________________
યશોદોહન : ખંડ–૨
૨૫૫
તેથી કે અન્ય કોઈ કારણસર પંદર દિવસમાં એની નકલ ઉતારી લેવાઈ હતી. એ કાર્યમાં પં. યશોવિજય ઉપરાંત નિમ્નલિખિત છ મુનિવરોનો હાથ હતો :
વિબુધ નયવિજય, પંડિત યસોમ, વિબુધ લાભવિજય (ગણિ), કીર્તિત૨ત્નગણિ, તત્ત્વવિજય અને વિબુધ રવિવિજય.
સાત જણે મળીને ૩૦૯ પત્રનો આદર્શ તૈયાર કર્યો. આ કાર્ય વિજયદેવસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૭૧૦ના પોષ સુદ તેરસે પાટણમાં કરાયું. એમાં ૭૩ પત્ર જેટલું ઝીણા અક્ષરનું – ચોથા ભાગ કરતાં કંઈક વધારે લખાણ યશોવિજયનું છે. વિશેષમાં આ આદર્શ સુધારવાનું કાર્ય પણ એમણે કર્યું છે. અંતમાં કેટલા દિવસમાં ક્યાં કઈ સાલમાં આ આદર્શ કેટલાએ મળીને તૈયાર કર્યો ઇત્યાદિ બાબતોની પુષ્પિકા પણ આ યશોવિજયે લખી છે. એમાં એમણે પોતાને માટે પંડિત' તેમજ વિબુધ શબ્દ વાપર્યો છે.
સંશોધનાર્થે વિજ્ઞપ્તિ - એક યા બીજી ભાષામાં વ્યવસ્થિત વિચારોની – વિગતોની લિપિબદ્ધ રજૂઆતને કૃતિ, પુસ્તક કે ગ્રન્થ જેવા નામથી ઓળખાવાય છે. આ રચનામાં ભાષાની દૃષ્ટિએ તેમજ વિષયના નિરૂપણની દૃષ્ટિએ જેટલા પ્રમાણમાં ઓછાં સ્ખલનો હોય તેટલા પ્રમાણમાં એ શુદ્ધ ગણાય. છદ્મસ્થ ગમે તેટલી કાળજી રાખે તોપણ એની કૃતિ સર્વાંશે શુદ્ધ ન પણ રચાય. આવી પરિસ્થિતિમાં કેટલાયે જૈન ગ્રંથકારોએ પોતાના ગ્રંથોનું સંશોધન કરાવ્યું છે અને તેમ છતાં કોઈ દોષ રખે રહી ગયો હોય તો તેના નિરસનાર્થે વિદ્વાનોને – ગીતાર્થોને એમણે સાદર વિજ્ઞપ્તિ પણ કરી છે. ઉપાધ્યાયજીએ પણ પોતાની કેટલીક કૃતિઓ માટે આમ કર્યું છે. અહીં હું થોડાંક ઉદાહરણો આપું છું:
અલ્ઝપ્પમયપરિક્ષાના અંતિમ પદ્યમાં એમણે કહ્યું છે :
સોહન્તુ વસાવવા તું યત્યા વિશેવિદ્ધ ॥ ૧૬૪ ||’’
અર્થાત્ વિશેષજ્ઞ ગીતાર્થો કૃપા કરી આ કૃતિનું સંશોધન કરો.
આ જ ઉત્તરાર્ધ ધમ્મપાિના ૧૦૪મા – અંતિમ પદ્યમાં સોહન્તુને બદલે સોહિન્દુ એવા પાઠભેદપૂર્વક જોવાય છે.
-
ઉપસંહાર – આ પ્રમાણે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી ગણિએ જે વિવિધ વિષયની મહત્ત્વપૂર્ણ કૃતિઓ રચી છે તેને અંગે સુ. વેલિની ચોથી ઢાલની નિમ્નલિખિત બે કડીમાં દર્શાવેલા ભાવ સાથે હું મળતો થાઉં છું એ સૂચવતો હું આ વિહંગાવલોકનથી વિરમું છું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org