________________
૨૫૨
પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય
આઠમી ઢાલમાં ધર્મને સુવર્ણનો ઘડો કહ્યો છે, એ ભાંગે તોપણ સુવર્ણ ન જાય. એ ઘડાના ઘાટ અને ઘડામણ જાય તોપણ એની મૂળ વસ્તુનું મૂલ્ય રહે.
નવમી ઢાલમાં કહ્યું છે કે અંધ આગળ આરસી, બહેરા આગળ ગાન (ગીત) અને જડ આગળ ધર્મના રહસ્યનું કથન એ ત્રણે સરખાં છે.
દસમી ઢાલમાં વિદ્યા કોને આપવી તેનો નિર્દેશ છે. વળી ૨૮ લબ્ધિ વિષે બાંધભારે ઉલ્લેખ છે.
અગિયારમી ઢાલમાં કહ્યું છે કે જે શાસનની ઉન્નતિ કરે તે “સોભાગી.” કેવા શ્રોતાને અંગોનું શ્રવણ કરાવવું એ વાત અંતમાં દર્શાવાઈ છે.
રચના સમય ઇત્યાદિ – “ટોડરમલ્લ જીતિયો રે એ આંકણીથી અલંકૃત કળશમાં કર્મના વિવરને પોળિયો' અર્થાત્ દરવાન કહ્યો છે. વિશેષમાં અહીં કહ્યું છે કે ૧૧ અંગો માણેક શ્રાવિકાએ વિધિપૂર્વક સાંભળ્યાં. એનાં પિતા, માતા અને ભાઈનાં નામ નીચે મુજબ અપાયાં છે :
મંગલ, બકાઈ અને રૂપચંદ.
આ સક્ઝાય સુરતમાં ચાતુર્માસ દરમ્યાન વિ. સં. ૧૭૨૨માં કે ૧૭૪૪માં રચાઈ છે એમ જે અહીં કહ્યું છે તે ઉપરથી માણેક શ્રાવિકા અને એનાં કુટુંબીજનો સુરતના જૈન ધર્મીઓમાં એ ધર્મના રાગી હોવાનું ફલિત થાય છે.
સ્થાપના કલ્પની સઝાય - આ પંદર કડીની ગુજરાતી કૃતિ છે. એની આદ્ય કડીમાં કહ્યા મુજબ ભદ્રબાહુસ્વામીએ નવમા પૂર્વમાંથી સ્થાપનાકલ્પ ઉદ્ધત કરી એને અંગે જેમ કથન કર્યું તેમ હું કરું છું. આમ પ્રસ્તુત કૃતિનો આધાર ભદ્રબાહુવામીની રચના છે. એ રચના મારા જોવામાં આવી નથી.
જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૫)માં નિમ્નલિખિત અમુકિત કૃતિઓની નોંધ
છે :
- (૧) સ્થાપના કલ્પ – આ સંસ્કૃત કૃતિમાં નવ પદ્યો છે. ૧. વહુવર લાવતી વેળા હિન્દુ સ્ત્રીઓ અને “ઇડરિયો ગઢ જીત્યા રે આણંદ ભયો” એ
ગીત ગાય છે. ૨. મૂળ કૃતિના અંતમાં રચના-વર્ષ તરીકે “યુગ યુગ મુનિ વિધુનો ઉલ્લેખ છે. યુગ શબ્દથી
બે તેમજ ચાર દર્શાવાય છે. એ હિસાબે રચના વર્ષ તરીકે ૧૭૨૨, ૧૭૨૪, ૧૭૪ર અને ૧૭૪૪ સમજાય. એક જ સ્થળે યુગના બે ભિન્ન ભિન્ન અર્થો તો કર્તાને ભાગ્યે જ અભિપ્રેત હોય. આથી ૧૭૨૨ કે ૧૭૪૪ સમજવાનું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org