________________
दुःखेष्वनु
અ. ૨, , ૫૬ य: सर्वत्रा
અ. ૨, , ૫૭ यदा संहरते
અ. ૨, , ૫૮ આ ઉપરાંત યોગાધિકારના શ્લો. ૪૭નો ઉત્તરાર્ધ (છિદાd.) ભ. મી. (અ. ૨, શ્લો. ૨૩-૨)નું અને ધ્યાનસ્તુત્યધિકારનો શ્લો. ૩ ભ. મી. (અ. ૨, શ્લો. ૬૯)નું સ્મરણ કરાવે છે.
વિશેષમાં જ્ઞાનબિંદુ પૃ. ૨૯-૩૦)માં પાતંજલ યોગદર્શનની વ્યાખ્યામાં તેમ જ દ્રવ્ય અનુયોગ વિચારના શ્લો. ૧૭ના ટબ્બામાં પણ ભ. ગીમાંથી અવતરણ અપાયાં છે.
જી પરમતોની સમાલોચના દાર્શનિક સાહિત્યમાં સ્વમતના સમર્થનપૂર્વકની પરમતની સમાલોચનાનું સ્થાન જેવું તેવું નથી. આ વાત સૂયગડના અભ્યાસીને કહેવી પડે તેમ નથી. એમાં પણ ખરી ખૂબી તો પરમતનાં મંતવ્યોનો સમન્વય સાધવામાં રહેલી છે અને એ કાર્ય સમભાવભાવી હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને એની સ્વોપજ્ઞ ટીકા દ્વારા હૃદયંગમ રીતે કરી બતાવ્યું છે. પ્રસ્તુત યશોવિજયગણિએ આ મહામૂલ્યશાળી કૃતિ ઉપર સ્ટાદ્વાદકલ્પલતા રચી કમાલ કરી છે. એમણે અજૈન દર્શનોનાં કેટલાંક મંતવ્યોનું જેમ ખંડન કર્યું છે તેમ સ્વદર્શનના એક અંગરૂપ દિગંબરોની પણ કેટલીક માન્યતાઓનું – ખાસ કરીને કેવલિભક્તિ અને સ્ત્રીમુક્તિને અંગેનાં એમનાં શ્વેતાંબરોના કરતાં વિરુદ્ધ મંતવ્યોની ખબર લીધી છે. તેમ છતાં અષ્ટસહસીનું વિવરણ રચી પોતાની ગુણગ્રાહકતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વળી પોતે શ્વેતાંબર છે તેમ છતાં એના એક ફાંટારૂપ અમૂર્તિપૂજક સંપ્રદાયની તો એમણે ઝાટકણી કાઢી છે. ઉપાધ્યાય ધર્મસાગરગણિ જેવા પ્રખર વિદ્વાને સવણસયગ (સર્વજ્ઞશતક)માં પ્રરૂપેલી કેટલીક વિગતોનું એમણે ધમપરિફખામાં ખંડન કર્યું છે.
સમકિતનાં છ સ્થાનની ચોપાઈ એ (૧) નાસ્તિક મત, (૨) બૌદ્ધ મત, (૩૪) સંસારી જીવના અકર્તુત્વ અને અભોફ્તત્વરૂપ મંતવ્ય, (૫) અનિર્વાણવાદ તેમજ (૬) નિયતિવાદ યાને અનુપાયવાદ એમ મિથ્યામતિનાં છ સ્થાનકો વિષે ગુજરાતીમાં મહત્ત્વપૂર્ણ નિરૂપણ પૂરું પાડે છે. ગૂર્જર સાહિત્ય સંગ્રહ (વિ. ૧, પૃ. ૫૫૪-૫૭૦)માં આ કૃતિને સ્થાન આપ્યા બાદ ત્રણ પદ્યો સંસ્કૃતમાં છે. વિશેષમાં પ્રસંગોપાત્ત મુખ્યતયા સંસ્કૃતમાં ટિપ્પણો છે તેથી આ કૃતિ વિશેષ આદરણીય બની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org