________________
પર્શન સમુફ્રી મા - ૨, શ્લોક - ૨
આશય એ છે કે અહીં પદાર્થોની સત્તાનો લક્ષણથી કે કાર્યથી નિશ્ચય કરાય છે. પરંતુ) આત્માનું તેવા પ્રકારનું કોઈ લક્ષણ નથી કે જેથી લક્ષણથી આત્માની સત્તા અને સ્વીકારીએ. વળી અણુઓનું કાર્ય જેમ પર્વતાદિ સંભવે છે, તેમ (આત્મામાંથી કોઈ કાર્ય સંભવતું ન હોવાથી) આત્માની કાર્યથી પણ સત્તા સિદ્ધ થતી નથી. આથી આત્મા નથી. એ પ્રમાણે ઇશ્વરવાદિઓ વડે પણ યદચ્છા સુધીના વિકલ્પો કહેવા જોઈએ. તે સર્વે પણ મળીને છ વિકલ્પો થાય છે. આ વિકલ્પોનો અર્થ પૂર્વની જેમ વિચારી લેવો. વિનાસંકલ્પ અર્થની પ્રાપ્તિ થવી તે યદચ્છા કહેવાય છે. અથવા વિચાર્યાવિનાની વસ્તુ ઉપસ્થિત થવી તે યદચ્છા કહેવાય છે. પ્રશ્ન : તે યદ્દચ્છાવાદિઓ કોણ છે ?
ઉત્તર : જેઓ પદાર્થોમાં સંતાન(પરંપરા)ની અપેક્ષાથી પ્રતિનિયત કાર્ય-કારણભાવને ઇચ્છતા નથી, પરંતુ યદ્દચ્છાથી જ કાર્ય-કારણભાવને ઇચ્છે છે તે યદચ્છાવાદિઓ છે. તેઓ આ પ્રમાણે કહે છે – પદાર્થોનો પ્રતિનિયત કાર્ય-કારણભાવ નથી. કારણ કે તે પ્રમાણે પ્રમાણથી ગ્રહણ થતું નથી. (અર્થાત્ કોઈ પ્રમાણથી પદાર્થોના પ્રતિનિયત કાર્ય-કારણભાવ સિદ્ધ થતા નથી.) તે આ પ્રમાણે (1) કમલના કંદમાંથી પણ કમલનો કંદ ઉત્પન્ન થાય છે, ગોમયથી પણ કમલનો કંદ પેદા થાય છે. (ii) અગ્નિથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, અરણિના કાષ્ઠથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. (iii) ધૂમથી પણ ધૂમ ઉત્પન્ન થાય છે, અગ્નિ-ઇન્ધનના સંપર્કથી પણ ઉત્પન્ન થાય છે. (iv) કંદથી પણ કેળનું વૃક્ષ ઉત્પન્ન થાય છે, બીજથી પણ થાય છે. (v) બીજથી વટવગેરે વૃક્ષો ઉત્પન્ન થાય છે. શાખાના એકદેશથી પણ થાય છે. (vi) ઘઉંના બીજથી ઘઉંના અંકુરા ઉત્પન્ન થાય છે. વાંસના બીજથી પણ ઘઉંનાઅંકુરા ફુટે છે. તેથી ક્યાંક કંઈક (ઉત્પન્ન) થાય છે, તેવું સ્વીકારવું જોઈએ. (અર્થાત્ યદચ્છાથી ક્યાંય પણ કોઈપણ પદાર્થ કોઈપણ પદાર્થથી ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવું.)
આમ (જગતમાં) અન્યથા(કાર્ય-કારણભાવથી રહિત) વસ્તુના સદ્ભાવને જોતો (કયો વ્યક્તિ) કાર્ય-કારણભાવ સહિત વસ્તુનો સદૂભાવ આત્મામાં જોતો ક્લેશ પામે ? અર્થાતુ કાર્યકારણભાવથી રહિત વસ્તુઓને જોતો, કાર્ય-કારણભાવની વિચારણા કરી આત્માને ક્લેશ આપતો નથી. જેથી કહ્યું છે કે, “ઉપસ્થિત થયેલો જીવોનો સર્વ વિચિત્ર સુખ-દુ:ખનો સમુહ તર્કયુક્ત નથી. (કારણ કે) જેમ “કાગડાનું બેસવુ અને ડાળનું પડવું” યુક્તિયુક્ત નથી, તેમ સુખદુઃખને ઉત્પન્ન કરનારા સંયોગો પણ “કાકતાલીયન્યાયથી બુદ્ધિપૂર્વકના નથી. આથી હું સુખી કરનાર છું” અને “દુ:ખી કરનાર છું.' વગેરે ફોગટ અભિમાન છે. (અર્થાત્ જીવોના સુખ-દુઃખની ઉત્પત્તિમાં કોઈ કારણ નથી. યદચ્છાથી તે ઉત્પન્ન થાય છે.)”