________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १
(ટીકાકારે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધસ્વરૂપ અનુબંધચતુષ્ટયનું કથન કર્યું છે. તે સ્વયં વિચારી લેવું.)
इह हि जगति गरीयश्चित्तवतां महतां परोपकारसंपादनमेव सर्वोत्तमा स्वार्थसंपत्तिरिति मत्वा परोपकारैकप्रवृत्तिसारश्चतुर्दशशतसंख्यशास्रविरचनाजनितजगज्जन्तूपकारः श्री जिनशासनप्रभावनाप्रभाताविर्भावनभास्करो याकिनीमहत्तरावचनानवबोधलब्धबोधिबन्धुरो भगवान् श्री हरिभद्रसूरिः षड्दर्शनीवाच्यस्वरूपं जिज्ञासूनां तत्तदीयग्रन्थविस्तरावधारणशक्तिविकलानां सकलानां विनेयानामनुग्रहविधित्सया स्वल्पग्रन्थं महार्थं सद्भूतनामान्वयं षड्दर्शनसमुञ्चयं शास्त्रं प्रारम्भमाणः शास्त्रारम्भे मङ्गलाभिधेययोः साक्षादभिधानाय संबन्धप्रयोजनयोश्च संसूचनाय प्रथमं श्लोकमेनमाहટીકાનો ભાવાનુવાદ
આ જગતમાં મહાનચિત્તવાળા મહાપુરુષોની, “પરોપકારનું સંપાદન કરવું એ જ સર્વોત્તમ સ્વ-સંપત્તિ છે, એમ માનીને પરોપકાર માત્ર (જેઓશ્રીની) પ્રવૃત્તિનો સાર છે એવા-૧૪૪૪ ગ્રંથની રચનાદ્વારા જગતના જીવો ઉપર ઉપકારકરનારા, શ્રી જિનશાસનની પ્રભાવનારૂપી પ્રભાત(સૂર્યોદય)ને પ્રગટકરનાર સૂર્યસમાન, યાકિનીમહત્તરાસાધ્વીજીના (ગોપાતા શ્લોકના) વચનનો બોધ નહિ પામવાથી (અને પાછળથી પૂ. આ. ભ પાસે શ્લોકનો) બોધ પામેલા - સમ્યક્ત્વથી શોભિત પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાએ છ એ દર્શનના વાચ્યાર્થ (પદાર્થ)ના સ્વરૂપની જિજ્ઞાસાવાળાઓ કે, જે તે તે દર્શનના તે તે આકાર (વિસ્તૃત વર્ણનથી યુક્ત) ગ્રંથોને અવધારણકરવાની શક્તિથી વિકલ છે, તે સઘળાયે શિષ્યો ઉપર અનુગ્રહ(ઉપકાર) કરવાની ઇચ્છાથી મહાઅર્થથી યુક્ત યથાર્થનામવાળા નાનકડા પડ્રદર્શનસમુચ્ચય નામના શાસ્ત્રનો પ્રારંભ કરતાં ગ્રંથની શરૂઆતમાં મંગલ અને અભિધેયના સાક્ષાત્કથન માટે તથા સંબંધ-પ્રયોજનના સૂચન માટે આ પ્રથમ શ્લોક કહે છે...
सद्दर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । | સર્વદર્શનવાવ્યોડર્થ: સંક્ષેપે નિદ્યતે || 9 શ્લોકાર્થ : સ્યાદ્વાદસિદ્ધાંતના પ્રરૂપક, સર્વજ્ઞ-સર્વદર્શી શ્રીજિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને સર્વદર્શનોના વાર્થ (પ્રતિપાદિત પદાર્થ)ને સંક્ષેપથી કહેવાય છે.
सत् शश्वद्विद्यमानं छाद्मस्थिकज्ञानापेक्षया प्रशस्तं वा दर्शनमुपलब्धिर्ज्ञानं केवलाख्यं यस्य स सद्दर्शनः । अथवा सत्प्रशस्तं दर्शनं केवलदर्शनं तदव्यभिचारित्वात्केवलज्ञानं च