________________
षड्दर्शन समुझय भाग-१, श्लोक - १
संवेद्यस्य संसूचनात् । तथाहि । सद्दर्शनं जिनं नत्वा । “सद्विद्यमाने सत्ये च प्रशस्तार्चितसाधुषु" [अनेकार्थ० १/१०] इत्यनेकार्थनाममालावचनात् । सत्सत्यं न पुनरसत्यं दर्शनं मतं यस्य तम् । जिनमिति विशेष्यम् । चतुर्विंशतेरपि जिनानामेकतरं(म) रागादिशत्रुजयात्सान्वयनामानं जिनं वीतरागं नत्वा । एतेन पदद्वयेन चतुर्विंशतेरपि जिनानामन्योन्यं मतभेदो नास्तीति सूचितम् । ટીકાનો ભાવાનુવાદઃ
શંકા : આ ગ્રંથકારશ્રીએ સર્વદર્શનસંબંધી શાસ્ત્રોનું સમ્યક્ પરિજ્ઞાન કરીને જ પરોપકાર માટે પ્રસ્તુતગ્રંથને રચ્યો છે. તો આ ગ્રંથ દ્વારા જ કેમ ન કહ્યું કે અમુક અમુક દર્શન હેય છે અને અમુક અમુક દર્શન ઉપાદેય છે ?
સમાધાન : ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં સર્વદર્શનોના અભિધેયાર્થને(વાચ્યાર્થીને) કહેવાની શરૂઆત કરી છે. ત્યારે આ ગ્રંથમાં તે તે દર્શનના વાચ્યાર્થને મધ્યસ્થપણે કહેતા ગ્રંથકારશ્રી ઔચિત્યનું અતિક્રમણ કરતા નથી. અર્થાત્ ગ્રંથકારશ્રીએ સર્વદર્શનોના વાચ્યાર્થને જણાવવાની શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે, તદનુસાર વર્તવું તે જ ઉચિત છે. પરંતુ જો “આ દર્શન હેય' અને “આ દર્શન ઉપાદેય' એ પ્રમાણે કહે તો પ્રત્યુત(ઉલટાનું) સજ્જનો અને અન્યદર્શનવાળાઓને તેમના વચનો અનાદેય બની જશે.
શંકા : જો ગ્રંથકારશ્રી સર્વદર્શનોની હેયતા-ઉપાદેયતા ન બતાવે તો ગ્રંથકારશ્રીની પરોપકાર માટે પ્રવૃત્તિ છે તેમ કેવી રીતે કહેવાય ? પ્રશ્ન : તમે આ પ્રમાણે શાથી કહો છો ?
ઉત્તર : તે હું બતાવું છું. જે મારા જેવા શ્રોતાઓ કે જે અલ્પબુદ્ધિ હોવાના કારણે સ્વયં હેયઉપાદેયદર્શનોનો વિભાગ જાણતા નથી. તેઓને સર્વદર્શનના કહેલા તત્ત્વને સાંભળીને ઉલટાની આ પ્રમાણે બુદ્ધિ થાય કે સર્વદર્શનો પરસ્પરવિરુદ્ધ કહે છે. તેમાંથી કેટલા પરમાર્થથી સત્ છે કે અસત્ છે ? તે જણાતું નથી. તો સમજવા પણ કઠીન એવા આ દર્શનો વડે શું પ્રયોજન ? જેને જે ગમે તે કરવું જોઈએ. આવા પ્રકારના સતુ-અસતુના વિભાગને નહિજાણનારા લોકો આ કાળમાં ઘણા છે. તેથી આ પ્રમાણે ઉપકારમાટે પ્રવૃત્ત શાસ્ત્રકાર આચાર્ય ભગવંતની (પ્રવૃત્તિ) ઉલટાની ઘણાના અપકાર માટે સિદ્ધ થાય છે. તેથી (જીવોના ઉપકારરૂપ) લાભને ઇચ્છતાં મૂલની જ (ઉપકારની જ) હાનિ થઈ જાય છે. અર્થાત્ અપકારમાટે થાય છે.
સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે શાસ્ત્રકારપરમર્ષિ સર્વના ઉપકાર માટે જ પ્રવૃત્ત હોવાથી કોઈના પણ અપકારની સિદ્ધિ થતી નથી અર્થાતુ ગ્રંથકારપરમર્ષિની પ્રવૃત્તિથી કોઈના ઉપર