________________
षड्दर्शन समुझय भाग-१, श्लोक-१
ઉત્તર : શ્રીવર પરમાત્મા સ્યાદ્વાદના દેશક છે. કારણકે તે રાગ-દ્વેષના વિજેતા જિન છે. જિન વીતરાગ હોવાનાકારણે અસત્ય બોલતા નથી. કેમકે અસત્ય બોલવાના કારણોનો અભાવ છે. અર્થાત્ અસત્ય બોલવામાં કારણભૂત રાગ-દ્વેષ-મોહનો નાશ થયો છે. શ્લોકના શેષપદોની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી.
एवं चात्रैवमुक्तं भवति । ये हि श्रीवीरस्य यथावदाप्तत्वादिपरीक्षां विधास्यन्ते स्याद्वाद च तत्प्रणीतं मध्यस्थतया सम्यगवलोक्य पश्चात् परमतान्यप्यालोकयिष्यन्ते, ते सत्यासत्यदर्शनविभागमपि स्वयमेवावभोत्स्यन्ते । किमस्मद्वचनस्यास्थाकरणाकरणेनेति । एतेन ग्रन्थकृता स्वस्य सर्वथात्रार्थे माध्यस्थ्यमेव दर्शितं द्रष्टव्यं । सत्यासत्यदर्शनविभागपरिज्ञानोपायश्च हितबुद्ध्यात्राभिहितोऽवगन्तव्यः, पुरातनैरपीत्थमेव सत्यासत्यदर्शनविभागस्य करणात् । तदुक्तं पूज्यश्री हरिभद्रसूरिभिरेव लोकतत्त्वनिर्णये ।
“बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतरो(मो)ऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेषं, वीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ।। १ ।। [लोकतत्त्व० १/३२] पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।२ ।।' [लोकतत्त्व० १/३८] प्रभुश्रीहेमसूरिभिरप्युक्तं वीरस्तुतौ
"न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। १ ।। इति ।।" [अयोगव्य० श्लो०-२९] ટીકાનો ભાવાનુવાદ
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો શ્રીવીર પરમાત્માની આપ્તત્વની પરીક્ષા કરશે અને તેઓશ્રીના પ્રરૂપેલા સ્યાદ્વાદના સિદ્ધાંતનું મધ્યસ્થતાથી સમ્યગુ અવલોકન કરીને પાછળથી પરમતોનું પણ અવલોકન કરશે, (ત્યારે) તેઓ સ્વયમેવ જ સત્યાસત્યદર્શનના વિભાગને કરી શકશે (અને સ્વયં વિચારી શકશે) કે આમનાં વચનમાં શ્રદ્ધા કરવી કે નહિ ? આનાથી ગ્રંથકારશ્રી વડે પોતાનું આ વિષયમાં સર્વથા મધ્યસ્થપણું બતાવેલું જાણવું અને સત્યાસત્ય દર્શનના વિભાગજ્ઞાનનો ઉપાય હિતબુદ્ધિથી અહીં કહેવાયેલો છે તે જાણવું. પૂર્વાચાર્યો વડે પણ આ જ રીતે સત્યાસત્યદર્શનનો વિભાગ કરાયેલો છે.