________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
કરતા જ્ઞાનોમાં યથાર્થ અર્થપ્રદર્શિત કરવાસ્વરૂપ પ્રાપત્વ નથી. (કહેવાનો આશય એ છે કે શંખ સફેદ હોવા છતાં, રોગથી અભિભૂત આંખદ્વારા શંખ પીળો દેખાય છે. અહીં તે જ્ઞાન અર્થનું પ્રાપક બન્યું, પરંતુ શંખે પોતે જે શ્વેત રંગ પ્રદર્શિત કરેલ, તે શ્વેત રંગનું યથાર્થરીતે પ્રદર્શિત કરનાર તે જ્ઞાન ન બન્યું. અર્થાત્ શંખનું વિવિક્ષિતજ્ઞાન ન થવાથી, તે જ્ઞાનમાં યથાર્થ
ઉપેક્ષા બે પ્રકારની છે. (૧) આવૃત્ત ઉપેક્ષા, (૨) અનાવૃત્ત ઉપેક્ષા. આવૃત ઉપેક્ષાની પ્રધાનતા ક્લિષ્ટવિજ્ઞાનમાં રહે છે અને તે અહંકારદ્યોતક તત્ત્વ હોવાથી નિર્વાણનો અવરોધ કરનાર છે. મનોવિજ્ઞાનથી પાર્થક્ય બતાવવા માટે આને ક્લિષ્ટ(ક્લેશોથી યુક્ત)મનોવિજ્ઞાનની સંજ્ઞા આપેલ છે.
વિજ્ઞાનનો આ દ્વિતીય પરિણામ મનાય છે. (૮) આલયવિજ્ઞાન : યોગાચારમતમાં “આલયવિજ્ઞાનની કલ્પનાનું મહત્ત્વ વધારે છે. (અન્યદર્શનકારોએ
વિજ્ઞાનવાદિઓના આ સિદ્ધાંત ઉપર ખૂબ આક્ષેપ કરેલ છે). જગતના સર્વધર્મોનું બીજ “આલય-વિજ્ઞાન'માં નિહિત રહે છે, ઉત્પન્ન થાય છે અને પુનઃ વિલીન થઈ જાય છે. વિજ્ઞાનને “આલય” શબ્દ દ્વારા અભિહિત કરવાના (આચાર્ય સ્થિરમતિ અનુસાર) ત્રણ કારણ છે. (તત્ર સર્વસાવજ્જૈશિવથલીનાના માથઃ સાય: સ્થાનમતિ પર્યાથી . अथवा आलीयन्ते उपनिबध्यन्तेऽस्मिन् सर्वधर्माः कार्यभावेन यद्वाऽऽलीयते उपनिबध्यते कारणभावेन सर्वधर्मेषु इत्यालयः ।
(ત્રિશિકા ભાષ્ય-પૃ-૧૮). (૧) આલયનો અર્થ છે સ્થાન. જેટલા ફ્લેશોત્પાદકધર્મોના બીજ છે, તે સર્વેનું સ્થાન છે. તે બીજો આલયવિજ્ઞાનમાં
એકઠા રહેલા છે. કાલાન્તરમાં વિજ્ઞાનરૂપથી બહાર આવીને જગતના વ્યવહારનો નિર્વાહ કરે છે. (૨) આલય-વિજ્ઞાનથી વિશ્વના સમગ્ર ધર્મ(=પદાર્થ) ઉત્પન્ન થાય છે. આથી સમસ્તધર્મ કાર્યરૂપથી સંબદ્ધ રહે છે.
એટલા માટે વિજ્ઞાનનું આલય (લય થવાનું સ્થાન) છે. (૩) આલયવિજ્ઞાન સર્વધર્મોનું કારણ છે. આથી કારણરૂપથી સર્વધર્મોમાં અનુસૂત (પરોવાયેલો હોવાના કારણે પણ
તે “આલય' કહેવાય છે. આ ત્રણ વ્યુત્પત્તિઓના સમર્થનમાં કહ્યું છે કે – સર્વથ દિમાટીના વિજ્ઞાને તેવું તત્તથા અન્યોન્યામાવેન હેતુમાન સર્વતા | અર્થાત્ વિશ્વના સમસ્તધર્મો ફલરૂપ હોવાથી વિજ્ઞાનમાં આલીન (સમ્બદ્ધ) હોય છે. તથા આલયવિજ્ઞાન પણ ધર્મોની સાથે સર્વદા હેતુ હોવાથી સમ્બદ્ધ રહે છે. અર્થાત્ વિશ્વના સમસ્તપદાર્થોની ઉત્પત્તિ ‘આલયવિજ્ઞાન'થી થાય છે. આ વિજ્ઞાન હેતુરૂપ છે. અને સમગ્રધર્મ ફલરૂપ છે. આલયવિજ્ઞાનમાં અન્તર્નિહિત બીજોનું ફલ વર્તમાન સંસ્કારના રૂપમાં લલિત થાય છે. સમગ્રસંસાર તથા તેનો અનુભવ સાત વિજ્ઞાનોદ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તે સર્વ પોતાના પૂર્વકાલીન બીજોમાંથી ઉત્પન્ન થાય છે. અને વર્તમાન સંસ્કારો તથા અનુભવોથી નવા-નવા બીજોની ઉત્પત્તિ થાય છે. જે ભવિષ્યમાં બીજરૂપથી ‘આલયવિજ્ઞાન'માં પોતાને અન્તર્નિહિત કરે છે. આલયવિજ્ઞાનનું સ્વરૂપ : આલય વિજ્ઞાનનું સ્વરૂપ સમુદ્રના દૃષ્ટાંતથી સારી રીતે સમજી શકાય તેમ છે. પવનના ઝપાટાથી સમુદ્રમાં સતત તરંગો પેદા થાય છે, ક્યારેય વિરામ પામતા નથી. (વત્તા-ઓછા હોય તે બની શકે, પણ તરંગો વિરામ પામતા નથી.) એ પ્રકારે “આલયવિજ્ઞાનમાં પણ વિષયરૂપી વાયુના ઝપાટાથી ચિત્ર-વિચિત્ર વિજ્ઞાનરૂપી તરંગો ઉઠે છે અને સતત ચાલુ રહે છે. આલયવિજ્ઞાન' સમુદ્રસ્થાનીય છે. વિષય