________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ४, बोद्धदर्शन
જણાવ્યા તે) વિપશ્યાદિ સાતબુદ્ઘો કંઠમાં ત્રણ રેખાઓ અંકિત કરે છે તથા સર્વજ્ઞ દેવતા કહેવાય છે. વળી બુદ્ધ, સુગત, ધર્મધાતુઇત્યાદિ તેઓના નામ છે. તેઓનો પ્રાસાદબુદ્ધના અંડકની સંજ્ઞાવાળો વર્તુલ છે. પ્રાસાદ(ધર્મ સ્થાન)ને “બુદ્ધાંડક” કહે છે. ભિક્ષુ, સૌગત, શાક્ય, શૌદ્ધોદૈનિ, સુગત, તથાગત, શૂન્યવાદિવગેરે નામના બૌદ્ધો છે. તેઓના શૌદ્ધોદન, ધર્મોત્તર, અર્ચટ, ધર્મકીર્તિ, પ્રજ્ઞાકર, દિગ્વાગ વગેરે ગ્રંથકારગુરુઓ છે.
૪૬
હવે પ્રસ્તુતશ્લોકની પ્રારંભથી વ્યાખ્યા કરાય છે. બૌદ્ધદર્શનમાં સુગત (બુદ્ધ) દેવ છે. વિ આપ્તપ્રવાદમાં છે. અર્થાત્ વિ શબ્દથી આપ્તપ્રવાદની સૂચના છે.
તે બૌદ્ધદર્શનના દેવતા કેવા પ્રકારના છે ? ચાર આર્યસત્યોના પ્રરૂપક છે. સર્વહેયથી જે દૂર થઈ ગયા છે તે આર્ય કહેવાય છે. સાધુઓને યથાસંભવ મુક્તિ પ્રાપ્ત કરાવનાર કે પદાર્થોના યથાવસ્થિત વસ્તુના સ્વરૂપના ચિંતન વડે હિતકારી હોય તે સત્ય કહેવાય છે. અથવા સજ્જનોને જે હિત કરે, તે સત્ય કહેવાય છે.
(અહીં “પુષોવરઽવિત્વાત્’ સિ.હૈ- ૩/૨/૧૫૫ સૂત્રથી ‘આર્ય’ શબ્દની નિષ્પત્તિ થઈ છે. આર્યાનાં સત્યાનિ આર્યસત્યાનિ તેષામ્ આ રીતે સમાસ થયેલ છે.)
4.
આર્યસત્યો ચા૨ છે. (૧) દુ:ખ, (૨) દુ:ખસમુદય, (૩) દુ:ખનિરોધ, (૪) દુ:ખનિરોધ માર્ગ. આ દુઃખાદિ ચાર આર્યસત્યો સ્વરૂપ તત્ત્વોના પ્રરૂપક બુદ્ધ છે. તેમાં રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન કે જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે પાંચ વિપાકસ્વરૂપ ઉપાદાનસ્કંધો જ દુઃખ છે. તે પાંચ ઉપાદાનસ્કંધો તૃષ્ણાની સહાયથી જ્યારે (નૂતન) સ્કંધોની ઉત્પત્તિમાં કારણ બને છે, ત્યારે દુ:ખસમુદય કહેવાય છે. દુઃખના નિરોધના કારણભૂત નૈરાપ્ત્યાદિ આકારયુક્ત ચિત્તવિશેષને માર્ગ કહેવાય છે. (અર્થાત્ નિરોધના કારણભૂત નૈરાપ્ત્યાદિ આકારયુક્ત ચિત્તવિશેષને માર્ગ કહેવાય છે. અર્થાત્ નિરોધના કારણભૂત નૈરાભ્યાદિ ભાવનાથી વાસિત ચિત્ત તે માર્ગ છે.) અને ચિત્તની નિલેશ અવસ્થા તે નિરોધ છે.
અહીં અન્વેષણાર્થક ‘માર્રાળુ' ધાતુથી માર્યતે-અવિષ્યતે યા—તે નિરોધિિમઃ રૂતિ માર્ગ: - આ વ્યુત્પત્તિથી અન્વેષણાર્થક માńત્ ધાતુને ચુરાદિગણનો ‘પ્િ’ પ્રત્યય લાગ્યાબાદ અજ્ પ્રત્યય લાગી ‘માર્શ’ શબ્દ બનેલ છે તથા “નિરુધ્યતે રાયદ્વેષોપહૃતવિત્તક્ષળ: સંસાર: અનેન રૂતિ નિરોધઃ”આ વ્યુત્પત્તિથી નિ+રુધ્ ધાતુને કરણમાં થત્ પ્રત્યયલાગી નિરોધ શબ્દ બનેલ છે. આ દુઃખનિરોધનો અર્થ મુક્તિ છે. અહીં શ્લોકમાં ‘દુ:હાવીનાં’ પદમાં રહેલ જ્ઞાતિ શબ્દ અનેક અર્થમાં વપરાતો હોવાછતાં અહીં (વ્યવસ્થા) અર્થમાં વપરાયો છે તેમ જાણવું. કહ્યું છે કે “સામીપ્ટ, વ્યવસ્થા, પ્રકાર તથા અવયવ એમ ચારઅર્થોમાં મેધાવીપુરુષો આશિબ્દનો પ્રયોગ કરે છે.”