________________
षड्दर्शन समुशय भाग- १, श्लोक-१
संभवति, सर्वस्यैतेष्वेवान्तर्भावात् । ततः सप्त विकल्पा उपन्यस्ताः । सप्त च विकल्पा नवभिर्गुणिता जातात्रिषष्टिः । उत्पत्तेश्चत्वार एवाद्या विकल्पाः । तद्यथा । सत्त्वमसत्त्वं चेति । शेषविकल्पत्रयं तूत्पत्त्युत्तरकालं पदार्थावयवापेक्षमतोऽत्रासंभवीति नोक्तम् । एते चत्वारो विकल्पास्त्रिषष्टिमध्ये प्रक्षिप्यन्ते ततः सप्तषष्टिर्भवन्ति । ततः को जानाति जीवः सन्नत्येको विकल्पः । न कश्चिदपि जानाति, तद्ग्राहकप्रमाणाभावादिति भावः । ज्ञातेन वा किं तेन प्रयोजनं, ज्ञानस्याभिनिवेशहेतुतया परलोकप्रतिपन्थित्वात् । एवमसदादयोऽपि विकल्पा भावनीयाः । उत्पत्तिरपि किं सतोऽसतः सदसतोऽवाच्यस्य वेति को जानाति, ज्ञातेन वा न किंचिदपि प्रयोजनमिति । ટીકાનો ભાવાનુવાદ:
અથવા શ્રીવર્ધમાન સ્વામીને સર્વજ્ઞ ભલે માનો, તો પણ આચારાંગાદિ સુત્રોમાં પ્રરૂપિત ઉપદેશ તેમનો જ છે, બીજા કોઈ ધૂર્તપુરુષે સ્વયં રચીને પ્રવર્તાવ્યો નથી, આવું કેવી રીતે જાણવું? કારણ કે (તે ગ્રંથરચના થતી આપણે પ્રત્યક્ષ જોઈ નથી.) અતીન્દ્રિયવિષયમાં પ્રમાણનો અભાવ છે. અથવા આચારાંગાદિમાં પ્રરૂપિત.ઉપદેશશ્રી વર્ધમાનસ્વામીનો જ છે, એમ માની લો, તો પણ તે ઉપદેશનો આ જ અર્થ થાય, અન્ય નહિ' આવું કહેવા માટે શક્ય નથી. કારણ કે લોકમાં શબ્દો અનેક અર્થમાં પ્રવર્તે છે અને તેવું જોવા પણ મળે છે. તેથી બીજી રીતે પણ અર્થો થવાનો સંભવ હોવાથી કેવી રીતે વિચલિત અર્થનો નિશ્ચિત નિયમ થઈ શકે ? વળી છદ્મસ્થવડે બીજાના ચિત્તની વૃત્તિ પ્રત્યક્ષ હોતી નથી, તો કેવી રીતે જણાય છે. આ અભિપ્રાય સર્વજ્ઞનો છે અને આ અભિપ્રાયથી આ શબ્દ પ્રયોજાયેલો છે. બીજા અભિપ્રાયથી નહિ ?
તેથી આ રીતે (ચિત્તની કલુષિતતાદ્વારા) દીર્ઘતરસંસારનું કારણ અને સમ્યગુ નિશ્ચયનો અભાવ હોવાથી જ્ઞાન શ્રેયસ્કર નથી. પરંતુ અજ્ઞાન જ કલ્યાણકારી છે, એમ નક્કી થાય છે.
તે અજ્ઞાનિકો આ ઉપાયથી ૯૭ સ્વીકારવા. અહીં જીવાદિ નવપદાર્થોને એક પટ્ટીમાં સ્થાપીને છેલ્લા દસમા તરીકે ઉત્પત્તિને સ્થાપવો. તે જીવાદિનવની પ્રત્યેકનીનીચે ()સત્ત્વાદિ સાત ગોઠવવા. તે સાત આ પ્રમાણે - (૧) સર્વે (૨) અસત્ત્વ (૩) સદસર્વે (૪) અવાચ્યત્વે (૫) સદવાચ્યત્વે (૬) અસદવાચ્યત્વે (૭) સદસદવા...વં. (૯) સત્ત્વાદિ સાતની વિશેષ સમજૂતી: (i) સત્ત્વઃ સત્ત્વ એટલે ચાલ્ સિત અર્થાત્ પ્રત્યેક વસ્તુ વિધિધર્મથી કથંચિતું
અસ્તિત્વરૂપ જ હોય છે. એટલે કે પ્રત્યેકપદાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ પોત-પોતાના સ્વરૂપવડે વિદ્યમાન છે. કહેવાનો આશય એ છે કે અમુક દૃષ્ટિબિંદુથી પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવદ્રારા વિધિઅંશને મુખ્યપણે અને નિષેધઅંશને ગૌણપણે પ્રતિપાદન કરવાવાળો આ પ્રથમ ભાંગો સર્વ યાને