________________
६२
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ८, बोद्धदर्शन
-
છે. તેને તત્ત્વો પણ કહેવાય છે. શ્લોકમાં ‘T’ સમુચ્ચયાર્થક છે. કહેવાનો આશય એ છે કે માત્ર પૂર્વે કહેલા દુ:ખાદિ ચારઆર્યસત્યો જ તત્ત્વો નથી, પરંતુ આ બારઆયતનો પણ તત્ત્વો છે. તથા આ આયતનો ક્ષણિક જાણવા, કારણકે બૌદ્ધો આ વિષયમાં આ પ્રમાણે કહે છે કે (“વેવાર્થયિાળારિ તવેવ પરમાર્થસવિતિ” અર્થાત્ જે અર્થક્રિયાકાર છે, તે ૫૨માર્થસત્ છે. આ વચનાનુસાર બારઆયતનોમાં પણ અર્થક્રિયાકારિત્વ છે. તેથી બારઆયતનો પરમાર્થથી સત્ છે.) અને ‘યત્ સત્ તત્ ક્ષળિમ્' આ પૂર્વે કહેલા ન્યાયથી બારઆયતનોમાંથી અક્ષણિકત્વ નિવર્તમાન થતાં ક્ષણિકત્વ જ આવીને ઉભું રહે છે. (કહેવાનો આશય એ છે કે પૂર્વે કહ્યું કે જે અર્થક્રિયાકારિ હોય તે સત્ અને જે સત્ હોય તે ક્ષણિક હોય છે. તેથી બારઆયતનોમાં અર્થક્રિયાકારિત્વ હોવાથી સત્ તો છે જ. અને અક્ષણિકમાં ક્રમથી કે યુગપથી અર્થક્રિયા ઘટતી નથી. તેથી બારઆયતનોમાં અર્થક્રિયાકારિત્વ સ્વીકારતાં, તેને ક્ષણિક પણ સ્વીકારવા જ પડશે.) આ પ્રમાણે હોતે છતે આયતનોમાં ક્ષણિકત્વ ને સિદ્ધકરતું અનુમાન પણ સુલભ છે. જેમકે યત્તત્તગિળ, યથા પ્રતીપાિ । આ અનુમાનથી જેમ દીપકની જ્યોત સત્ છે, તો ક્ષણિક પણ છે. તેમ બારઆયતનો સત્ છે, તો ક્ષણિક છે જ. આ અનુમાનથી બારઆયતનથી અતિરિક્ત બીજાપદાર્થનો અભાવ છે. (કારણકે જગતમાં જે કોઈ સત્ છે, તેનો આ બાર આયતનોમાં સમાવેશ થઈ જાય છે.) આથી ક્ષણિકત્વ બારઆયતનોમાં જ રહે છે. આ પ્રમાણે સૌત્રાન્ત્રિક સંમતમતથી ચાર દુ:ખાદિ તત્ત્વો છે.
सामान्यतो बौद्धमतेन चायतनरूपाणि द्वादश तत्त्वानि प्रतिपाद्य, संप्रति प्रमाणस्य विशेषलक्षणमत्रामिधानीयम्, तच सामान्यलक्षणाविनाभावीति प्रथमं प्रमाणस्य सामान्यलक्षणमुच्यते । “प्रमाणमविसंवादि ज्ञानम्” [प्र.वा. १ / ३ इति ] | अविसंवादकं ज्ञानं प्रमाणम् । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तमर्थाप्रापकस्याविसंवादित्वाभावात्, (૫) ધર્મના પરસ્પરવ્યાપારથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તે કાર્ય-કારણનિયમના વશમાં રહે છે. આ જગતના સર્વ ધર્મો ૫૨સ્પ૨ કાર્ય-કારણરૂપે સંબદ્ધ છે અને તેનું નામ પ્રતીત્યસમુત્પાદ છે. (જેનું વર્ણન આગળ કરેલ છે.)
(૬) આ જગત વસ્તુત: સુક્ષ્મ (૭૨ પ્રકારના) ધર્મોના સંઘાતનું પરિણામ છે. ધર્મનો એ સ્વભાવ છે કે તે કારણથી ઉત્પન્ન થાય છે. (હેતુ-પ્રભવ) અને પોતાના વિનાશની ત૨ફ સ્વત: આગળ વધે છે. (નિરોધ)
(૭) અવિદ્યા અને પ્રજ્ઞા પરસ્પરવિરોધી ધર્મો છે. અવિદ્યાના કા૨ણે જગતનો આ પ્રવાહ પૂરજોશમાં ચાલે છે. અને પ્રજ્ઞાધર્મનો ઉદય થવાથી આ પ્રવાહમાં હ્રાસ ઉત્પન્ન થાય છે અને તે ધીરે-ધીરે શાન્તિના રૂપમાં પરિણત થાય છે. (૮) ધર્મોને ચાર ભાગમાં વહેંચેલ છે. (i) ચંચાલાવસ્થા, (દુ:ખ) (ii) ચંચલાવસ્થાનું કારણ (સમુદય), (iii) પરમ શાન્તિની દશા (નિરોધ), (iv) શાંતિનો ઉપાય (માર્ગ),
(૯) આ જગતની પ્રક્રિયાનું ચરમ અવસાન‘નિરોધ’માં છે. જે નિર્વિકારશાંતિની દશા છે. તે સમયે સંઘાતનો નાશ થઈ જાય છે.(અસંસ્કૃત=નિર્વાણ). આ માન્યતાઓને સૂત્રરૂપે આ રીતે રાખી શકાય છે.