________________
२८
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक -१
કરવાથી મન પ્રવૃત્તિમાં ભળતું નથી. જ્યારે) જ્ઞાનનો સ્વીકાર કરતે છતે પ્રવૃત્તિમાં મન ભળે છે. તેથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત મુમુક્ષુવડે અજ્ઞાન જ સ્વીકારવું જોઈએ, જ્ઞાન નહિ.
બીજું કે જ્ઞાનનો સ્વીકાર કરવો યોગ્ય ત્યારે બને કે જો જ્ઞાનનો નિશ્ચય કરવા માટે સમર્થ હોય. (પરંતુ) જ્ઞાનનો નિશ્ચય થતો નથી, જેમકે સર્વે પણ દર્શનકારો પરસ્પરભિન્ન જ્ઞાનનો જ સ્વીકાર કરે છે. તેથી જ્ઞાનનો નિશ્ચય કરવો શક્ય બનતો નથી. શું આ દર્શનનું જ્ઞાન સમ્યગુ કે આ અન્યદર્શનનું સમ્યગુ? આવો નિશ્ચય થઈ શકતો નથી.
પ્રશ્ન : સકલવસ્તુના સમુહના સાક્ષાત્કારી શ્રીવર્ધમાનસ્વામી ભગવાનના ઉપદેશથી જ્ઞાનનો નિશ્ચય થાય છે કે જૈનદર્શનનું જ્ઞાન સમ્યગુ છે અને ઇતરદર્શનનું જ્ઞાન અસમ્યગુ છે. કારણ કે ઇતરદર્શનના પ્રણેતા સર્વજ્ઞ નથી. (અર્થાત્ ઇતરદર્શનોનું જ્ઞાન અસર્વજ્ઞમૂલક છે. આમ જ્ઞાનના સમ્યગુપણાનો અને મિથ્યાપણાનો નિશ્ચય થઈ શકે છે.).
ઉત્તર (અજ્ઞાનિકો) ઃ તમારી વાત સાચી છે. પરંતુ તે વર્ધમાનસ્વામી જ સકલપદાર્થોના સમુહના સાક્ષાત્કારી છે (સર્વજ્ઞ) છે અને બૌદ્ધાદિ સર્વજ્ઞ નથી તે કેવી રીતે જણાય ? કારણ કે સર્વજ્ઞત્વને ગ્રહણ કરનારા ગ્રાહક પ્રમાણનો અભાવ છે. તેથી કયા દર્શનનું જ્ઞાન સમ્યગુ માનવું? તેવો સંશય ઉભો છે.
પ્રશ્ન : દેવલોકથી આવીને દેવો જેની પૂજાદિ કરે છે, તે જ શ્રીવર્ધમાનસ્વામી સર્વજ્ઞ છે, શેષ દર્શનકારો સુગાદિ સર્વજ્ઞ નથી. (કહેવાનો આશય એ છે કે દેવો વિબુધ (પંડિત) કહેવાય છે. તે શ્રીવર્ધમાનસ્વામીની પૂજા કરે છે. માટે શ્રીવર્ધમાનસ્વામી સર્વજ્ઞ હોવા જોઈએ. એમ કહી શકાય છે. તેથી) શ્રીવર્ધમાનસ્વામી પ્રરૂપિતજ્ઞાન સમ્યગુ અને તે સિવાયના અન્યદર્શનોનું જ્ઞાન અસભ્ય એમ નિશ્ચય થઈ શકે જ છે.
ઉત્તર (અજ્ઞાનિક) : આમ ન કહેવાય, કારણ કે શ્રીવર્ધમાન સ્વામીને થયે ઘણો કાળ થઈ ગયો. વર્તમાનમાં તો તે દેવોથી પૂજાતા દેખાતા નથી. તેથી સર્વજ્ઞના ગ્રાહક પ્રમાણનો અભાવ જ છે. તેથી સંશય ઉભો જ છે.
પ્રશ્ન : સંપ્રદાય = (અર્થાતુ ગુરુઓની પરંપરા)થી જણાય છે કે શ્રી વર્ધમાનસ્વામી સર્વજ્ઞ હતા. તેથી તેમનું વચન સમ્યગૂ છે.
ઉત્તર (અજ્ઞાનિક) તે સંપ્રદાય પણ ધૂર્તપુરુષથી પ્રવર્તેલો છે કે સત્યપુરુષથી પ્રવર્તેલો છે, તે કેવી રીતે જાણવું ? કારણ કે તે જણાવનાર પ્રમાણનો અભાવ છે અને પ્રમાણવિના અમે સ્વીકારવા સમર્થ નથી. કારણકે પ્રમાણ વિના સ્વીકારવાથી અતિપ્રસંગ આવે છે. તે અતિપ્રસંગ ન આવે, માટે અમે સંપ્રદાયથી પણ શ્રીવર્ધમાનસ્વામીને સર્વજ્ઞ સ્વીકારતા નથી. તેથી સંશય ઉભો જ છે.