________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन
નથી - તથા નિત્યપદાર્થના પૂર્વસ્વભાવનો વિનાશ પણ કરતો નથી, તો પણ નિત્યપદાર્થ વિશિષ્ટકાર્યની ઉત્પત્તિના નિમિત્તથી અકિંચિત્કર સહકારિઓની પણ અપેક્ષા રાખે છે અને તે સહકારિઓની સાથે મળીને નિત્ય વિશિષ્ટ કાર્યોને ઉત્પન્ન કરે છે. ક્ષણિકવાદિ કહે છે કે તમારી આ વાત અયુક્ત છે. કારણ કે કહ્યું છે કે...
પર પદાર્થ જો કોઈ કાર્ય કરે અથવા કોઈ પ્રયોજનને સાધી આપે તો જ તેની અપેક્ષા કરાતી હોય છે. જે અકિંચિત્કર છે તેની અપેક્ષા કોનાવડે કરાય ? ન જ કરાય.”
હવે તમે એમ કહેશો કે “નિત્યપદાર્થોમાં પ્રથમ અર્થક્રિયા કરવાના સમયે, દ્વિતીયાદિ સમયોમાં થનારા કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોતું નથી. (અર્થાત્ દ્વિતીયાદિ ક્ષણોમાં થનારી અર્થક્રિયા હોતી નથી). તથા દ્વિતીયાદિ સમયોમાં જ્યારે તે કાર્ય થવાનું હોયત્યારે સામર્થ્ય આવી જાય છે.”
તે પ્રમાણે હોતે છતે તમે જ કહો કે નિત્યતા ક્યાં રહી ? અર્થાતુ નિત્યતાની હાનિ જ થઈ જશે, કારણકે નિત્યમાં જે સામર્થ્ય પ્રથમસમયે નહોતું, તે દ્વિતીયસમયમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈપણ અવિદ્યમાન સ્વભાવનું ઉત્પન્ન થવું તે જ અનિયતા છે. હવે જો તમે એમ કહેશો કે... નિત્યપદાર્થ યુગપ૬ અર્થક્રિયાને કરે છે.
તો પ્રથમક્ષણમાં જ સઘળીયે અર્થક્રિયાઓ થઈ જવાથી દ્વિતીયાદિ ક્ષણોમાં નિત્યપદાર્થ અકર્તા બની જશે. કહેવાનો આશય એ છે કે નિત્યપદાર્થ પ્રથમક્ષણમાં જ દ્વિતીયાદિ અનંતક્ષણોમાં થનારી અર્થક્રિયાઓને કરી નાખી. તો પછી નિત્યપદાર્થ દ્વિતીયાદિ ક્ષણોમાં શું કરશે ? હવે તો પ્રથમ ક્ષણમાં જે કર્તા હતો, તે હવે અકર્તા બની જશે. વળી પ્રથમ ક્ષણે અર્થક્રિયા કરવાના કારણે નિત્યપદાર્થ સત્ હતો, તે હવે દ્વિતીયાદિ ક્ષણે અસતું બની જશે. તેથી તેની નિત્યતા રહેશે નહિ. તેથી તેનામાં કર્તૃત્ત્વ અને અકર્તુત્ત્વરૂપે પરિવર્તન થવારૂપ અનિત્યતા આવી પડશે.
જો તમે એમ કહેશો કે - “નિત્યપદાર્થનો એવો સ્વભાવ છે કે પ્રથમસમયમાં કરેલી સઘળીયે અર્થક્રિયાઓને તે દ્વિતીયાદિ ક્ષણોમાં વારંવાર કરે છે.”
પરંતુ તમારી આ વાત ગ્રાહ્ય બની શકતી નથી, કારણ કે પ્રથમસમયમાં જે કાર્ય ઉત્પન્ન થઈ ગયું છે, તેને નિત્યપદાર્થ કેવી રીતે બીજી ક્ષણોમાં ઉત્પન્ન કરી શકે ? વળી નિત્યપદાર્થનો સ્વભાવ પ્રથમક્ષણમાં જ બધી અર્થક્રિયાઓ કરવાનો હોય તો, દ્વિતીયાદિ ક્ષણમાં થનારી સઘળી અર્થક્રિયાઓ પણ પ્રથમસમયમાં જ સંપન્ન થઈ જશે અને જો...
દ્વિતીયાદિષણોમાં થનારાકાર્યોને પ્રથમક્ષણમાં કરવાનો સ્વભાવ નિત્યપદાર્થનો નથી” એમ માનશો તો અનિત્યત્વનો પ્રસંગ સ્પષ્ટ જ છે. તેથી આ પ્રમાણે નિત્યપદાર્થની ક્રમથી કે યુગપથી અર્થક્રિયાનો અભાવહોવાથી