________________ 78 ચરિત્રો અને ધર્મકથા. હોય એવો ભાસ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ચાર પદ્યો ગુજરાતીમાં છે અને એ જ્ઞાનવિમલસૂરિની રચના છે. એના પછી દેવચન્દ્રકત બે ગુજરાતી પદ્યો છે. એના પછી “શ્રીપાલરાજાનો રાસ"ના ચોથા ખંડની અગિયારમી ઢાલની પહેલી પાંચ કડી છે. આગળ જતાં સિદ્ધથી માંડીને ચારિત્ર સુધીની પૂજામાં આ જ ઢાલની પાંચ પાંચ કડી અને તપની પૂજામાં છ કડી ઉદ્ધત કરાઈ છે. એ રીતે સમગ્ર અગિયારમી ઢાલ ગૂંથી લેવાઈ છે. અગિયારમી ઢાલની પહેલી પાંચ કડી પછી એ જ રાસના ચોથા ખંડની બારમી ઢાલની બે કડી અપાઈ છે. જ્યારે સિદ્ધથી માંડીને ચારિત્ર સુધીની પૂજામાં એ રીતે એકેક કડી અને તપની પૂજામાં પાંચ કડી ઉદ્ધત કરાઈ છે. આમ આ બારમી ઢાલ પણ સંપૂર્ણ ગૂંથી લેવાઈ છે. આ નવપદની પ્રજામાં ઉપર્યુક્ત રાસની બે ઢાલ છે. એ ઉપરાંત ઉપર સુચવાયા મુજબ જ્ઞાનવિમળસૂરિ અને દેવચન્દ્રની રચનાઓ છે. વિશેષમાં નવમી પૂજાના અંતમાં ચાર પદ્યો અનુક્રમે જ. મ, સંસ્કૃત, ગુજરાતી અને ગુજરાતીમાં છે. એ કોઈ એક જ કર્તાના હોય તોપણ આ સમગ્ર પૂજા ચારેક કર્તાની કૃતિઓની સંકલના રૂપ છે. એ સંકલના કોણે ક્યારે કરી તે જાણવું બાકી રહે છે.' - તુંબડાની સઝાય - આ દસ કડીની ગુજરાતી કૃતિ છે. એમાં દ્રૌપદીના પૂર્વભવોનું વર્ણન છે. દ્રૌપદીના જીવે બ્રાહ્મણી તરીકેના અવતારમાં કોઈ એક ભવમાં અબજો વર્ષ ઉપર એક સાધુ (નામે ધર્મરુચિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું ભિક્ષા તરીકે આપ્યું. ગુરુને એ આહાર બતાવાતાં તેમણે એ સાધુને આહાર વાપરવાની ના પાડી અને એને પરઠવવા અર્થાત્ યોગ્ય ભૂમિમાં દાટવા માટે કહ્યું. એ સાંભળી વનમાં જઈ એ શાકનું એક જ બિન્દુ એમણે જમીન પર મૂક્યું તો અનેક જીવોનો સંહાર થતો જોયો. જીવો ઉપર દયા આવતાં એક માસના ઉપવાસી એ સાધુએ એ શાક ખાઈ લીધું અને એઓ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આ તરફ પેલી બ્રાહ્મણી સંસારમાં રખડી - સાતે નરકોમાં ભમી અને આગળ જતાં દીક્ષા લઈ એણે નિદાન કર્યું - નિયાણું બાંધ્યું અને તે મુજબ પછીના ભાવમાં દ્રૌપદી તરીકે પાંચ પાંડવોને પરણી. એ કાળાંતરે મોક્ષે જશે. અહીં કર્તાએ પોતાનું જશ” એવું નામ રજૂ કર્યું છે. સંતુલન - દ્રૌપદીનો આ વૃત્તાન્ત નાયાધમ્મકહાના પ્રથમ સુયકબંધ (શ્રુત 1. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે નવપદપૂજાનું કર્તુત્વ" 2. કર્તાએ આ શબ્દ વાપર્યો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org