________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
“પ્રત્યક્ષ અને અનુમાનવડે પદાર્થને જાણીને પ્રવૃત્તિક૨ના૨ પુરુષની અર્થક્રિયામાં (કોઈપણ) વિસંવાદ રહેતો નથી.”
પ્રાપ્ત થવાવાળી વસ્તુ નિયતદેશ, કાલ અને આકારમાં જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જે દેશમાં,
ચિત્તની જ વિમુક્તિ હોય છે. ચિત્તને છોડીને બીજી વસ્તુ ઉત્પન્ન થતી નથી. અને ચિત્તનો જ નિરોધ થાય છે. ચિત્તનો નાશ થતો નથી. ચિત્ત એકમાત્રતત્ત્વ છે.”
७६
વિજ્ઞાનના અન્યપર્યાય ચિત્ત, મન, વિજ્ઞપ્તિ છે. કોઈ વિશિષ્ટક્રિયાની પ્રધાનતા માનીને આ શબ્દોનો પ્રયોગકરાયેલ છે. ચેતન ક્રિયાને સંબદ્ધ હોવાથી તે ‘ચિત્ત’ કહેવાય છે. મનન ક્રિયા કરવાથી તે ‘મન’ તથા વિષયોને ગ્રહણકરવામાં કા૨ણભૂત હોવાથી તે ‘વિજ્ઞાન' કહેવાય છે. આ જ વાત લંકાવતારસૂત્રના શ્લોક૧૦૨માં કરી છે.
चित्तमालयविज्ञानं मनो यन्मन्यनात्मकम् । गृह्णाति विषयान् येन विज्ञानं हि तदुच्यते ।। १०२ ।।
વળી તેઓનું એ માનવું છે કે આ વિશ્વમાં જેટલા હેતુ-પ્રત્યયથી જનિત સંસ્કૃત પદાર્થ છે. તેનું ન તો આલંબન છે અને ન તો કોઈ આલંબન આપવાવાળું જ છે. તે પદાર્થો નિશ્ચિતરૂપથી ચિત્તમાત્ર છે. ચિત્તના ચિત્ર-વિચિત્ર નાનાકાર પરિણામ છે. સાધારણમાણસ આત્માને નિત્ય સ્વતંત્રસત્તા માને છે. પરંતુ તે કેવલ વ્યવહારનામાટે સંજ્ઞા(પ્રજ્ઞપ્તિસત્ય)ના રૂપમાં ઊભું ક૨વામાં આવેલ છે. તે વાસ્તવમાં દ્રવ્ય (દ્રવ્ય સત્) કોઈપણ રીતે નથી. તે પાંચ સ્કન્ધોનો સમુદાય મનાય છે. પરંતુ પંચસ્કન્ધુ સ્વયં સંજ્ઞારૂપ છે. દ્રવ્યરૂપથી તેની સત્તા સિદ્ધ થતી નથી. આ જગતમાં ન તો ભાવ વિદ્યમાન છે, ન તો અભાવ. ચિત્તને છોડીને કોઈપણ પદાર્થ સત્ નથી. પરમાર્થને નાના ધર્મોથી બોલાય છે. તથતા, શૂન્યતા, નિર્વાણ, ધર્મધાતુ, આ સર્વે પરમૃતત્ત્વના પર્યાયવાચિ નામ છે. ચિત્ત (આલયવિજ્ઞાન) ને જ તથતાના નામે બોલાય છે.
આથી યોગાચારનો પરિનિષ્ઠિતમત આ પ્રમાણે છે
1
दृश्यते न विद्यते चित्तं चित्र हि दृश्यते ।
વેદમો પ્રતિષ્ઠાનું વિત્તમાત્ર વવામ્યહમ્ ।। લંકાવતાર ૩/૩૩ II
અર્થાત્ બાહ્ય દૃશ્યજગત વિદ્યમાન નથી. ચિત્ત એકાકાર નથી. પરંતુ ચિત્ત આ જગતમાં વિચિત્રરૂપોથી દેખાય છે. ક્યારેક તે ચિત્ત દેહનારૂપે, તો ક્યારેક ભોગનારૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. આથી ચિત્તની વાસ્તવિકસત્તા છે. જગત ચિત્તનું પરિણામ છે.
ચિત્ત બે પ્રકારે પ્રતીત થાય છે. (૧) ગ્રાહ્ય-વિષય, (૨) ગ્રાહકવિષયી. આ જ વાતને જણાવે છે
-
ચિત્તમાત્ર ન દૃશ્યોઽસ્તિ, ક્રિયા ચિત્તે દિ વૃશ્યતે। પ્રાહ્મપ્રાહ માવેન શાશ્વતોછેવવર્ગિતમ્ ।। લંકાવતાર ૩/૬૫) ગ્રહણ કરવાવાળી વસ્તુની ઉપલબ્ધિના સમયે ત્રણપદાર્થો ઉપસ્થિત થાય છે - એક તો જેનું ગ્રહણ કરવાનું હોય તે (ઘટ-પટાદિ) વિષય, બીજું વસ્તુને ગ્રહણકરનાર (વિષયી-કર્તા) અને ત્રીજી વસ્તુ છે, તે બંનેનો પરસ્પરસંબંધ એટલે કે ગ્રહણ.
ગ્રાહ્ય, ગ્રાહક અને ગ્રહણ અથવા શેય, જ્ઞાતા અને જ્ઞાન આ ત્રણ સર્વત્રવિદ્યમાન હોય છે. સાધારણદૃષ્ટિથી આ ત્રણવસ્તુની સત્તા છે. પરંતુ એ ત્રણે જ એકાકારબુદ્ધિ (કે વિજ્ઞાન કે ચિત્તના) પરિણામ છે, જે વાસ્તવિક નથી. પણ કાલ્પનિક છે. ભ્રાન્તદૃષ્ટિવાળો વ્યક્તિ જ અભિન્નબુદ્ધિમાં આ ત્રિપુટીની કલ્પનાકરી ભેદવાળા બનાવે છે. કહ્યું છે કે...