________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक -७, बोद्धदर्शन
જેમાં અર્થક્રિયાકારિત્વ હોય તે વસ્તુ પરમાર્થથી સત્ છે. અર્થક્રિયામાં પ્રવર્તેલો નિત્યપદાર્થ શું ક્રમથી પ્રવર્તે છે કે યુગપ પ્રવર્તે છે? અર્થાત્ નિત્યપદાર્થો અથક્રિયા ક્રમથી કરે છે કે યુગપદ્ કરે છે ?
નિત્યપદાર્થ ક્રમથી અર્થક્રિયા કરતો નથી. કારણ કે જો તે ક્રમથી અર્થક્રિયા કરે છે, તેમ કહેશો તો) પ્રશ્ન થશે કે એકઅWક્રિયાના કાલમાં બીજીઅWક્રિયા કરવાનો સ્વભાવ તેનો હોય છે કે નહિ ?
જો એમ કહેશો કે “એકઅર્થક્રિયાના કાલમાં બીજીઅWક્રિયા કરવાનો સ્વભાવ હોય છે. તો પ્રશ્ન થશે કે ક્રમથી શાથી કરે છે ? અર્થાત્ બે અર્થક્રિયાઓનો એકસાથે કરવાનો સ્વભાવ સિદ્ધ થવાથી, ક્રમથી અર્થક્રિયા કરે છે તે વાત ઉડી જાય છે.
(નિત્યવાદિની માન્યતા છે કે.. નિત્યમાં જોકે સર્વ અર્થક્રિયાઓ કરવાનો સ્વભાવ હંમેશાં વિદ્યમાન હોય છે. પરંતુ જે જે કાર્યોના ઉત્પાદક અન્ય સહકારી કારણો જ્યારે-જ્યારે મળી જાય છે, ત્યારે નિત્ય તે તે કાર્યને ઉત્પન્ન કરી દે છે. આ રીતે સહકારી કારણોના ક્રમથી નિત્યપદાર્થ પણ ક્રમથી અર્થક્રિયા કરે છે. સહકારી કારણ તો અનિત્ય છે; આથી તેનું સન્નિધાન ક્રમથી જ થયા કરતું હોય છે. આ નિત્યવાદિ દલીલ કરે છે કે)
નિત્ય તો યુગપ૬ અર્થક્રિયા કરવા સમર્થ છે. પરંતુ સહકારી કારણસામગ્રી અનિત્ય હોવાથી, ક્રમથી સન્નિધાન થતું હોવાના કારણે નિત્યમાં ક્રમથી અર્થક્રિયા થાય છે- ત્યારે ક્ષણિકવાદિ પ્રશ્ન કરે છે કે... તે સહકારીથી તે નિત્યપદાર્થમાં શું કોઈ અતિશય કરાય છે કે નહિ ? જો તમે કહેશો કે સહકારીથી નિત્યપદાર્થમાં અતિશય થાય છે, તો અમારો પ્રશ્ન છે કે. સહકારિ ધ્વારા નિત્યમાં અતિશય કરાય છે, ત્યારે પૂર્વના સ્વભાવના પરિત્યાગવડે કરાય છે કે પરિત્યાગ કર્યાવિના કરાય છે. ?
જો તમે એમ કહેશો કે પૂર્વસ્વભાવના ત્યાગપૂર્વક સહકારી નિત્યમાં અતિશય કરે છે, તો - તેનાથી મનમાં ચિંતવી નહિ હોય તેવી અનિત્યત્વની આપત્તિ આવશે. કારણકે તેના પોતાના નિત્યસ્વભાવનો સહકારિના સંનિધાનથી ત્યાગ કર્યો છે.
હવે જો એમ કહેશો કે સહકારી પૂર્વસ્વભાવનો પરિત્યાગ કરતો નથી. તો
અમારો પ્રશ્ન છે કે નિત્યઉપર સહકારિકૃત ઉપકાર થતો નથી, તો સહકારિની અપેક્ષા શા માટે રાખવાની ?
તો નિત્યવાદિ કહે છે કે... સહકારીકારણ નિત્યપદાર્થોમાં કોઈ નવીનઅતિશય ઉત્પન્ન કરતો