________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक -६, बोद्धदर्शन
यतो यस्मात्समुदयालोके लोकमध्ये रागादीनां रागद्वेषादिदोषाणां गणः समवायोऽखिलः समस्तः समुदेति समुद्भवति । कीदृशो गण इत्याह । आत्मात्मीयभावाख्यः । आत्मा स्वं, आत्मीयः स्वकीयः, तयोर्भावस्तत्त्वम् । आत्मात्मीयभावः अयमात्मा अयं चात्मीय इत्येवं संबन्ध इत्यर्थः । उपलक्षणत्वादयं परोऽयं च परकीय इत्यादि संबन्धो द्रष्टव्यः । स एवाख्या नाम यस्य स आत्मात्मीयभावाख्यः । अयं भावः-आत्मात्मीयसंबन्धेन परपरकीयादिसंबन्धेन वा यतो रागद्वेषादयः समुद्भवन्ति सः समुदयो नाम तत्त्वं बौद्धमत उदाहृतः कथितः । अत्रोत्तरार्धे सप्तनवाक्षरपादद्वये छन्दान्तरसद्भावाच्छन्दोभङ्गदोषो न વિન્ય:, વાર્ષ–ાત્રસ્તુતશાસ્ત્રW Tોદ્દો ટીકાનો ભાવાનુવાદ: જે કારણથી લોકમાં રાગ-દ્વેષાદિદોષોનો સમસ્તગીર જ્યાર થાય છે. (ત) કારી સમુદય છે.) પ્રશ્ન: તે રાગાદિભાવોનો સમુહ કેવા પ્રકારનો છે ?
ઉત્તર : આત્મા-આત્મીયભાવસ્વરૂપ છે. અર્થાત્ આત્મા એટલે “હું” અને આત્મીય એટલે “મારૂં,” આ બંનેનો ભાવ તે આત્મા-આત્મીયભાવ કહેવાય છે. અર્થાત્ “આ હું છું” અને “આ મારૂં છે” આવો ભાવાર્થ જાણવો. ઉપલક્ષણથી આ પર છે અને આ પારકું છે. ઇત્યાદિ સંબંધ
નામરૂપ મળે છે. નામરૂપ એટલે શરીર અને મન દ્વારા રચાતું સંસ્થાન. નામરૂપથી પડાયતન જન્મે છે. પાંચ ઇન્દ્રિય અને મન એ પડાયતન છે. ઇન્દ્રિય અને મન દ્વારા વિષયનો સંપર્ક થાય છે. તેને સ્પર્શ કહે છે. સ્પર્શ=ઇન્દ્રિયવિષયના સંપર્કથી સુખ, દુ:ખ કે ઉદાસીનતાની અનુભૂતિ થાય છે, તે વેદના છે. વેદનાથી તૃષ્ણા જન્મે છે. તૃષ્ણા=ઇચ્છા. તૃષ્ણાથી ઉપાદાન જન્મે છે. ઉપાદાન એટલે આસક્તિ. આસક્તિથી પુનર્જન્મ ઉત્પન્ન કરવાવાળું કર્મ=“ભવ” ઉત્પન્ન થાય છે. ભવથી જન્મ અને જન્મથી જરા-મરણની ઉત્પત્તિ થાય છે. આમ, આ દ્વાદશનિદાન દુ:ખનું કારણ બને છે. દ્વાદશનિદાનના પ્રત્યેકઅંગ પરસ્પરકાર્ય-કારણભાવથી સંકળાયેલા છે અને ભવચક્રનું કારણ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેભવ આ કારણશૃંખલા સાથે સંબંધિત છે. અવિદ્યા અને સંસ્કાર આ બે નિદાન અતીતભવ સાથે સંબદ્ધ છે. વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ આ આઠ વર્તમાનભવ સાથે સંબદ્ધ છે. જાતિ અને જરામરણ આ બે નિદાન ભવિષ્યજન્મ સાથે સંબદ્ધ છે. દ્વાદશનિદાનની આ પ્રક્રિયાને પ્રતીત્યસમુત્પાદના નામે પણ ઓળખવામાં આવે છે. જે બૌદ્ધોનો મૂળ સિદ્ધાંત કહેવાય છે. પ્રતીત્ય અન્યના આધારે ઉત્પાદ—ઉત્પત્તિ, અર્થાત્ સાપેક્ષકારણતાવાદ.