________________
૨૫૪
પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય ખંડન કરાયું છે અને સ્યાદ્વાદપદ્ધતિનો આશ્રય લેવાયો છે.
(૫) જેઓ જ્ઞાનરૂપ સમ્યકત્વ કહે છે તેમના મતે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી સમ્યક્ત્વ ઉદ્દભવે છે. દર્શનસપ્તકના ક્ષયોપશમથી સમ્યકત્વ કેમ કહ્યું તેનો ઉત્તર અપાયો છે અને એ માટે પોતાના એક ગ્રન્થમાંથી અવતરણ અપાયું છે.
નય, નિક્ષેપ અને પ્રમાણથી ભરપૂર મોટો લેખ લખી મોકલ્યાની વાત આ કાગળમાં કરાઈ છે અને ગદાધર સાથે ) એ મોકલ્યાનું લખ્યું છે.
અન્યકર્તક ગ્રંથોનું સંશોધન – આપણે પૃ. ૨૧૮-૯માં જોઈ ગયા તેમ યશોવિજયગણિએ ધર્મસંગ્રહ અને એની સ્વોપજ્ઞવૃત્તિનું સંશોધન કર્યું છે. આ ઉપરાંત એમણે ઉવએસમાલાના બાલાવબોધને અંગે પણ તેમ કર્યું છે. આ ઉવએસમાલાના કર્તા ધર્મદાસગણિ છે અને એના ઉપર સોમસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૮૫માં બાલાવબોધ રચ્યો છે. જ્યારે નન્નસૂરિએ વિ. સં. ૧૫૪૩માં, કોઈકે વિ. સં. ૧૫૪૬માં અને વૃદ્ધિવિજયે વિ. સં. ૧૭૧૩માં બાલાવબોધ રચેલ છે. આ ચાર બાલાવબોધ પૈકી કયો અહીં અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે.
સટીક નયચકના આદર્શની રચના અને શ્રુતભક્તિનો નમૂનો – કોઈપણ લિપિબદ્ધ કૃતિની રચના પહેલેથી જ જરાએ છેકછાક – સુધારાવધારા વગર ભાગ્યે જ થાય. આવી પરિસ્થિતિમાં યશોવિજયગણિની વિવિધ કૃતિઓ એક વાર તો એમણે જાતે જ લખી હશે અને એની શુદ્ધ નકલ – એનો પ્રથમાદર્શ તૈયાર કરવાનું કાર્ય પણ પ્રાયઃ એમણે જ કર્યું હશે. આ તો એક સામાન્ય બાબત ગણાય. વિશિષ્ટ ઘટના તો નીચે મુજબ છે:
તાર્કિક શિરોમણિ' મલ્લવાદી ક્ષમાશ્રમણે દ્વાદશાનિયચક્રની એક કારિકા રચી એને સ્વોપજ્ઞ ભાષ્યથી વિભૂષિત કરી છે અને એના ઉપર સિંહવાદીગણિની વિસ્તૃત ટીકા છે. એનું પ્રમાણ ૧૮૦૦૦ શ્લોક જેવડું ગણાય છે. આ મહાકાય કૃતિની હાથપોથી કોઈક પાસેથી – કોઈ જ્ઞાનભંડારમાંથી બહુ થોડા સમય માટે મળી હશે
૧. જુઓ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૯૪). ૨. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૭) તેમજ ઉપદેશરનાકરની મારી ભૂમિકા - મૃ. ૫, ૧૯, ૨૭ અને ૪૭). ૩. આ સૂરિકૃત બાલાવબોધનો અભ્યાસ કરી ડો. . એન. દવેએ પીએચ.ડી.ની પદવી મેળવી
હતી. એને અંગેનો એમનો નિમ્નલિખિત નિબંધ લંડનની “રોયલ એશિયાટિક
સોસાયટીએ ઈ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ કર્યો હતો : "A Study of the Gujarati Language in the 16th Century"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org