________________
યશોદોહન : ખંડ–૨
૨૫૩
(૨) સ્થાપના કલ્પવિધિ - આ ઉપર્યુક્ત જ કૃતિ હશે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૫)માં ઉલ્લેખ છે.
(૩) સ્થાપના કુલક.
(૪) સ્થાપનાચાર્યવિધિ
=
આ સંસ્કૃતમાં છે.
(૫) સ્થાપનાલક્ષાકુલક.
(૬) સ્થાપના વિશેષવિધિ.
સ્થાપનાનો વર્ણ લાલ અને એમાં શ્યામ રેખા હોય તો દીર્ઘ આયુષ્ય, બહુ જ્ઞાન અને ઘણું સુખ મળે અને એ સ્થાપના રાખનાર નીલકંઠ અર્થાત્ મહાદેવના સમાન બને.
સ્થાપના લાલ, પીળો, સફેદ, નીલ, રાતો, શુદ્ધ શ્વેત, અર્ધ લાલ અને જાંબુડો તેમજ ઘી જેવો એમ વિવિધ રંગની અને એ પૈકી કોઈકમાં અમુક રંગની રેખા કે અમુક વર્ણનું બિન્દુ (કે બિન્દુઓ) હોય તો તેના પ્રક્ષાલનાદિથી અમુક અમુક રોગ મટે ઇત્યાદિ બાબતો અહીં નિર્દેશાઈ છે. આ ઉપરાંત જાતિ' પુષ્પ, મોરપીંછી, પારો અને ઉંદર જેવી સ્થાપનાનું ફળ કહ્યું છે. વિશેષમાં એકથી સાત આવર્તનું તેમજ સમ અને વિષમ આવર્તનું ફળ દર્શાવાયું છે.
બીજો કાગળ – આ બીજા કાગળમાં હ૨૨ાજે અને દેવરાજે પ્રથમ ચૈત્ર સુદના લખેલા લેખની પહોંચ છે અને એમાં એ શ્રાવકોએ પૂછેલા પ્રશ્નના નીચે મુજબ ઉત્તરો છે :
(૧) સાધ્વી નાનબાઈને અવધિજ્ઞાન થયાની વાત જૂઠી છે.
(૨) શ્રાવકને સૂત્ર વાંચવાનો અધિકાર નથી. યોગવહન કર્યા વિના જ્ઞાનાચાર ક્રિયાશુદ્ધિ વિના – વિશિષ્ટ જ્ઞાન વિના સૂત્ર ન વાંચવું. આના સમર્થનાર્થે ઠાણ, સૂયગડ અને પછ્હાવાગરણમાંથી સાક્ષીરૂપ પાઠ અપાયા છે,
(૩) મહાવીરસ્વામી ‘ક્ષત્રિયકુંડ’માં જન્મ્યા હતા એ વાત ‘આગમ’ પ્રમાણ અનુસાર છે.
Jain Education International
(૪) ન્યાયાચાર્યનું બિરુદ ભટ્ટાચાર્યે મારા રચેલા ન્યાયગ્રન્થને જોઈને આપ્યું છે. મેં બે લાખ શ્લોક જેટલી ન્યાયને અંગે રચના કરી છે. એમાં બૌદ્ધોના એકાંતવાદનું ૧. સ્થાપનાચાર્ય એ સામાયિક કરનાર શ્રાવકનાં ચાર ધર્મોપકરણમાંનું એક છે. જુઓ અણુઓગદાર (સુત્ત)ની સુઙ્ગિ (પત્ર ).
For Private & Personal Use Only
www.jainelibrary.org