________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन
काल एव दीपकलिकायां दीपकलिकान्तरमिव तत्सदृशमपरं क्षणान्तरमुदयते । तेन समानाकारज्ञानपरंपरापरिचयचिरतरपरिणामान्निरन्तरोदयाच पूर्वक्षणानामत्यन्तोच्छेदेsपि स एवायमित्यध्यवसायः प्रसभं प्रादुर्भवति । दृश्यते च यथा लूनपुनरुत्पन्नेषु नखकेशकलापादिषु स एवायमिति प्रतीतिः, तथेहापि किं न संभाव्यते सुजनेन । तस्मात्सिद्धमिदं यत्सत्तत्क्षणिकमिति । अत एव युक्तियुक्तमुक्तमेतत् क्षणिकाः सर्वसंस्कारा કૃતિ ।
ટીકાનો ભાવાનુવાદ :
શંકા ઃ પદાર્થ અનિત્ય છે એ વાત સાચી, પરંતુ ઘટવગેરે પદાર્થોના નાશકહેતુ મુદ્નગર વગેરેનો સંયોગથાય ત્યારે જ ઘટાદિનો વિનાશ થાય છે. તેથી ઘટાદિને પ્રતિક્ષણ વિનાશી માનવા ઉચિત નથી. તેથી વિનાશના કારણોની અપેક્ષાવાળા અનિત્યપદાર્થોની પણ સ્થિતિ ત્યાં સુધી તો માનવી જ પડશે, કે જ્યાં સુધી વિનાશકકારણોનો સંયોગ ન થાય. આથી અનિત્ય પદાર્થો પણ કેટલોક સમય રહેવાવાળા છે. પ્રતિક્ષણ વિનાશી=ક્ષણિક નથી.
५७
સમાધાન : આ શંકા કરનાર વ્યક્તિએ ગુરુની ઉપાસનાદ્વારા જ્ઞાન મેળવ્યું હોય તેમ લાગતું નથી. કારણકે અમારો તમને પ્રશ્ન છે કે... ઘટાદિની નાશકમુદ્ગરાદિસામગ્રી ઉપસ્થિત થતે છતે શું ઘટાદિનો અંતિમસમયે વિનાશ થવાનો છે તે વિનાશનો સ્વભાવ ઘટાદિની ઉત્પત્તિના સમયથી જ છે કે ઉત્પત્તિના સમયથી નથી ?
જો તમે એમ કહેશો કે “ઉત્પત્તિના સમયથી જ ઘટાદિનો વિનાશસ્વભાવ હોય છે.” તો તો ઉત્પત્તિની બાદ તુરત જ ઘટાદિનો વિનાશ થઈજવાની આપત્તિ આવી જશે. અર્થાત્ ઉત્પત્તિની બાદ તુરત નાશ પામી જશે. તેથી આવી અવસ્થામાં પદાર્થ કાલાંતરમાં ન રહેવાના કારણે ક્ષણિક સિદ્ધ થઈ જાય છે.
જો તમે એમ કહેશો કે... “પદાર્થની ઉત્પત્તિનાસમયમાં વિનશ્વરસ્વભાવ (પદાર્થમાં) હોતો નથી”...
તો અમારો પ્રશ્ન છે કે... તે વિનશ્વરસ્વભાવ પદાર્થમાં પાછળથી કેવીરીતે આવ્યો ?
જો તમે એમ કહેશો કે... “પદાર્થમાં ઉત્પત્તિસમયે વિનાશસ્વભાવ હોતો નથી, પરંતુ ઉત્પત્તિ પછી કેટલોકકાલ પદાર્થ રહીને નાશ પામે છે. આવો તે પદાર્થનો સ્વભાવ હોય છે.”
તમારી આ વાત પણ ઉચિત નથી. કારણ કે મુગરાદિ નાશકસામગ્રી ઉપસ્થિતથવાછતાં । તે પદાર્થનો તે સ્વભાવ રહેશે. અર્થાત્ મુગરાદિ સામગ્રીના સદ્ભાવમાં પણ પદાર્થ કેટલોક
પણ