________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक-१
(આથી સ્વયં ફલિત થઈ જાય છે કે શ્રીજિનેશ્વર પરમાત્માનું વચન સર્વ અન્યદર્શનોનું ખંડન કરનાર હોવાથી જિનમત સિવાયના દર્શનો હેય છે.)
जिनं नत्वा मया सर्वदर्शनवाच्योऽर्थो निगद्यत इत्युक्तं ग्रन्थकृता । अत्र च नमनक्रिया प्राक्कालसंबन्धिनी कत्वाप्रत्ययस्य प्राक्कालवाचकत्वात, निगदनक्रिया तु वर्तमानजा । ते चैकेनैव ग्रन्थकृता क्रियमाणे नानुपपन्ने, अपरथा सकलव्यवहारोच्छेदप्रसङ्गात् । न चैवं भिन्नकालयोः क्रिययोरेककर्तृकता बौद्धमते संभवति, तेन क्षणिकवस्त्वभ्युपगमात् । ततः कश्चिद्वौद्धमतस्य प्रस्तुतग्रन्थस्यादावुक्तत्वेनोपादेयतां मन्येत । तन्निवारणाय प्रागुक्तविशेषणसंगृहीतमपि बौद्धमतनिरसनं पुनरिह सूचितं द्रष्टव्यम् । एतेषां परदर्शनानां निरसनप्रकारो ग्रन्थान्तरादवसेयः । तदेवं जिनस्य विशेषणद्वारेण सत्यदर्शनतां सर्वपरदर्शनजेतृवचनतां चाभिदधताखिलान्यदर्शनानां हेयतां जैनदर्शनस्योपादेयता सूचिता मन्तव्या । ततो नास्माद्ग्रन्थकारात्सत्यासत्यदर्शनविभागानभिज्ञानामप्यपकारः कश्चन संभवतीति, तद्विभागस्यापि व्यञ्जितत्वात् । ટીકાનો ભાવાનુવાદઃ
“નિન નન્ધા મયા સર્વદર્શનવાદ્યોગર્થો નિરાધતે” એ પ્રમાણે જે ગ્રંથકારશ્રી વડે કહેવાયું છે, ત્યાં નમનક્રિયા પ્રાકાલસંબંધી છે. કારણ કે કૃત્વા પ્રત્યય પ્રાકાલનો વાચક છે. પણ નિગદનક્રિયા વર્તમાનકાલીન છે. (એક ક્રિયા કરીને બીજી ક્રિયા કરવાની હોય ત્યારે ‘સૂત્વા' પ્રત્યયનો પ્રયોગ થાય છે. આથી પ્રાકાલની ક્રિયા, તે પછી થનારી ક્રિયાને સાપેક્ષ હોવાના કારણે નમનક્રિયા પ્રાફકાલની અને નિગદનક્રિયા વર્તમાનકાલીન હોવા છતાં) બંને ક્રિયાઓ એક ગ્રંથકર્તા વડે કરાયેલી માનવામાં અસંગતિ નથી. જો બંને ક્રિયાના કર્તા એક ન હોઈ શકે, આવું માનવામાં આવશે તો સઘળાયે (૩)વ્યવહારનો લોપ થવાનો પ્રસંગ આવશે.
વળી આ પ્રમાણે ભિન્નકાલે થનારી બે ક્રિયાઓની એકકર્તુતા બૌદ્ધમતમાં સંભવતી નથી. કારણકે બૌદ્ધ વડે ક્ષણિકવસ્તુનો સ્વીકાર કરાયેલ છે. (કહેવાનો આશય એ છે કે જે કર્તાએ નમનક્રિયા કરી, તે કર્તા તો (સર્વ વસ્તુઓ ક્ષણિક હોવાનાકારણે) તે જ ક્ષણે નાશ પામે છે. તો બીજી નિગદનક્રિયા કઈ રીતે કરી શકે ? કારણ કે નમનક્રિયા અને (૩) જેમકે “બેસીને ખાય છે.” આવો પ્રયોગ થતો વ્યવહારમાં જોવા મળે છે. “માલિતા "આવા પ્રયોગમાં
બેસવાનીક્રિયા' પ્રાકકાલની અને ખાવાની ક્રિયા વર્તમાનકાલીન થશે. અહીં જો બે ક્રિયાઓના બે કર્તા માનશો તો એક બેસવાની ક્રિયા કરશે અને એક ખાવાની ક્રિયા કરશે. આવું માનવાની આપત્તિ આવશે અને એક જ વ્યક્તિ “બેસીને ખાય છે” તે વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવશે.