૂન્ય છે. (તથા સૌત્રાન્તિમતેડતીતાના તં શૂન્યમન્યવશૂન્યમ્ ।) વર્તમાનકાલ જ સત્ય છે. (વૈભાષિકો ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાલનું અસ્તિત્વ માને છે.)
(૯) નિર્વાણના વિષયમાં સૌત્રાન્તિકમતના આચાર્ય(શ્રીલબ્ધ)નો એક વિશિષ્ટમત છે. તેઓનું કહેવું છે કે ‘પ્રતિસંખ્યાનિરોધ’ તથા ‘અપ્રતિસંખ્યાનિરોધમાં કોઈપ્રકારનું અંતર નથી.
પ્રતિસંખ્યાનિરોધનો અર્થ છે - પ્રજ્ઞાનિબન્ધન ભાવિક્લેશાનુત્પત્તિ અર્થાત્ પ્રજ્ઞાના કારણે ભવિષ્યમાં ઉત્પન્ન થવાવાળા સમસ્ત ક્લેશોનું ન થવું. અપ્રતિસંખ્યાનિરોધનો અર્થ છે - ફ્લેશનિવૃત્તિમૂલક દુઃખાનુત્પત્તિ અર્થાત્ ક્લેશોની નિવૃત્તિની ઉપર જ દુઃખ અર્થાત્ સંસારની અનુત્પત્તિ અવલંબિત છે. આથી ક્લેશનું ઉત્પન્ન ન થવું એ સંસારની ઉત્પત્તિ ન થવાનું કા૨ણ છે.
* સૌત્રાન્તિકમતાનુસાર ધર્મોનું વર્ગીકરણ :
સૌત્રાન્તિક ૪૩ ધર્મો માને છે.
પ્રમાણ બે પ્રકારે છે : (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન.
તેના વિષયો ચાર પ્રકારના છે. (૧) રૂપ, (૨) અરૂપ, (૩) નિર્વાણ, (૪) વ્યવહાર
(૧) રૂપ બે પ્રકારે છે : (i) ઉપાદાન અને (ii) ઉપાદાય. તે પ્રત્યેક ચારપ્રકારના છે. ઉપાદાનની અંતર્ગત પૃથ્વી, જલ, તેજ અને વાયુની ગણતરી થાય છે. અને ઉપાદાયમાં રૂક્ષતા, આકર્ષણ, ગતિ તથા ઉષ્ણતા આ ચારધર્મોની ગણના થાય છે. આમ રૂપના આઠપ્રકાર છે.
(૨) અરુપ બે પ્રકારે છે. (i) ચિત્ત અને (ii) કર્મ
(૩) નિર્વાણ બે પ્રકારે છે. (i) સોધિ અને (ii) નિરુપધિ
(૪) વ્યવહાર બે પ્રકારે છે. (i) સત્ય અને (ii) અસત્ય.
૪૩ ધર્મોનું વર્ગીકરણ :
(૧) રૂપ = ૮ (૪ ઉપાદાન + ૪ ઉપાદાય), (૨) વેદના = ૩ (સુખ, દુખ, નસુખ-ન દુ:ખ (ઉદાસીનતા), (૩) સંજ્ઞા = ૬ (પાંચ ઇન્દ્રિય + ૧ ચિત્ત), (૪) વિજ્ઞાન = ૬ (ચક્ષુ આદિ પાંચ અને મન, એ ઇન્દ્રિયોનું વિજ્ઞાન), (૫) સંસ્કાર = ૨૦ (૧૦ કુશલ + ૧૦ અકુશલ).
(૩) યોગાચાર (વિજ્ઞાનવાદિ)ની માન્યતા :
યોગાચા૨મત બૌદ્ધદર્શનના વિકાસનું એકમહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. તેની દાર્શનિક દૃષ્ટિ શુદ્ધપ્રત્યયવાદની છે. આધ્યાત્મિકસિદ્ધાંતના કારણે તે વિજ્ઞાનવાદ કહેવાય છે. અને ધાર્મિક તથા વ્યવહારિક દૃષ્ટિથી તેનું નામ ‘યોગાચાર’ છે.