________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ५, बोद्धदर्शन
संज्ञानिमित्तोद्ग्रहणात्मकः प्रत्ययः संज्ञास्कन्धः । तत्र संज्ञा गौरित्यादिका । गोत्वादिकं च तत्प्रतिपत्ति(प्रवृत्ति)निमित्तम् । तयोरुद्ग्रहणा योजना, तदात्मकः प्रत्ययो नामजात्यादियोजनात्मकं सविकल्पकं ज्ञानं संज्ञास्कन्ध इत्यर्थः । पुण्यापुण्यादिधर्मसमुदायः संस्कारस्कन्धः, यस्य संस्कारस्य प्रबोधात्पूर्वानुभूते विषये स्मरणादि समुत्पद्यते । पृथिवीधात्वादयो रूपादयश्च रूपस्कन्धः । न चैतेभ्यो संस्कारस्य विज्ञानादिभ्यो व्यतिरिक्तः कश्चनात्माख्यः पदार्थः सुखदुःखेच्छाद्वेषज्ञानाधारभूतोऽध्यक्षेणावसीयते । नाप्यनुमानेन, तदव्यभिचारिलिङ्गग्रहणाभावात् । न च प्रत्यक्षानुमानव्यतिरिक्तमर्थाविसंवादि प्रमाणान्तरमस्तीति । ते च पञ्च स्कन्धाः क्षणमात्रावस्थायिन एव वेदितव्याः, न पुनर्नित्याः कियत्कालावस्थायिनो वा । एतच क्षणिकाः सर्वसंस्कारा કુત્સત્ર રચિત્તે તાજા ટીકાનો ભાવાનુવાદ:
જે પ્રત્યયોમાં શબ્દોના પ્રવૃત્તિનિમિત્તોની ઉગ્રહણ અર્થાત્ યોજના થઈ જાય છે, તે સવિકલ્પકપ્રત્યયોને સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે.
ગૌ, અશ્વ ઇત્યાદિ સંજ્ઞાઓ છે. (તે સંજ્ઞાઓ વસ્તુના સામાન્યધર્મને નિમિત્તબનાવી વ્યવહારમાં આવે છે.) જેમ કે ગૌ સંજ્ઞા “ગોત્વ” સ્વરૂપ પ્રવૃત્તિનિમિત્ત (સામાન્યધર્મ) જ્યાં જ્યાં હશે, ત્યાં ત્યાં તે સંજ્ઞા લાગુ પડશે. (આર્થાત્ “જો' એ સંજ્ઞા છે અને “નીત્વ' પ્રવૃત્તિનિમિત્ત છે. આ સંજ્ઞા અને પ્રવૃત્તિનિમિત્તોના ઉધ્રાહકપ્રત્યયને સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. વળી ‘ગોત્વ' આદિ સામાન્ય, “ગો' આદિ સંજ્ઞાઓના પ્રવૃત્તિનિમિત્ત બને છે.)
આમ ગૌઆદિ સંજ્ઞાઓનો ગોવાદિ પ્રવૃત્તિનિમિત્તોની સાથે યોજનાકરનાર સવિકલ્પક પ્રત્યયને સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. અર્થાત્ નામ, જાતિવગેરેની યોજનાકરી “આ ગોત્વવિશિષ્ટ ગી છે,' “અશ્વત્વવિશિષ્ટ અશ્વ છે' ઇત્યાદિ વ્યવહારમાં કારણરૂપ સવિકલ્પકજ્ઞાન સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે.
પુણ્ય, પાપઆદિના સમુદાયને સંસ્કાર સ્કન્ધ કહેવાય છે. જે સંસ્કારનાઉદયથી પૂર્વે અનુભવેલા વિષયોમાં સ્મરણાદિ ઉત્પન્ન થાય છે. (આદિ પદથી પ્રત્યભિજ્ઞાન વગેરે જાણવું.)
(કહેવાનો આશય એ છે કે સ્મૃતિના કારણભૂત અને અનુભવજન્ય માનસિકપ્રવૃત્તિને સંસ્કાર કહેવાય છે.)